Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 31
________________ ૧૨ ] પિસ્તાલીસ આગામે [ પ્રકરણ વિષય–નમસ્કારમંત્રનાં પાંચ પદેથી શરૂ થતા અને ત્યાર બાદ “બ્રાહ્મી લિપિને નમસ્કારપૂર્વક રચાયેલા આ આગમમાં વિષયેનું વૈવિધ્ય છે. એમાં જીવાદિ છ પદાર્થો, કર્મ– સિદ્ધાંત વગેરેને લગતી જાતજાતની દાર્શનિક બાબતે ચર્ચાઈ છે. સપ્તભંગી અને સ્યાદ્વાદની મૌલિક વિચારણા કરાઈ છે. ગાંગેયના ભાંગા જે ગણિતને વિષય પણ આલેખાય છે. દેવ અને નારકનું સ્વરૂપ વિચારાયું છે. “મહાશિલાકટક” અને “રથમુસલ' સંગ્રામને લગતી, વિજ્ઞાન, ખગોળ અને ભૂગોળ સંબંધી તેમજ કુતૂહલ જનક હકીક્ત પણ જોવાય છે. પાર્ધાપ, અજ્ઞાન–તપસ્વી તામલિ તાપસ (ઉત્તરભવ ઈશાન ઈન્દ્ર). પરિવ્રાજક સ્કંદક, જમાલિ, ગોશાલક વગેરેનાં ચરિત્ર પણ અપાયાં છે. ટૂંકમાં કહું તે જન ધર્મના અભ્યાસ માટેનું આ અજોડ પરંતુ ગહન સાધન છે. એક રીતે આમાં ચારે અનુગને ઓછેવત્તે અંશે સ્થાન અપાયું છે. જન જનતા આ આગમ પ્રત્યે અસાધારણ આદરભાવ સેવે તે સ્થાને છે. સંકલના–મુખ્યતયા ગદ્યમાં રચાયેલો આ આગમ મૂળ સ્વરૂપે આજે ઉપલબ્ધ નથી, કિન્તુ વીરસંવત ૯૮૦ કે ૪માં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે આગમનું લિપિબદ્ધ કરવાનું જે મહાભારત કાર્ય–આગમના પુસ્તકાહણનું મહત્ત્વનું કાર્ય કરાયું તે વેળા વિવિધ આગમની જે સંકલન કરાઈ તેને આ અનુરૂપ છે. આથી તે આમાં કાલાંતરે રચાયેલા આગમની ભલામણ કરાયેલી જોવાય છે. પરિમાણુ–આ આગમનું પરિમાણ ૧૫૭૫૧ શ્લોક જેવડું છે. સ્થાન–આ આગમ આગમ–પુરુષની જમણ સાથળ (જાંઘ) ગણાય છે. વિવરણ–આ આગમ ઉપર ૩૧૧૪ કલેક જેવડી ચૂર્ણિ રચાચેલી છે, પણ એ હજી સુધી અપ્રસિદ્ધ રહેવા પામી છે. નવાંગી અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૮માં આની ૧૮૬૧૬ શ્લેક જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84