________________
આ પ્રકારે પોતાના મનના અભિપ્રાય પ્રમાણે સમાધાન આપનાર વચન સાંભળી ઘણો ચમત્કાર પામી બોલ્યો કે નિચે આ જ કાલીદાસ છે. તે વિના બીજો કોઈ ઉત્તર આપવા સમર્થ નથી એમ કહી માલણ તો બુમો પાડતી રહી અને રાજાએ તે પળદો પોતાને હાથે જ ઊંચો કરી જોયું તો સ્ત્રીનો વેષ લઈ બેઠેલા કાલીદાસને ઓળખી સાષ્ટાંગ દંડવત્ કરી હાથ જોડી ક્ષમા માગી બોલ્યો કે આ મારા અનુભવ પ્રમાણે બનેલી સઘળી વાત તમે ક્યાંથી જાણી ? કાલીદાસ બોલ્યા કે જે રીતે લીલાવતીની સાથળનું કાળુ ચાઠું જાણ્યું તેમ આ વાત પણ જાણી. આ જવાબથી રાજાનો વહેમ મટી ગયો અને પ્રથમ કરતાં પણ અધિક સ્નેહ થયો.
એક વખત શરીરે અતિશય સુંદર દેખાતા પણ બુદ્ધિના ઠોઠ, ચાર સરખી અવસ્થાના બ્રાહ્મણોએ ઘણા કાળ સુધી કાશીમાં રહી વિદ્યાનો અભ્યાસ કર્યો પણ કાંઈ શીખ્યા નહિ. પોતાના ઘેરથી યૌવન અવસ્થામાં આવેલી સ્ત્રીના હાથના લખેલા પત્ર આવવાથી ભણવાનું રહેવા દઈ ઘેર આવતા હતા. માર્ગમાં આવતાં ભોજ રાજાની ઘણી કીર્તિ સાંભળી વિચાર કર્યો કે ખાલી હાથે ઘેર જઈશું તે કરતાં ઉજ્જયિની થઈ ભોજરાજાનાં દર્શન કરીને ઘેર જવું તે ઠીક છે. તેઓ ધારાનગરીમાં આવ્યા. ત્યાં કોઈ સામાન્ય પંડિત મળ્યો. તેને પૂછ્યું કે દેશાંતરથી નવા પંડિત આવે તેને રાજા પાસે જવું હોય તો શી રીતે જવાય છે? તેણે તેમની રૂપ આકૃતિ જોઈ વિચાર કર્યો કે આ કોઈ દેશાંતરથી આવેલા અજાણ્યા પંડિતો છે.
સવાપહોર દિવસ ચડે ત્યારે હંમેશા મોટી સભા ભરાય છે. ત્યારે હાથમાં નાળિયેર લઈ જેવો પોતાને આવડતો હોય તેવો આશીર્વાદ આપી તે ફૂલ રાજાને અર્પણ કરી બેસવું પછી જેનું જેવું અદષ્ટ હોય તેને તેવું મળે છે. ભોજરાજની સભામાંથી કોઈ પંડિત ખાલી હાથે જતો નથી. તમોએ કયા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એમ સર્વે સામુ જોઇ તેણે પૂછ્યું ત્યારે તેમાંનો એક પુરુષ બોલ્યો કે (અશ્વિની), બીજો (પુનર્વસુ), ત્રીજો (કૃત્તિકા), ચોથો (રોહિણી) એ ચારેના મુખથી અપૂર્વ શાસ્ત્રનાં નામ સાંભળી ચમત્કાર પામી મનમાં વિચાર કર્યો કે અનેક શાસ્ત્ર છે, તેમાંનાં આ પણ કોઈ શાસ્ત્ર હશે એમ ધારી તેણે નગરમાં અંદર-અંદર વાત ચર્ચાવી કે દેશાંતરથી કોઇ મહાન ચાર પંડિતો આવેલા છે તે કાલે સભામાં દાખલ થશે. આ વાત સાંભળવાથી સર્વે પંડિતોને આખી રાત અજંપો થયો. પેલા ચાર પુરુષે પણ એક બીજા સાથે વાત કરે છે કે કાશીમાં જ્યોતિષ ભણવા ગયા તો ખરા પણ જો બાલબોધ પણ આવડ્યો હોત તો સારું. બીજો બોલ્યો કે આખા ગ્રંથની ક્યાં વાત કરે છે પાંચ પચ્ચીશ નક્ષત્રનાં નામ આવડ્યાં હોત તો પણ સારુ ઇત્યાદિ વાતોથી રાત્રિ નિર્ગમન કરી સવારમાં ભોજરાજાની સભામાં આવી એક જણે (અશ્વિની) એવું નામ દેઈ રાજાના ખોળામાં નાળિયેર મૂક્યું, એ જ રીતે બીજાએ (પુનર્વસુ, એમ કહી, ત્રીજાએ (રોહિણી) એમ કહી, ચોથાએ (કૃત્તિકા) એમ કહી નાળિયેર અર્પણ કરી સભામાં બેઠા. આ આશીર્વાદનો અર્થ ન સમજવાથી પંડિતોએ એક બીજા સામે જોયું તથા રાજાને પણ અર્થ ન સુઝવાથી કાલીદાસ પંડિત સામુ જોઇ બોલવાને અણસાર કર્યો ત્યારે કાલીદાસે મનમાં વિચાર કર્યો કે આ કોઈ મૂર્ખ બ્રાહ્મણો સભામાં
૧૧૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર