________________
अयोध्या मथुरा माया काशी काञ्चो ह्यवन्तिका ॥ पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायकाः ॥१॥
એટલે તારા નિતંબ ભાગ ઉપર કાંચી તો અથડાયા કરે છે વળી તારી મધુર વાણી એ જ મથુરા નગરીની તીર્થ યાત્રા છે. ને અધરોષ્ઠ એટલે નીચેનો હોઠ ઘણો લાલ છે એ જ અરૂણધર (લાલાશને ધારણ કરતો તથા અરૂણહદ નામે મોટું તીર્થ) છે તથા શ્રીરંગક્ષેત્ર નામે તીર્થ ભૂમિ તો તારું સઘળું શરીર છે, એટલે તે જ શોભાયમાન રંગભૂમિ છે. માટે તારા પુણ્ય ચરિત્રનું કેટલું વર્ણન કરું. સમગ્ર તીર્થો તારા શરીરમાં રહ્યા છે. દેવો તારી સેવા કરે છે એટલે હવે મારે બીજી કઈ તીર્થયાત્રા કરવાની બાકી છે કે તને મૂકી તીર્થયાત્રા કરવા ભટકું. હા આ પ્રકારે કાલીદાસના અતિ પ્રેમ ગર્ભિત વચન સાંભળવાથી તે સ્ત્રીએ પોતાની મેળે આલિંગન કર્યું.
વળી ત્રીજી સોનીની કન્યા તરફ કાલીદાસ આગળ વધ્યો ત્યારે તે પણ રીસાઈ ગઈ. તેને ઘણી ખુશીમાં લાવવા કાલીદાસ કવિએ એક શ્લોક કહ્યો :
कान्ते शेमालिवल्ली तव तु समुदितां नाभिनिम्नालवाला चित्रं वक्षोजहैमाचलयुगल-फलापीक्ष्यते पुष्पशून्या ॥ किं वान्तर्भूम्यमुष्याः पनसवदुदितं मूलदेशस्ति पुष्पं तद्दष्टुं मेऽतिवाञ्छेत्यभिवदति कवौ सा नतास्याहसच्च ॥३॥
હે સુંદરી તારા નાભિ રૂપ ગંભીર ક્યારામાંથી ઉગેલી મનોહર ઝીણાં રૂવાડાની પંક્તિ રૂપી વેલ હૃદય પર્યત વૃદ્ધ પામી. થોડા કાળમાં તે વેલને મોટાં મોટાં બે ફળ (સ્તન રૂપી ફલ) બેઠા, જે ફલને હિમાચલ પર્વતના શિખરની ઉપમા અપાય છે પરંતુ એવી સુંદર ચમત્કારી વેલનું પુષ્પ પણ જરૂર હોવું જોઈએ, જે જણાતું નથી એ મોટું આશ્ચર્ય છે. માટે ફનસના વૃક્ષની જેમ તે વેલનું પ્રફુલ્લ થયેલું ફુલ, મુળ ભૂમિમાં જ હશે. તે જોવાની મારી વાંછા છે. આ પ્રકારે અત્યધિક શૃંગારરસ સહિત પ્રેમરસથી ભરેલાં વચન સાંભળી તેણી લજ્જાથી નીચું મુખ કરી હસી પડી. ||all
હવે, રાજકન્યાનો ઉપભોગ કરતાં પહેલાં કાલીદાસ કવિએ એક જ શ્લોકમાં તેનું મન ચોરી લીધું. એ શ્લોક :
पद्मेन्दीवरकुन्दचम्पकजपाजातिषु जातस्पृहं क्रीडाकञ्चनशैलतुङ्गशिखरारोहावरोहालसम् । मार्गे प्रस्खलितं तथापि विषमे मग्नं सरोमण्डले दुःखादुधृत्याङ्गनेऽत्र कदलीमूले मनो मूर्छितम् ॥४॥
અર્થ : હે મારી પ્રાણપ્રિયે આજે મારી એક મોટી વસ્તુ ચોરાઈ ગઈ છે એમ કહી, કાવ્ય સાંભળવામાં સાવધાન કરી કાલીદાસ કહે છે. (૧) મથુરા મધુરા એ બે સરખા અર્થોના શબ્દો વ્યાકરણમાં થાય છે.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૧૦૫