Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 77
________________ ૫૮] પિસ્તાલીસ આગમ [પ્રકરણ ચંદપણત્તિ, કમ્પિયા, કપૂવડિસિયા, પુષ્ફિયા, પુષ્કચૂલિયા અને વહિદસા, એ સાતને “કલિક” તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં મૂલસૂત્ર પૈકી દસયાલિયને “ઉત્કાલિ” તરીકે અને ઉત્તરજઝયણને “કાલિક તરીકે ઉલ્લેખ છે. છ છેદસૂત્રો પિકી પહેલાં ચાર સૂત્રે અને છઠ્ઠાને “કાલિક તરીકે ઉલ્લેખ છે." દસ પ્રકીર્ણ કે પૈકી આઉરપચ્ચકખાણ, ગણિવિજજા, તંદુલવેયાલિય, દેવદથય અને મહાપચ્ચકખાણ એ પાંચને “ઉત્કાલિક તરીકે નિર્દેશ છે૨ નંદી અને અણુઓગદાર એ બે આગમોની પણ ઉત્કાલિક તરીકે ગણના કરાઈ છે. કર્તા–આ આગમના કર્તા દૂષ્યગણિના શિષ્ય દેવવાચક છે. એમને કેટલીક વ્યક્તિઓ આગમને પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણિ ક્ષમાશમણ તરીકે ઓળખાવે છે, પરંતુ એ વાત વ્યાજબી જણાતી નથી. રચના-સમય–આ આગમમાં જે અજૈન ગ્રંથને ઉલ્લેખ છે તે વિચારતાં આ આગમની રચનાની પૂર્વ સીમા તરીકે ઈ. સ.ને ત્રીજા સૈકાને અને ઉત્તર સીમા તરીકે ઈ. સ.ના પાંચમા સૈકાને નિર્દેશ થઈ શકે તેમ છે. સમીક્ષા-દ્વાદશારાયચક ઉપરની સિંહસૂરગણિકૃત ટીકામાં ણાવવા gિ ને સૂત્ર તરીકે અને નિમ્નલિખિત ગાથાને ભાષ્ય તરીકે નિર્દેશ છે -- ૧ છલકમ્પને “ઉત્કાલિક તરીકે આજકાલ ગણવામાં આવે છે. - ૨ ચઉસરણુ, ગચ્છાયાર, ભરપરિણું, મરણસમાપ્તિ અને સંથારા એ પાંચ પ્રકીર્ણને ‘ઉકાલિક તરીકે આજકાલ નિર્દેશ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84