________________
અને તેનો ઉત્તરાદ્ધ નવો કરી આખો ગ્રંથ કરી દેખાડ્યો. આથી ધનપાળ તથા ભોજ રાજા ઘણા પ્રસન્ન થયા અને ઘણા માનથી એ ગ્રંથનું તિલકમંજરી એવું નામ સ્થાપન કરી તેની ખ્યાતિ કરી.
વળી એક દિવસ ધનપાળે એક કાવ્ય કહ્યું તે એ કે- એક દિવસ બ્રહ્માને પૃથ્વીના મહાન રાજા શોધવાનું કૌતુક થયું. તેથી હાથમાં ખડીનો કાંકરો લઇ, હે રાજનું તમારું નામ પહેલું ગણી આકાશમાં એક લીટી દોરી. પછી વિચાર કરતાં તમારા જેવો બીજો કોઈ રાજા દીઠો નહીં ત્યારે તે ખડીનો કાંકરો ફેંકી દીધો તે પૃથ્વી ઉપર પડ્યો તે કાળે કરી વૃદ્ધિ પામીને હિમાચલ પર્વત થયો. ને પેલી આકાશમાં રેખા કરી હતી તે આકાશગંગા થઈ. આ અર્થ ભરેલું કાવ્ય સાંભળી બીજા પંડિતોએ ધનપાળની મઝાક કરી કે ધનપાળે આ અતિશયોક્તિ ભરેલી ગપ ઠીક મારી છે. તે વખતે ધનપાળ એક શ્લોક બોલ્યો કે રામાયણ લખતાં વાલ્મિકી કવિએ એવી ગપ મારી છે કે વાંદરાએ પર્વતો ઉંચકી લાવી સમુદ્ર ઉપર પાજ બાંધી અને મહાભારત લખતાં વ્યાસ મુનિએ એવી ગપ મારી છે કે અર્જુનનું બાણ લાખ રૂપ ધારણ કરી લાખ માણસને મારી પાછુ આવી ભાથામાં પેસી જતું હતું. એમ મહા કવિઓની અતિશયોક્તિ જોયા વગર મારી કહેલી વસ્તુ સાંભળી આશ્ચર્ય પામતા વિદ્વાનો મોઢું પાછુ કરી પોતાની પ્રતિષ્ઠા મેળવવા હસે છે તે પ્રતિષ્ઠાને હું નમસ્કાર કરું છું.
એક દિવસ ભોજરાજાને મહાભારત વાંચનાર પંડિતે પવિત્ર મહાભારતની કથા સાંભળવા કહ્યું ત્યારે ભોજ રાજા જૈન ધર્મ ઉપર પ્રીતિ થવાથી નિષેધ કરી એક કાવ્ય બોલ્યો કે કન્યાના વ્યભિચારથી ઉત્પન્ન થયેલા અને પોતાના બાંધવની સ્ત્રીના વિધવાપણાના દુઃખને નાશ કરનાર વ્યાસમુનિનો કરેલો ભારત ગ્રંથ, તેમાં નાયકરૂપે વર્ણન કરેલા વ્યભિચારથી ઉત્પન્ન થયેલા પાંચ પાંડવ છે. તે ગોલક પુત્ર છે એટલે પોતાના પતિના મરણ પછી બીજા પુરુષથી ઉત્પન્ન થયેલા પુત્ર પાંડુ રાજા તેના પુત્ર કુંડ એટલે ભર્તા જીવતો હોય ને જાર પુરુષથી ઉત્પન્ન થાય તે કુંડપુત્ર કહીએ, એવા પાંચ પાંડવ છે તેમની કથા, વળી તેમનાં આચરણ જોઇએ તો કુળનો ક્ષય કરવાનાં અને પાંચ વચ્ચે એક સતી સ્ત્રી રાખવાનાં, આવી વાતો સાંભળવાથી જો પુણ્ય તથા કલ્યાણ થાય તો પાપની શી વલે થશે ?
વળી એક દિવસ રાજાએ ધનપાળને પૂછ્યું કે હાલ કોઈ પ્રબંધાદિક ગ્રંથ કરવા માંડ્યો છે? ત્યારે ધનપાળે એક શ્લોક કહ્યો કે વૈરીની લક્ષ્મી રૂપી સ્ત્રીના કેશ ગ્રહણ કરવામાં જેના હાથ શક્તિમાન છે એવા હે રાજન્ ! હું જૈનધર્મી હોવાથી હમેશાં ઉનુ પાણી પીઉં માટે ગળામાં રહેલી સરસ્વતીને ગરમાવો લાગવાથી મારા મુખરૂપી ઘરમાંથી તેણીએ ઉચાળો ભર્યો છે માટે મારાથી કવિતા થઈ શકતી નથી. વળી ધનપાળનું વચન અને મલયાચલનું રસ સહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવો જગતમાં કોણ છે ? એક દિવસ છ દર્શનના મોટા મોટા પુરુષોને બોલાવી રાજાએ મુક્તિ માર્ગ પૂણ્યો ત્યારે સર્વે પોત પોતાના દર્શનનો પક્ષપાત દેખાડ્યો. પછી સાચો માર્ગ જાણવા છ મહિના સુધી સર્વેને એકઠા રાખ્યા. પછી તેમણે શારદા દેવીનું આરાધન કરવા માંડ્યું ત્યારે એક દિવસ પાછલી થોડી રાત બાકી રહી ત્યારે શારદાદેવીએ આવી રાજાને જગાડી કહ્યું કે બૌદ્ધ ધર્મ સાંભળવા યોગ્ય છે ને જૈન ધર્મ આચરવા યોગ્ય છે, વૈદિક (વેદ સંબંધી)
૯૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર