________________
પ્રકાશકીય
પણ અમે સક્રિય સ્વરૂપ આપી શક્યા છીએ તે બદલ અમને આનંદ થાય છે, એટલું જ નહિ પણ અમારે માટે ગૌરવને વિષય બને છે કે કેમકે શ્રીભગવતીસૂત્રમાં જે બ્રાહ્મી લિપિને નમસ્કાર કરાયો છે તેનાં દર્શન જૈન જનતાને કરાવવા અને તે પણ આપણું ઉત્કૃષ્ટ મંગળ અને મન્નરૂપ નવકારના આલેખન દ્વારા કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
ભારતીય પ્રાચીન લિપિમાલાને આધારે નવકારમંત્રના અક્ષરોની “બ્રાહ્મી લિપિમાં જમા કરી આપવા બદલ અમે
શ્રીવિજયરસૂરીશ્વરજીના શિષ્ય પન્યાસ યશોભદ્રગણિવરના શિષ્ય મુનિશ્રી શુભંકરવિજયજીના આભારી છીએ. આ કાર્યમાં કઈ દેષ રહી જતો હોય તે અમે તે બદલ સકળ સંઘની ક્ષમા યાચીએ છીએ અને એના નિવારણાર્થે અમે એના નિષ્ણાતોને વિનવીએ છીએ.
આ આચાર્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી ચન્દ્રોદયવિજયજીએ આ પુસ્તકનું સંપાદનકાર્ય કરી આપ્યું છે તે બદલ તેમના અમે આભારી છીએ. દષ્ટિદેષાદિથી કઈ અલના થયેલી હોય તે તે સૂચવવા વિદ્વાને કૃપા કરશે તે હવે પછીની આવૃત્તિમાં સુધારો કરાશે.
આ પુસ્તક છપાવવામાં શ્રીપિસ્તાલીસ આગમ વગેરે તપનાં આરાધકો તરફથી રૂા. ૧૪પની મદદ મળી છે તે માટે તેમને અમે આભાર માનીએ છીએ.
આ પુસ્તકની મુદ્રણાલય-પુસ્તિકા (press-copy) સુરતના શ્રી. જયંતિલાલ ચીમનલાલ સંઘવીએ તૈયાર કરી આપી છે તેની અમે સાનંદ નેંધ લઈએ છીએ.
પીપુરા, સુરત
ધનતેરસ, વિ. સં. ર૦૧૦ )
હીરાભાઈ નગીનભાઈ જરીવાલા
શ્રી દેશાઈ પળ જૈન પિઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org