________________
એક સમયે એમ બન્યું કે કોઇ નગરના ચાર સદ્ગૃહસ્થોની સરખી વયની ચાર કન્યાઓ નાનપણથી કાશીમાં રહી ઘણાં શાસ્ત્રનો અભ્યાસ કરી સર્વ વિદ્યામાં પારંગત થઇ. ચારે કન્યાઓ જુદી જુદી જ્ઞાતિની હતી પણ તેમનું રૂપ, વય અને વિદ્યા સમાન હતાં. જ્યારે તેઓ યૌવન અવસ્થામાં આવી ત્યારે એવો વિચાર કર્યો કે આપણે મૂર્ખ પુરુષને તો પરણવું જ નહી કેમ કે તેમ કરવાથી આપણો અવતા૨ રદ થશે. એમ ધારી વિદ્વાનની પરીક્ષા કરવી તથા દેશાટન કરી પ્રસિદ્ધ રાજાઓની સભામાં રહેલા પંડિતોનો મદ ઉતારવાનું પણ' (પ્રતિજ્ઞા) લઇ નીકળી. તેઓ દેશ દેશના પંડિતોનો પરાજય કરતી સુવર્ણ મહોરોનું ગાડુ ભરી, એક દિવસ અપરાહ્ન (પાછલે પહોરે) સમયે ભોજરાજાની ધારાનગરીમાં આવી પહોંચતાં તેઓએ વિચાર્યું કે ભોજરાજાની સભામાં ઘણા પ્રખ્યાત પંડિતો છે અને તે ઘણા છે માટે શાસ્ત્રાર્થથી તેઓને જીતવા કઠિન પડશે માટે એક યુક્તિ ગોઠવી રાખી ભોજના દરબારમાં પ્રવેશ કર્યો. ભોજે તેમનો સત્કાર કર્યો. તે કહેવા લાગી અમે કુંવારી કન્યાઓ છીએ. અમે ચારે એક જ્ઞાતિની નથી પણ અમે સમાન વયની છીએ અને સાથે અભ્યાસ કરેલો છે માટે એક બીજા પ્રત્યે બહેન કરતાં પણ અધિક સ્નેહ છે. અમોએ દેશ દેશના પંડિતોને જીતવાનું પણ લઇ જીતી લીધા છે. તેની નિશાનીમાં અમારી સાથે તામ્ર પત્રના લેખો અને સુવર્ણ મહોરો ગાડીમાં ભરીને લાવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે ભોજરાજાના દરબારમાં મહા વિદ્વાનો છે અને તેઓ ઘણાં દિવસથી બેઠાં રાજાનાં વર્ષાસન ખાય છે તો અમારી તેઓની સાથે વાદ કરવાની ઇચ્છા છે વાદ કરતા પહેલા અમારી એટલી જ વિનંતિ છે કે અમે પ્રત્યેક કઇ જ્ઞાતિની છીએ તેની પરીક્ષા તમારા પંડિતોમાંથી જે કરે તેની સાથે અમો વાદ કરીએ; આવું તેમનું વચન સાંભળી ભોજે પોતાના નવસો નવાણું પંડિતોની સભા સત્વરે મેળવી તેનો અહેવાલ સભામાં જણાવ્યો. પંડિતો આ કન્યાઓનું અપૂર્વ રૂપ, સમાન વય, વિદ્વત્તા અને ચાલાકી જોઇ અચંબો પામ્યા. ભોજે હુકમ કર્યો કે કાલ સવાર સુધીમાં જો કોઇ વિદ્વાન તેમની જાતની પરીક્ષા નહીં કરી શકે તો તમામના ધનમાલ છીનવી લઇ દેશનિકાલ કરવામાં આવશે. રાજાએ એકાંત મહેલમાં તે કન્યાઓને ઉતારો આપ્યો. રાત્રિ પડી. સઘળા વિદ્વાનો વિચાર કરવા લાગ્યા. અરે હવે શું થશે ? એમની ચાલાકી એવી છે કે તે સઘળી એક જ જણાય છે. તેમની પરીક્ષા શી રીતે કરવી. સવારમાં રાજા શિક્ષા કર્યા સિવાય રહેશે નહીં. પંડિતો એ પ્રકારે શોકમાં પડ્યા. કન્યાઓ રાત્રિએ મહેલમાં આનંદ કરવા લાગી ને કહેવા લાગી કે સવારમાં ભોજના સઘળા વિદ્વાનો ગર્દભારોહણ સંસ્કાર નામની શિક્ષા પામશે. તે માઠી દશા આપણે સવારે જોઇશું એમાં સંદેહ નહીં.
મહાન કવિ કાળીદાસ પંડિત પણ સભામાંથી સાયંકાળે પોતાના ઘર તરફ આવ્યા. પણ તેને કળ પડતી નથી. સમાન રૂપ અને વયવાળી તે કન્યાઓની જાતિ શી રીતે ખોળી કાઢવી. આવા વિચારમાં તેને કશુંક જણાઇ આવ્યું અને રાત્રિએ કાલિકાનું સ્તવન કર્યું. જેથી અપૂર્વ આકાશવાણી થઇ કે તું ડરીશ નહીં. તેમની પ્રાતઃકાળે પરીક્ષા થશે. એવું વચન સાંભળી કાલીદાસને ધી૨જ (૧) જીતે તો પોતાની બરોબર સોનાની મહોરો લેવી તેવું પણ હતું.
9000
૧૦૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર