Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala
Catalog link: https://jainqq.org/explore/004616/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમો (સંક્ષિપ્ત રૂપરેખા) | લેખક : પ્રા, હીરાલાલ ર, કાપડિયા એમ. એ. પ્રકાશક : શ્રી દેશાઈ પાળ જેન પઢી. Page #2 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમો [સંક્ષિપ્ત રૂપરેખા (સચિત્ર) લેખક : પ્રિહીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્રકાશક : શા, હીરાભાઈ નગીનભાઈ જરીવાળા શ્રી શાઈપિળ જૈન પેઢી પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૧૦ વીર સંવત ૨૪૮૦ ] [ ઈ. સં. ૧૮૫૪ મૂલ્ય રૂા. ૯-૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન શ્રી દેસાઈ પળ જેન પેઠી, ગોપીપુરા, સુરત, [ આ પુસ્તકના પુનમુદ્રણનો હક બેને સ્વતંત્રપણે છે: (૧) છે. હીરાલાલ ૨. કાપડિયાને અને (૨) શ્રી દેસાઈ પિળ જૈન પેઢીને. આ પુસ્તકનાં ભાષાંતર વગેરેને લગતા બાકીના તમામ હક તે એકલા છે, હીરાલાલ ૨, કાપડિયાને જ સ્વાધીન છે. ] ધ્રુવકુમાર ન. માલવી ગાંડી વ મુદ્રણ લય હવા ડિ ચક લે, સુરત Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શાંતમૂતિ સમયજ્ઞ પૂજ્યપાદ આચાર્ય GS , ) જન્મ વિ. સં. ૧૯૪૭; દીક્ષા વિ. સં. ૧૯૬૨ ઉપાધ્યાય-પદ વિ. સં. ૧૯૮૭; સૂરિ-પદ વિ. સં ૧૯૯૧ શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી Page #6 -------------------------------------------------------------------------- ________________ સ મ ર્પણ શાન્તસૂતિ સમયજ્ઞ સ્થવિર શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આચાર્યશ્રી વિ જ ય વિજ્ઞાન સૂરીશ્વરજીએ આ સચિત્ર પ્રકાશનને અંગે મહામૂલ્યશાળી વિવિધ સૂચનાઓ અવારનવાર કરી અમને ઉપકૃત કર્યા છે તેના સ્મરણ–ચિહ્ન તરીકે આ પુસ્તક અમે એમના કરકમલમાં સાદર અને સાનંદ સમર્પિત કરીએ છીએ. ગોપીપુરા, સુરત, વિ. સં. ૨૦૧૦ પ્રકાશક Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી અને જેન નાગરી લિપિમાં નવકાર મંત્ર 1 ४ AI न मो प्ररि हं ता एां । 1 x L S I ४ ? न मो सिद्धाणं । ↓ 1 ४ SI न मो आय रिया एणं । I FLÓ ELI न मो उ व षा या एणं । 热 1X JD CI ए न मो लोए सव्व साहू ए I t d 1 x ₤1 सो पं च न मुक्का रो to 6 4 1 I l 王 पाव पाएगा स णो । ४AJIdl मंग ला एणं च सव्वे सिं ८.८४ ७०.४A J पढमं ह व इ मंग लं ॥ સંયોજક-મુનિશ્રી શુભંકરવિજયઃ ગોદાઈપોળ જૈન પેઢી. સુરત. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ છે દુનિયાના તખ્ત ઉપર એક સનાતન સિદ્ધ નિયમ એવો તે છે કે દરેક કાર્યની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ કારણ તે હેય જ છે. તેમ આ પુસ્તકની ઉત્પત્તિમાં પણ બન્યું છે. આ વર્ષે, અહીંના ગોપીપુરામાંના નેમુભાઈ શેઠની વાડીના ઉપાશ્રયે, શ્રીસંઘની વર્ષોની વિનંતીના સ્વીકાર બાદ પરમપૂજ્ય શાસનસમ્રા આચાર્ય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર સમયજ્ઞ શાન્તમૂર્તિ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટધર પ્રાકૃતવિ-વિશારદ સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય શ્રીવિકસ્તૂરસૂરિજી મહારાજ સાહેબ આદિ ઠા. ૧૯ ચાતુમાસાર્થે પધારવાથી શ્રીસંઘમાં અપૂર્વ આનંદ પ્રસરી રહ્યો છે, અને તેઓશ્રીની શીતળ છાયામાં અનેકવિધ શાસનની પ્રભાવનાનાં કાર્યો થઈ રહ્યાં છે. તેઓ પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રીપિસ્તાલીસ આગમન તપની શરૂઆત ૮૦ ભાવુક શ્રાવક-શ્રાવિકાઓએ કરી. આંથી દિનપ્રતિદિન આરાધક–વર્ગમાં આરાધનાના રસની વૃદ્ધિ થવા માંડી. આ તપ સાથે એકાદશ-અંગ, સ્વર્ગ–સ્વસ્તિક વગેરે તપનાં આરાધકોને પણ વધારે થવાથી આરાધનામાં વિશેષ આનંદ આવવા લાગ્યો. ત્યાં તે આ તપની પુણ્ય સ્મૃતિ કાયમ રહ્યા કરે તેમજ તપની વિવિધ મંગળ સમાપ્તિ નિમિત્તે તપના બહુમાન કરવા રૂપ શાસનની પ્રભાવના કરવાનાં ચક્ર આરાધક-વર્ગમાં ગતિમાન બન્યાં અને તે કાર્યને પહોંચી વળવા માટે ફાળે શરૂ થશે. તેના ફળ સ્વરૂપે પૂજા, પ્રભાવના અને ભાવના થવા સાથે ભવ્ય રથયાત્રાને વરઘો શ્રીજિનાગમરથ'ની કળાત્મક રચનાની વિશિષ્ટતાવાળા શાસનની પ્રભાવનાને. વધારતે નીચે હતે Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઉપર્યુક્ત તપની કાયમ પુણ્ય સ્મૃતિ માટે પૂજ્ય સૂરિદેવને વાત કરતાં તેઓશ્રીએ સૂચન કર્યું કે કંઈ નહિ તે શ્રીઆગમપુરુષનું ચિત્ર ઓઈલ પેઈન્ટથી આલેખવામાં આવે તે તે ચિત્ર જોતાં તમને તેમજ બીજા સૌ કેઈને શ્રીજિનાગમની મહત્તા અને વિશિષ્ટતાને ખ્યાલ આવે. આ કથન આરાધક–વર્ગને રુચ્યું પણ ખરું. સાથે જ પૂજ્ય આચાર્ય દેવેશે જણાવ્યું કે એકલા ચિત્ર કરતાં જે શ્રીપિસ્તાલીશ આગમનો ટૂંકો પણ પરિચય કરાવનાર એવા એક નિબંધની ખોટ પૂરી પડે તે આ તપની પુણ્ય સ્મૃતિ તે તપના આરાધક જ માટે નહિ પરંતુ સૌ કોઈ જિજ્ઞાસુ માટે ખૂબ લાભદાયક નીવડે. આ સૂચનાને તરત અમલ થાય તે માટે અમે પરમપૂજ્ય આચાર્યદેવના ગાઢ સંપર્કમાં આવેલા તત્વચિંતક શ્રમણોપાસક પ્રોફેસર હીરલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. મહાશયને એ કાર્ય કરવા વિજ્ઞપ્તિ કરી, કેમકે એમણે આ વિષયને અંગે, જૈન તેમજ જૈનેતર વિદ્વાનોને ઉપયોગી થઈ પડેલું “આગમનું દિગદર્શન” નામનું પુસ્તક રચ્યું હતું. એ વિજ્ઞપ્તિ સ્વીકારી તેઓએ તે કામ ખૂબ ટૂંક સમયમાં સુંદર રીતે કરી આપ્યું તે બદલ તેમજ અમારી વિજ્ઞપ્તિ અનુસાર આગમ-પુરુષની પ્રતિકૃતિને સંક્ષિપ્ત પરિચય પણ લખી આપ્યો તે બદલ તેમના અમે આભારી છીએ. પુસ્તકની શરૂઆતમાં આપેલી શ્રીઆગમ–પુરુષની પ્રતિકૃતિ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબે પિતાની દેખરેખ નીચે તૈયાર કરાવી છે તે બદલ અમે તેઓશ્રીના અત્યન્ત જણ છીએ. પ્રસ્તુત પ્રકાશનને અંગે અમને શ્રીવિવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબે જે ત્રણ વિશિષ્ટ સૂચનાઓ કરી હતી એમાંથી બેને નિર્દેશ અમે ઉપર કરી ગયા. એમની ત્રીજી સૂચના એ હતી કે બ્રાહ્મી લિપિમાં નવકારમંત્ર તૈયાર કરાવી આ પ્રકાશનના મંગળાચરણ તરીકે એને સ્થાન આપવું. એમની આ સૂચનાને Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પણ અમે સક્રિય સ્વરૂપ આપી શક્યા છીએ તે બદલ અમને આનંદ થાય છે, એટલું જ નહિ પણ અમારે માટે ગૌરવને વિષય બને છે કે કેમકે શ્રીભગવતીસૂત્રમાં જે બ્રાહ્મી લિપિને નમસ્કાર કરાયો છે તેનાં દર્શન જૈન જનતાને કરાવવા અને તે પણ આપણું ઉત્કૃષ્ટ મંગળ અને મન્નરૂપ નવકારના આલેખન દ્વારા કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. ભારતીય પ્રાચીન લિપિમાલાને આધારે નવકારમંત્રના અક્ષરોની “બ્રાહ્મી લિપિમાં જમા કરી આપવા બદલ અમે શ્રીવિજયરસૂરીશ્વરજીના શિષ્ય પન્યાસ યશોભદ્રગણિવરના શિષ્ય મુનિશ્રી શુભંકરવિજયજીના આભારી છીએ. આ કાર્યમાં કઈ દેષ રહી જતો હોય તે અમે તે બદલ સકળ સંઘની ક્ષમા યાચીએ છીએ અને એના નિવારણાર્થે અમે એના નિષ્ણાતોને વિનવીએ છીએ. આ આચાર્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી ચન્દ્રોદયવિજયજીએ આ પુસ્તકનું સંપાદનકાર્ય કરી આપ્યું છે તે બદલ તેમના અમે આભારી છીએ. દષ્ટિદેષાદિથી કઈ અલના થયેલી હોય તે તે સૂચવવા વિદ્વાને કૃપા કરશે તે હવે પછીની આવૃત્તિમાં સુધારો કરાશે. આ પુસ્તક છપાવવામાં શ્રીપિસ્તાલીસ આગમ વગેરે તપનાં આરાધકો તરફથી રૂા. ૧૪પની મદદ મળી છે તે માટે તેમને અમે આભાર માનીએ છીએ. આ પુસ્તકની મુદ્રણાલય-પુસ્તિકા (press-copy) સુરતના શ્રી. જયંતિલાલ ચીમનલાલ સંઘવીએ તૈયાર કરી આપી છે તેની અમે સાનંદ નેંધ લઈએ છીએ. પીપુરા, સુરત ધનતેરસ, વિ. સં. ર૦૧૦ ) હીરાભાઈ નગીનભાઈ જરીવાલા શ્રી દેશાઈ પળ જૈન પિઠી Page #13 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જેમ કપાળે કપાળે મતિ જુદી હોય છે તેમ રુચિ પણ જાતજાતની હોય છે. કેટલાક જનને કઈ પણ વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ ગમે છે તે કેટલાકને એ જ વિષય વિસ્તારથી છણાયેલા જેવાની ઉત્કંઠા રહે છે. આમ સામાન્ય રીતે “સંક્ષિપ્ત-રુચિ અને વિસ્તીર્ણ-રુચિ એમ જનતાના મુખ્ય બે વર્ગો પડે છે. આમાં એક વચલો વર્ગ પણ છે, અને તેને અતિશય સંક્ષિપ્ત કે ખૂબ જ વિસ્તૃત નિરૂપણ પસંદ નથી. આને લઈને કેટલાંક શાની પણું સંક્ષિપ્ત, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ જાતની સંકલન જોવાય છે. પ્રત્યેક ધર્માવલંબીને પિતાનાં શાસ્ત્ર પ્રત્યે પૂર્ણ આદરભાવ હોય છે. એમાં જેને અપવાદરૂપ નથી. આથી કરીને એઓ પોતાના આગમનું બહુમાન કરતા આવ્યા છે અને કરે છે તે સમુચિત છે, પરંતુ સામાન્ય રીતે હમેશાં બનતું આવ્યું છે તેમ જૈનને મોટો ભાગ વસ્તુસ્થિતિથી પૂર્ણ પરિચિત બન્યા વિના જ પૂજ્ય ભાવ સેવે છે. વળી ઉપલબ્ધ આગમે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી)માં રચાયેલા હોવાથી અને એનાં પ્રાચીન વિવરણે પાઈયે (પ્રાકૃત) અને સંસ્કૃતમાં હોવાથી આગમાં ક ક વિષય આવે છે ઈત્યાદિ બાબતેથી માટે ભાગ અજાણ હોય એમ જણાય છે. આ વાતને લક્ષ્યમાં રાખી જૈન આગમેની આછીપાતળી રેખા પિસ્તાલીસ આગની ગુજરાતીમાં પૂજા રચનારાઓએ પૂરી પાડી છે. એમાં શુભ વિજયજીના શિષ્ય કવિ વીરવિજ્યજીની વિ. સં. ૧૮૮૧માં રચાયેલી પૂજા અને પદ્યવિજયજીના શિષ્ય રૂપવિજયજીની વિ. સં. ૧૮૮૫માં રચાયેલી પૂજા સુપ્રસિદ્ધ છે. વિસ્તૃત ચિને માટે આગમનું દિગ્દર્શન અને એના ઉપરથી Page #14 -------------------------------------------------------------------------- ________________ નિવેદને પ્રેરણા મેળવીને રચાયેલી પ્રવચન-કિરણાવલી જેવાં ગુજરાતી પુસ્તક છે. પરંતુ ઉપર્યુક્ત પૂજાઓ તેમજ આ બે પુસ્તકો આગના પરિચયની બે અંતિમ કોટિ જેવાં છે. વિશેષમાં મધ્યમ રુચિને સંતોષી શકે એવાં લખાણે આગમોના પરિચયરૂપે કઈ કેઈ પુસ્તકમાં મળી આવે તેમ છે, પરંતુ એ જાતનું સ્વતંત્ર પુસ્તક હજુ સુધી કેઈ સ્થળેથી પ્રકાશિત થયેલું જણાતું નથી એટલે, તેમજ પૂજાઓના હાર્દને સમજવામાં ઉપયેગી સાધન તરીકે કામ લાગે અને અજૈને જૈન આગમથી અંશતઃ પણ પરિચિત બની શકે એ ઉદ્દેશથી મેં આ પુસ્તક તૈયાર કર્યું છે. આગમ અo મારામાં રચાયા છે એટલે એનાં નામે એ જ ભાષામાં હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ સ્થપાતાં એનાં નામે તેમજ એનાં છ વર્ગો તેમજ આગનાં વિભાગોનાં નામ સંસ્કૃતમાં રજૂ થવા લાગ્યાં અને એ નામે, શાસ્ત્રીય નહિ હોવા છતાં વિશેષ પ્રચારમાં આવ્યાં છે. આથી મેં આ મુખ્યતયા લોકભોગ્ય પુસ્તકમાં એ નામેને પ્રાધાન્ય આપ્યું છે; બાકી આગમેનાં મૂળ અવે માત્ર નામને મેં આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. કેટલાક આગ ઉપર એક કરતાં વધારે સંસ્કૃત ટીકાઓ છે, પણ અંહીં તે પ્રાયઃ ઉપલબ્ધ મુખ્ય ટીકાને ઉલ્લેખ છે. આગમના અંગાદિ છ વર્ગોના ક્રમ માટે તેમજ એના પહેલા બે વર્ગોમાંના આગમોને બાદ કરતાં બાકીના આગમ માટેના કેમ ૧ આ પુસ્તકમાં કેટલીયે વાર મૂળગત બાબત દર્શાવતી વેળા એને વિવરણગત બીનાઓને એમાં ભેળવી દેવાઈ છે. ૨ આ કરતાં યે મોટો ગ્રંથ રચવાની અને એ દ્વારા સમસ્ત આગમે અને એનાં વિવિધ વિવરણોને સર્વાગીણ પરિચય પૂરો પાડવાની મારી ભાવના છે અને એને અંગેને ભારે પ્રયાસ ચાલુ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ મિત્રના માટે આજ દિન સુધીમાં કેઈ સર્વમાન્ય તે શું પણ બહુમાન્ય નિર્ણય પણ થયેલ જણાતું નથી. આ પ્રકાશનમાં આગમ-પુરુષની પ્રતિકૃતિમાં જે કમે આગમેને ઉલ્લેખ કરાયો છે તે કમ સાથે મેળ રહે એ લક્ષ્યમાં રાખી મેં આગમોની રૂપરેખા આલેખી છે. આઠ દિવસમાં આ કાર્ય પૂરું કરવાનું હોવાથી યથેષ્ટ સાધનો નહિ મળી શકવાથી મૂળ અને એનાં વિવિધ વિવરણીનાં પરિમાણને નિર્દેશ કઈ કઈ પુસ્તકમાં જે જોવામાં આવ્યું તે પ્રમાણે અહીં કરાય છે. પ્રાકૃતજ્ઞ સંયમારાધક જૈનાચાર્ય શ્રીવિયે કસ્તૂરસૂરિજી મારા પ્રત્યે એકધારો નેહ રાખે છે, અને મારી સાહિત્ય-પ્રવૃત્તિમાં સદા સ્વાભાવિક રસ લે છે. એથી મેં એ સૂરિજીને આ પુસ્તક સાદ્યત તપાસી જવા વિજ્ઞપ્તિ કરી હતી. પરંતુ એમને પૂરતે સમય નહિ હોવાથી એ આ પુસ્તકનું વિહંગાવલોકન પૂરતી જ કૃપા કરી શક્યા છે. અહીંના આગમ-મંદિરમાંના આગમ-પુરુષને પરિચય મેં આ પૂર્વે આપ્યો છે તેમ આ પ્રકાશનગત “આગમ-પુરુષની પ્રતિકૃતિ વિષે પણ મારે છેડેક નિર્દેશ કરો એમ પ્રકાશક સંસ્થા તરફથી સૂચવાયું હોવાથી મેં એ કાર્ય કર્યું છે. આ પ્રકાશનના પ્રારંભમાં જે “પંચમંગલમહાસુખધ” બ્રાહ્મી લિપિમાં રજૂ કરી છે તેથી આજથી ચૌદ વર્ષ ઉપર– વિ. સં. ૧૯૯૬માં આ લિપિને અંગે જે કાર્ય કરવાની મેં “સમયજ્ઞ જૈનાચાર્ય શ્રીવિજયવિજ્ઞાનસૂરિજીને વિજ્ઞપ્તિ કરી હતી તે અંશતક ફલિત થતી જોઈ મને આનંદ થાય છે. સાંકડી શેરી, ગોપીપુરા, સુરત હીરાલાલ ૨ કાપડિયા વિજ્યાદશમી (તા. ૭-૧૦-૫૪) ( વિ. સં. ૨૦૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ પુક્તિ રે ૧૨ ૩ ૩ ૩ ૧ ' ૧૧ ૧૨ ૧૨ ૧૭ 2 2 2 2 १७ ૧૯ ૨૧ ૨૨ ૨૯ ૩૦ ૩. ૩૬ ૪૧ ૪૭ ૪૭ ૩ ૧૪ ર ૩ ૨૩ ૧૧ છ દ છે છ ૧૬ ८ ૨૨ ૧૨ ટ ૧૧ ૧૬ શુદ્ધિપત્ર અશુદ્ધ પુલિયા પ્રાયશ્રિતા નિસીહ. નિમ્નલિખત ચલાને આધ્યયના નિમ્નલિાખત ઉધૃત જન્ જન દીપાયન ૮૧૦ પુરુષના અહસ્પતિદત્ત આળખાવતા ઉદ્દેશીને શ્રેણિ કણિકન ચિહ્ન ચરિત્રનું પિંડનિજત્તિ શ્રત દેવલી ચલા ચલા શુદ્ધ ચૂલિયા પ્રાયશ્ચિત્તો નિસીત, ઇસા નિમ્નલિખિત ચૂલાને અધ્યયન નિશ્ચિખિત ઉત જૈન જૈન દીપાયન ૮૫૦ શ્ર્લોક આગમ-પુરુષન બૃહસ્પતિદત્ત ઓળખાવાતા ઉદ્દેશીને શ્રેણિ કૂણિકના ચૂર્ણિ ચરિત્રનું પિંડનિ′ત્તિ શ્રુતકેવલી ચૂલા ચૂલા Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ અશુદ્ધ ૫૦ ૧૪ મુદ્દત ૫૧ ૪૦ - મુહૂર્ત તપના ૩૬૦ પ્રકારે તેમજ કરણ જાણવાની રીત વિષે આ પ્રકીર્ણકમાં ઉલ્લેખ છે. પ્રકીર્ણક મન:પર્યવ દેવિંદ અર્જન ચૂર્ણિ ૫૮ ૬૦ ૩૦ પ્રકીર્ણક મન:પર્થવ દે વદરાય અજન ચર્ણિ ૮ ૧૪ ૨૧ અનુક્રમણિકા વિષય પૃષાંક જ ડુ ૧ – ૭ છે સમર્પણ પ્રકાશકીય નિવેદન શુદ્ધિપત્રક પ્રકરણ ૧ : પીઠિકા , ૨ : અગિયાર અંગે ૩ : બાર ઉપગે ૪ઃ ચાર (પાંચ) મૂલસૂત્ર » પ : છ છેદસૂત્રો , ૬ : દસ પ્રકીર્ણ કે ૭ : બે ચૂલિકાસૂત્ર આગમ-પુરુષની પ્રતિકૃતિ ૨૨-૨ ૧ – ૪ ૫ – ૨૦ ૨૧-૩૨ ૩૩–૪૧ ૪૨-૪૮ ૪-૫૬ પ૭–૧ દર-૬૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ जीवासिर चडायबाल गातट्रवण mahllow महानिसीहा कण ययार. जधास बारसगा lesbih प्रतापासट वाणहदसा 43कचालेया बिपागसुय 22.दाटूयाय कप्पवडिसिया पुफिया अस्तशक्याइयट्रसा १०.पण्हावागरण चंदपण्णत्ति निरयायलिया उपासगदसा ८.अबगडदसा सरपण्णचि जबुद्दीयपण्णति ५.विवाहएण्णति 29 5. जायाधम्मकला जीवाभिम. YOUTCUIT ३. ठाण. मनपरिण्णा. Weसंधारण चउसरण R४. समवाय ओववाइय ५.महापच्या मरणसमाहि रायपसोय १.आयार COMD गच्छायार २.स्य गड ३. गणिविना. १. ट्रेयिंदथय TULU आउरपच्चवरवाण.. र तलवेयालिय... (पीय १.नदा 1. अणुओगार. १. आयस्मयश्री २.उत्तरज्झयण. आगमपुरुष 3. दुसवेयालिय . ओहनिअत्ति संयोजक:-आचार्यश्री विजयकस्तरमूरिः प्र.श्री देशाईपोज जैन पेठी रास्त. Page #20 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગામે પ્રકરણ ૧: પીઠિકા ઉદ્દભવ–શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ઈ.સ. પૂર્વે પપ૭માં સર્વજ્ઞ બન્યા. બીજે દિવસે એમણે અગિયાર વેદમૂર્તિ બ્રાહ્મણોને દીક્ષા આપી. એમને “ગણધરની માનવંતી પદવીથી નવાજ્યા. એ સમયે તીર્થ સ્થાપતી વેળા મહાવીરસ્વામીએ એ અગિયાર ગણધરોને જૈન દર્શનની મહામૂલી ચાવીરૂપ ત્રિપદીને બધ કરાવતાં કહ્યું કે પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને એ ધ્રુવ (સનાતન) પણ છે. એ ગહન ભાવવાળી ત્રિપદીને લક્ષ્યમાં રાખીને એ સર્વે ગણધરેએ એક દ્વાદશાંગી રચી. તેમાં સૌથી પ્રથમ ચૌદ પુલ્વ (પૂર્વ)ની એમણે યેજના કરી. એ ચૌદ પૂર્વના સમૂહને “પૂર્વગત” કહે છે. આગમપુરુષના મસ્તકે સ્થાન પામેલા-એના મસ્તકરૂપ ગણાતા બારમા અંગ નામે દિક્િવાય (દૃષ્ટિવાદ)ના સૂત્ર, પરિકર્મ, પૂર્વગત, અનુયાગ અને ચૂલિકા એમ જે પાંચ વિભાગો ગણાવાય છે તેમાં પૂર્વગત’ મુખ્ય અને મહત્વનું સ્થાન ભોગવે છે. . પિસ્તાલીસ આગના છ વર્ગ–સુધર્મસ્વામી એ મહાવીરસ્વામીને પાંચમા ગણધર છે. એમણે જે દ્વાદશાંગી રચી તેને બહમાં બહું પહેલાં અગિયાર અંગ પૂરત જ ભાગ જળવાઈ રહ્યો છે. એને અનુલક્ષીને કાલાંતરે અન્ય આગમ રચાયા છે. એ પૈકી આજે ૧ આ વિષે વિશેષ માહિતી માટે જુઓ આહત આગમનું અવલોકન (૫. ૧૦ અને ૧૪–૧૬). Page #21 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમ [ પ્રકરણ લગભગ પાંચ વર્ષોથી ૧૧ અંગ, ૧ર ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્રને “પિસ્તાલીસ આગમ તરીકે ઓળખાવાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકણક અને ચૂલિકા એ આગમન પડાયેલા છ વર્ગનાં નામ છે. નામ–અંગે અસલ તે બાર હતાં, પરંતુ આસરે પંદરસો વર્ષથી બારમું અંગ નાશ પામ્યું છે એટલે અત્યારે પહેલાં અગિયાર અંગે જ મળે છે અને એ પણ બધાં પૂરાં મળતાં નથી. એનાં નામ નીચે મુજબ છે – (૧) આયાર, (૨) સૂયગડ, (૩).ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહપણુત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસગદસા, (૮) અંતગડદસા, (૯) આણુત્તરવવાઈયદસા, (૧૦) પાવાગરણ અને (૧૧) વિવાગસુય. ઉપગે એ તે તે અંગ સાથે એક યા બીજી રીતે સંકળાયેલાં હોવાનું મનાય છે. ઉપાંગે એકદર બાર છે. એનાં નામ નીચે પ્રમાણે છેઃ (૧) એવવાઈય, (૨) રાયપાસેણિય, (૩) જીવાભિગમ, (૪) પણવણ, (૫) સૂરપણુત્તિ, (૬) ચંદપષ્ણતિ, (૭) જ બુદ્દીવપણતિ, (૮) નિયાવલિયા, (૯) કલ્પવડિસિયા, (૧૦) પુસ્ફિયા, (૧૧) પુષ્ફચલિયા અને (૧૨) વહિદાસા. મૂલસૂત્રે સાચી શ્રમણતાના પાયાને મજબૂત કરે છે. એની સંખ્યા ચારની ગણાવાય છે. એમાં આવસ્મય, ઉત્તરજઝયણ, અને દસયાલિય એ ત્રણને તે સ્થાન અપાયું જ છે, પરંતુ ચોથા મૂલસૂત્ર તરીકે કેટલાક હનિજજુત્તિને તે કેટલાક પિંડનિ જુત્તિને નિર્દેશ કરે છે. વળી કઈ કઈ તે પખિયસુત્તને પણ સ્વતંત્ર મૂલસૂત્ર ગણે છે. તે કોઈ કોઈ એને આવસ્મયનું પેટાસૂત્ર ગણે છે. ૧ આના પરિચય માટે જુઓ આગમનું દિગ્દર્શન (પૃ. ૧૭૦). Page #22 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠિકા જૈન શાસન સ્યાદ્વાદ-મુદ્રાથી અંકિત છે. એટલે એમાં ઉત્સર્ગની સાથે સાથે અપવાદને પણ પ્રસંગાનુસાર સ્થાન હોય એ સ્વાભાવિક છે. છેદસૂત્ર એ એક અપવાનું અને પ્રાયશ્ચિતનું નિરૂપણ પૂરું પાડે છે. એની સંખ્યા છની દર્શાવાય છે. એ દ્વારા નિસીહ, કપ, વવહાર અને મહાનિસીહ એ પાંચ છેદસૂત્રે ઉપાંત છઠ્ઠા તરીકે પંચકલ્પ અનુપલબ્ધ બનતાં છયકમ્પને નિર્દેશ કરાય છે. મહાવીરસ્વામીના જીવનકાળ દરમ્યાન પ્રકીર્ણ કે બહુ મોટી સંખ્યામાં રચાયાં હતાં. આજે લગભગ ત્રીસ પ્રકીર્ણ ઉપલબ્ધ છે, પરંતુ એમાંથી નિમ્નલિખિત દસની જ પિસ્તાલીસ આગમાં ગણના કરાય છે – (૧) દેવિંદય, (૨) તંદુવેયાલિય, (૩) ગણિવિજા, (૪) આઉરપચ્ચખાણ, (૫) મહાપચ્ચખાણ, (૬) ગછાયાર, (૭) ભત્તપરિણ, (૮) મરણસમાહિ, (૯) સંથારગ અને (૧૦) ચઉસરણ. વિકાસૂત્ર બે છેઃ (૧) નંદી અને (૨) આણુએ ગદાર આમ એકંદર જે ૧૧-૧૨૬+૬+૧+૨=૪૭ આગમનાં નામે મેં રજૂ કર્યા છે તેને આપણે આગળ ઉપર વિચાર કરીશું. - વિવરણના વર્ગ–આગમને અંગે પાઈય (પ્રાકૃત)માં તેમજ સંસ્કૃતમાં જે જાતજાતનાં વિવરણ રચાયાં છે તેના ચાર વર્ગ પડાય છે – (૧ નિજજુત્તિ (નિર્યુક્તિ), (૨) ભાસ (ભાષ્ય), (૩) ચુણિ (ચુર્ણિ અને (૪) ટીકા. - આ ચારે વિસ્તારની દૃષ્ટિએ એકેકથી ચઢિયાતા છે. તેમાં નિક્તિ એ સૌથી સંક્ષિપ્ત વિવરણ છે. એને લક્ષ્યમાં રાખીને ભાષ્ય રચાયું છે. એ પ્રમાણે ચૂણિ અને ટીકા માટે સમજી લેવું. ૧ આ તેમ જ ઉત્સર્ગ માટે જુઓ આઈત દર્શન દીપિકા (પૃ. ૮૧૫-૮૧૦). Page #23 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમા [ પ્રકરણ નિયુક્તિ અને ભાષ્ય એ અને પ્રાકૃતમાં અને તે પણ પદ્યમાં આર્યાં' છંદમાં છે. નિી ભાષા મુખ્યતયા પ્રાકૃત છે. એમાં કાઈ કાઈ વાર અને ક્વચિત્ તે એક જ વાક્યમાં પણ સંસ્કૃતમાં લખા જોવાય છે. આ વિવરણ ગદ્યમાં છે. ૪] ટીકાની રચના માટે ભાગે સંસ્કૃતમાં અને તે પણ ગદ્યમાં છે. કાઈ કાઈ પ્રાચીન ટીકામાં કથાએ પ્રાકૃતમાં અપાયેલી જોવાય છે. દરેક દરેક આગમને અંગે નિયુક્તિ વગેરે ચારે પ્રકારનું વિવરણ રચાયું હોય. એમ જણાતું નથી અને એમ રચાયું હોય તે પણ આજે ઉપલબ્ધ નથી. ટીકાની વાત જુદી છે. આજે ઉપલબ્ધ થતી આઠ નિયુક્તિઓના કર્યાં શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી હાવાનું મનાય છે. એ હિસાબે આના રચનાસમય મેાડામાં મેડા વીરસંવત ૧૭૦ના એટલે કે ઈ. સ. પૂર્વે ૩૫૭ના ગણાય. આ આઠ નિયુક્તિથી નીચે મુજના આ આગમાને અંગેની એકેક નર્યુક્તિ સમજવાની છેઃ (૧) આયાર, (૨) આવસય, (૩) ઉત્તરજયણ, (૪) ૩૫, (૫) દસવેયાલિય (૬) દસા, (૭) વવહાર અને (૮) સૂયગડ.૧ પંચાંગી—મૂળ આગમ અને આ ચારે પ્રકારનાં વિવરણના સમૂહને ‘પ’ચાંગી’ કહે છે. પ્રત્યેક આગમ માટે આ સંજ્ઞા ચાજાય તેમ નથી. પરિમાણ—આજે જે આગમા તેમજ એના ઉપર્યુક્ત ચાર પ્રકારનાં વિવરણેા ઉપરાંત ગુજરાતીમાં ટખ્ખા કે મલાવમેધ રચાયેલા જેટલા મળે છે તેનું પૂર ૩૨ અક્ષરના એક શ્લાક ગણતાં લગભગ સાડા છ લાખ શ્લાક જેવડું થવા જાય છે. ૧ સૂરપત્તિ અને ઇસિભાસિયની નિન્નુત્તિ મળતી નથી, Page #24 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે પ્રકરણ ૨: અગિયાર અંગો (1) આયાર (આચાર) નામ–આ પ્રથમ અંગરૂપ આગમનાં અનેક નામ છે. તેમાંનું એક તે “વેદ” છે. અન્ય નામે તરીકે આકર, આશ્વાસ, આદર્શ, આશીર્ણ અને આમેક્ષ ગણાવવાં બસ થશે. વિભાગ–આ આગમ બે વિભાગમાં વિભક્ત છે. એ બંનેને તસ્કંધ' કહે છે. એ પ્રત્યેકના પેટાવિભાગને “અધ્યયન' કહે છે. અધ્યયનના “ઉદ્દેશક અને ઉદ્દેશકના “સૂત્ર” એમ એના પણ ભાગ છે. સૂત્ર એ નાનામાં નાનો ભાગ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ “બ્રહ્મચર્ય અને બીજાનું “આચારા છે. એ આચારાચની રચના કૃતસ્થવિરેએ કરેલી છે. પ્રથમ શ્રુતસ્કંધમાં અસલ તે નવ અધ્યયને હતાં. આજે હજારેક વર્ષોથી એનું “મહાપરિજ્ઞા” નામનું સાતમું અધ્યયન નાશ પામ્યું છે. બીજા શ્રુતસ્કંધમાં પહેલાં પાંચ ચલા હતી. કેટલાયે સૈકા થયા એ પાંચમી ચલાને પૃથક સ્થાન અપાયું છે. એ પાંચમી ચૂલા તે “નિસીહ નામનું છેદસૂત્ર છે. પહેલી ચાર ચૂલામાં અનુક્રમે ૧૭, ૭, ૧ અને ૧ એમ એકંદર સેળ અધ્યયને છે. વિષય–જૈનોનું સમગ્ર ધાર્મિક સાહિત્ય ચાર અનુગામાં વિભક્ત છેઃ (૧) દ્રવ્ય, (૨) ગણિત, (૩) ચરણકરણ અને (૪) ધર્મ(કથા). એમાં “ચરણકારણ” અનુયેગને આ આગમમાં વિશેષ સ્થાન અપાયું છે. એ દ્વારા આ આગમમાં મુનિવરેના આચાર વિષે—જૂના જમાનાના જૈન શ્રમણસંઘની જીવનચર્યા વિષે એટલે કે એમનાં આહાર, વિહાર, ભાષા, શય્યા, વસ્ત્ર, સ્થાન ઈત્યાદિ વિષે વિસ્તૃત નિરૂપણ છે. બૌદ્ધોના વિનયપિટક નામના આગમ-ધર્મગ્રંથ સાથે આ હકીકતે સરખાવવા જેવી છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમો [પ્રકરણ હિંસારૂપ શસ, લૌકિક સગપણ, સુખ અને દુઃખ, સાચી શ્રદ્ધા પૂર્વકનું સદ્વર્તન, યથાર્થ શ્રમણત્વ, ભાવના, મુક્તિને માગ તેમજ મહાવીરસ્વામીની ઘોર તપશ્ચર્યા અને એમની જીવનરેખા એમ વિવિધ બાબતે આ પ્રથમ અંગમાં આલેખાઈ છે. - કર્તા–પ્રથમ શ્રુતસ્કંધના કર્તા શતવણી સુધર્મસ્વામી છે. બાકીના અંગેના કર્તા તરીકે પણ આ પાંચમા ગણધરને ઉલ્લેખ કરાય છે ચૂલિકાઓનું નિર્યણ–પ્રથમ શ્રુતસ્કંધના ૧, ૨ અને ૫-૮ ક્રમાંકવાળાં અધ્યયનેને આધારે પહેલી ચાર ચૂલિકાઓને લગતી વિવિધ બાબતે રજૂ કરાઈ છે. આની વિસ્તૃત માહિતી આગમન દિગ્દર્શનના પૃ. ૪૧માં અપાઈ છે. શેલી–આ આગમને માટે ભાગ ગદ્યમાં રચાયેલું છે. બાકીના લગભગ ૧૫૦ પદ્યો છે. “ઉપધાનશ્રુત નામનું નવમું અધ્યયન સર્વાશે પદ્યમાં છે. પરિમાણ–આ આગમનું પરિમાણ ૨૫૫૪ શ્લોક જેવડું છે એમ મુદ્રિત કૃતિ જોતાં જણાય છે. સ્થાન–આ આગમની આગમ–પુરુષના જમણ ચરણને સ્થાને ચેજના કરાય છે. આમ આ આગમ તે આગમ-પુરુષનું જમણું ચરણ છે. વિવરણ-સાધના માર્ગનું વિશદ વર્ણન રજૂ કરનાર આ આગરા ઉપર શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીએ રચેલી મનાતી ૩૪૬ ગાથાની ૪૫૦ શ્લેક જેવડી નિયુક્તિ છે. વળી એના ઉપર કોઈકની ૮૩૦૧ શ્લેક જેવડી ચર્ણિ છે. વિશેષમાં અંગોના આદ્ય સંસ્કૃત ટીકાકર ૧ મુનિવર્ય ગંધહસ્તી એ આયાર ના પ્રથમ અધ્યયન નામે “શસ્ત્રપરિશ ઉપર અતિશય ગહન વિવરણ છે. એ સંસ્કૃતમાં હોય તે પણ આ તે અપ્રાપ્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીજું ] અગિયાર અગા [ ૭ શીલાંકસૂરિની ૧૨૦૦૦ શ્ર્લાક જેવડી સંસ્કૃતમાં ટીકા છે. એના રચના-સમય તરીકે ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. તેમાંના એક તે શકસ વત્ ૭૯૮ એટલે કે વિ. સ. ૯૩૩ છે. (૨) સૂયગડ (સૂત્રકૃત)— નામ—આ આગમના પણ આયારની જેમ વિવિધ નામેા છે. જેમકે સૂતગડ, અને મૃત્તકડ. વિભાગ—મ આગમમાં બે શ્રુતસ્કધ છે. પહેલામાં સાળ અને બીજામાં સાત અધ્યયના છે. પ્રથમ શ્રુતસ્ક’ધને ‘ગાથાષોડશક’ કહે છે. ખીજાનું આવું કાઈ વિશિષ્ટ નામ જણાતું નથી. પદ્યાત્મક અ’શ—સૂયગડના મોટા ભાગ પદ્યમાં છે. આ આગમમાં ૮૨ ગદ્યાત્મક સૂત્રેા છે અને ૭૩ર પદ્યો છે. પ્રથમ શ્રુતસ્કંધનાં પહેલાં પદરે આધ્યયના અને બીજાનાં પાંચમા અને છઠ્ઠા અધ્યયના સર્વાંશે પદ્યમાં છે. બીજું' અધ્યયન વૈતાલીય' છંદમાં છે અને આ અધ્યયનનુ' નામ પણ આ છે. પંદરમું અધ્યયન શંખલાબદ્ધ યમકથી અલંકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધનુ સેાળખું અધ્યયન ‘સામુદ્રક’ છંદમાં હાવાના આ સૂયગડની નિયુક્તિમાં ઉલ્લેખ છે, પરંતુ એની મુદ્રિત આવૃત્તિઓમાં તેા એ ગદ્ય તરીકે જોવાય છે. વિષય—સ્વસમયના સિદ્ધાંતાનું સ્થાપન અને પરસમયના સિદ્ધાંતનું નિરસન એ આ આગમના મુખ્ય સૂર છે. આને લઈને તે આપણને આમાં જાતજાતનાં યાદોનુ નિરૂપણ જોવા મળે છે. જેમકે પંચમહાભૂતિકવાદ. એકાત્મકવાદ, રૂતજીવ-તચ્છરીરવાદ, અકારકવાદ (સાંખ્ય મત), પઆત્મષšવાદ, પંચક ધવાદ (ઔદ્ધ ઉત્પત્તિ. ૨ આત્માની સંખ્યા એકની જ કર્મના કર્તા કે ભોક્તા નથી. પંચ ૧ પાંચ મહાભૂતાથી જીવન ૩જીવ તે જ શરીર છે. મહાભૂતાથી પૃથક આત્માની સત્તા. Page #27 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ ગમે [પ્રકરણ મત), નિયતિવાદ, જગત્પત્તિવાદ, લોકવાદ, ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાન, અવિનય અને હસ્તિતાપસવાદ. આ આગમમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે – કર્મનું વિદ્યારણ, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો, કામિનીની આસક્તિથી કર્થના, નારકેની વેદના, સાચા બ્રાહ્મણના ગુણો મહાવીરસ્વામીની ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણ પૂર્વકની હૃદયંગમ સ્તુતિ, મુક્તિ માટેનાં કુશીલાનાં આચરણોની-અજ્ઞાનકષ્ટની આલેચના, સાચી વીરતા, યથાર્થ ધર્મ, સમાધિ, મોક્ષને માર્ગ, સાચા શમણે, પરિગ્રહને નાશ, શિષ્યને ધર્મ, વિજયવાદ (અનેકાન્તવાદ)ને આશ્રય, સંયમ-ધર્મને સાર, પુંડરીકનું અદ્ભુત રૂપક, તેર કિયાસ્થાન, આહારની ગવેષણા, પ્રત્યાખ્યાનની આવશ્યક્તા, સદાચારઘાતક મંત નું નિરસન, આદ્રકુમારને અધિકાર તેમજ ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી અને પેઢાલ પુત્રને વાદવિવાદ. પરિમાણ–આ આગમ ર૧૦૦ લેક જેવડ છે. રથાન–દવ્ય અનુગને મુખ્યતયા પ્રતિપાદન કરનારે આ આગમ પુરુષને ડાબે પગ છે. વિવરણ–આ આગમ ઉપર ર૦૫ ગાથાની ર૬૫ શ્લેક જેવડી નિયુક્તિ છે તેમજ કેઈકની ૯૦૦ લેક જેવડી ચર્ણિ પણ છે. વિશેષમાં આયારના ટીકાકાર શીલાંકસૂરિની વિદ્વત્તાભરી ૧૨૮૫૦ શ્લેકની વૃત્તિ છે. આ વૃત્તિમાં પાંચ “આતર્ય–પાપ” વિષે વિચારણા કરાઈ છે. વળી આ વૃત્તિમાં બ્રાહ્મણને ડિડ અને વણિકને કિરાટ' કહ્યા છે. વિશેષમાં આ વૃત્તિમાં એક હાલરડે અપાયું છે. ૧-૪ આના અનુક્રમે ૧૮૦, ૮૪, ૬૭ અને ૨ પ્રકારે છે. આને ૩૬૩ મત’ કહે છે, - -- - - --- ---- - -- - Page #28 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે [ ૯ (૩) ઠાણ (રસ્થાન) વિભાગ–આ આગમ દસ વિભાગમાં વિભક્ત છે. એ દરેકને “સ્થાન” તેમજ “અધ્યયન' પણ કહે છે. કેટલાંક સ્થાનને ઓછાવત્તા ઉ°શક છે અને પ્રત્યેક ઉદ્દેશકમાં ઓછાવત્તાં સૂત્ર છે. આ આગમમાં બધાં મળીને ૭૮૩ સૂત્ર છે. વિષય–સંખ્યાની દૃષ્ટિએ પદાર્થોના વર્ગીકરણને લક્ષ્યમાં રાખી આ આગમની તેમ જ સમવાયની રચના કરાઈ છે. આ પદ્ધતિએ બૌદ્ધોના અંગુત્તરનિકાય (અંકેત્તરનિકાય) નામના ધાર્મિક ગ્રંથની રોજના કરાઈ છે. મહાભારતમાં અષ્ટાવકે એકથી હેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવ્યા છે. પ્રસ્તુત આગમમાં સૌથી પ્રથમ એકની સંખ્યાવાળા પદાર્થોને, ત્યાર બાદ બલ્બની સંખ્યાવાળાને અને એ રીતે છેવટે દસ દસની સંખ્યાવાળા પદાર્થોને ઉલેખ કરાય છે. દા. ત. સાત સાત પદાર્થો ગણાવતી વેળા સાત ન, સંગીતના સાત સ્વરો અને એનાં સ્થાન, ગ્રામ અને મૂચ્છના, સાત સમુઘાત અને સાત નિહ્નોને નિર્દેશ કરાવે છે. એવી રીતે આઠ વિભક્તિઓને અને મહાવીરસ્વામી પાસે દીક્ષા લેનારા આઠ રાજાને ઉલ્લેખ છે. વળી સત્યના, ગણિતના અને આશ્ચર્યના દસ દસ પ્રકારને પણ આ આગમમાં સ્થાન અપાયું છે. પ્રસંગાવશાત્ “વાસુદેવ કૃષ્ણ ત્રિીજે નરકે ગયેને અને ૧૮ પાપસ્થાનકને તેમ જ ધ્યાનના ભેદ-પ્રભેદે વિષે આ આગમમાં ઉલ્લેખ છે. કેટલીક વાર આ આગમમાં સુંદર દષ્ટાંતો જોવાય છે. વિશેષમાં આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચને સૂ૪૪૧માં પ્રમાણ તરીકે નિર્દેશ છે. સંકલન-સમય–આ આગમમાં ઈ. સ. પ૭માં થયેલા સાતમા શિવનો ઉલ્લેખ છે, પરંતુ આઠમા નિહવ તરીકે દિગબરને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] પિસ્તાલીસ આગમો [ પ્રકરણ ઉલ્લેખ નથી. એ ઉપરથી આ આગમની રચના-સંકલના મેડામાં મેડી ઈ. સ. ૮૦ કે ૮૩ની ગણાય. પરિમાણ–વિવિધ વ્યાવહારિક બાબત ઉપર પણ પ્રકાશ પાડનાર આ આગમ માટે ભાગે ગદ્યમાં રચાયેલો છે અને એ ૩૭૦૦ કલેક જેવો છે. સ્થાન–આ આગમ-આગમ પુરુષની જમણી જંઘા (ધૂરીથી ઘૂંટણ સુધીનો ભાગ) છે. વિવરણ–આ આગમ ઉપર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણ હોય. એમ જાણવામાં નથી. આથી નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિની ૧૪૨૫૦ શ્લોક જેવડી અને વિ. સં. ૧૧૨૦માં રચાયેલી વૃત્તિથી જ વિવરણના શ્રીગણેશ મંડાયા એમ કહેવું ઉચિત જણાય છે. ય—વિ. સં. ૧૬૯૫માં વિદ્યમાન અને ર૭ સૂત્રો (આગમ ઉપર ગુજરાતીમાં ટમ્બા-બાલાવબોધ રચનારા ધર્મસિંહે ઠાણન તેમજ વિવાહપત્તિનાં યંત્ર રચ્યાં છે. (૪) સમવાય નામ અને વિભાગ–મોટે ભાગે ગદ્યાત્મક એવા આ આગમન આ નામ પાકૃત તેમજ સંસ્કૃતમાં એકસરખું છે. આ આગમને સમાય પણ કહે છે. એમાં અધ્યયન કે ઉદ્દેશક જેવા કેઈ વિભાગે નથી. એમાં ૧૬૦ સૂત્ર છે. વિષય એકથી સે સુધીની સંખ્યાવાળા પદાર્થોના નિરૂપણી શરૂઆત કરી ૧૫૦, ૨૦૦ એમ ૫૦૦ સુધીની, પછી ૬૦૦, ૭૦ એમ ૧૧૦૦ સુધીની, ત્યાર બાદ ર૦૦૦, ૩૦૦૦ એમ ૧૦૦૦૦ સુધીની ત્યાર પછી એક લાખ, બે લાખ એમ દસ લાખ સુધીની અને પછી એક કોડની અને આખરે એક કટાકેટિ સાગરોપમની સંખ્યાવાળી પદાર્થોને અહીં ઉલ્લેખ છે. આમ ૧૩૨ સૂત્રે સુધીની રચના છે Page #30 -------------------------------------------------------------------------- ________________ ખીજુ ] અગિયાર અગા [ ૧૧ ત્યાર બાદ દ્વાદશાંગીના પરિચય અપાયા છે. વિશેષમાં કુલકશ અને ૬૩ શલાકાપુરુષા વિષે કેટલીક હકીકતા તેમજ ખગાળ સંબંધી કેટલાક છુટાછવાયા ઉલ્લેખા અહીં જોવાય છે. પરિમાણ——૧૯૬૭ શ્લાક જેવડા આ આગમ છે. સ્થાન—આ આગમને આગમપુરુષની ડાખી જઘા તરીકે ઓળખાવાય છે. વિવરણ—આ આગમ ઉપર નવાંગી૰ અભયદેવસૂરિની વિ. સ. ૧૧૨૦માં રચાયેલી ૩૫૭૫ શ્ર્લાકની વૃત્તિ છે. આકી આ આગમ ઉપર નિયુક્તિ ભાષ્ય કે ચણ નથી. (૫) વિવાહપણત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)— નામ—આ પાંચમા અંગના ઉપર્યુંક્ત પાકૃત નામનાં વિવિધ સંસ્કૃત સમીકરણા છે. જેમકે વિવાહપ્રાપ્તિ અને વિખાધપ્રજ્ઞપ્તિ. ‘પત્તિ’ જેવા ટૂંકા નામે ઓળખાવાતા આ આગમનું ‘ભગવતીસૂત્ર' એવું નામ વિશેષ પ્રચારમાં આવ્યું છે. વિભાગ—આ આગમના ૪૧ વિભાગો છે, એ દરેકને ‘શતક’ કહે છે. એના પેટાવિભાગને ‘ઉદ્દેશક’' કહે છે. એકંદર ૧૯૨૩ ઉદ્દેશક છે. આ અંગમાં સા કરતાં વધારે અધ્યયના, ૧૦૦૦ ઉદ્દેશક, ૩૬૦૦૦ વ્યાકરણ (પ્રશ્નો) અને ૮૪૦૦૦ પટ્ટો હતાં પણ આજે તા આ તમામ ખાખતા આ પ્રમાણેની જોવાતી નથી. પ્રશ્નો—આ અંગમાં મુખ્ય પ્રશ્નકાર તા અગ્નિભૂતિ, વાયુભૂતિ, મતિપુત્ર, માકદીપુત્ર, રાહુ, જયંતી (શ્રાવિકા) અને કેટલીક અજૈન વ્યક્તિઓ છે. માકદીપુત્રના પ્રશ્નને ઉત્તર ગાયમને સોધીને અપાયા છે; પણ પણુવામાંથી આ ઉત્તર ઉષ્કૃત થવાથી આમ અન્યાનું આ આગમની ટીકામાં અભયદેવસૂરિ કહે છે. ૧ શતક ૩૩-૪ના મુખ્ય ભાગાને અંતર-શતક' કહે છે. અને એ અતર-શતકના પેટાભાગાને ઉદ્દેશક' કહે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] પિસ્તાલીસ આગામે [ પ્રકરણ વિષય–નમસ્કારમંત્રનાં પાંચ પદેથી શરૂ થતા અને ત્યાર બાદ “બ્રાહ્મી લિપિને નમસ્કારપૂર્વક રચાયેલા આ આગમમાં વિષયેનું વૈવિધ્ય છે. એમાં જીવાદિ છ પદાર્થો, કર્મ– સિદ્ધાંત વગેરેને લગતી જાતજાતની દાર્શનિક બાબતે ચર્ચાઈ છે. સપ્તભંગી અને સ્યાદ્વાદની મૌલિક વિચારણા કરાઈ છે. ગાંગેયના ભાંગા જે ગણિતને વિષય પણ આલેખાય છે. દેવ અને નારકનું સ્વરૂપ વિચારાયું છે. “મહાશિલાકટક” અને “રથમુસલ' સંગ્રામને લગતી, વિજ્ઞાન, ખગોળ અને ભૂગોળ સંબંધી તેમજ કુતૂહલ જનક હકીક્ત પણ જોવાય છે. પાર્ધાપ, અજ્ઞાન–તપસ્વી તામલિ તાપસ (ઉત્તરભવ ઈશાન ઈન્દ્ર). પરિવ્રાજક સ્કંદક, જમાલિ, ગોશાલક વગેરેનાં ચરિત્ર પણ અપાયાં છે. ટૂંકમાં કહું તે જન ધર્મના અભ્યાસ માટેનું આ અજોડ પરંતુ ગહન સાધન છે. એક રીતે આમાં ચારે અનુગને ઓછેવત્તે અંશે સ્થાન અપાયું છે. જન જનતા આ આગમ પ્રત્યે અસાધારણ આદરભાવ સેવે તે સ્થાને છે. સંકલના–મુખ્યતયા ગદ્યમાં રચાયેલો આ આગમ મૂળ સ્વરૂપે આજે ઉપલબ્ધ નથી, કિન્તુ વીરસંવત ૯૮૦ કે ૪માં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે આગમનું લિપિબદ્ધ કરવાનું જે મહાભારત કાર્ય–આગમના પુસ્તકાહણનું મહત્ત્વનું કાર્ય કરાયું તે વેળા વિવિધ આગમની જે સંકલન કરાઈ તેને આ અનુરૂપ છે. આથી તે આમાં કાલાંતરે રચાયેલા આગમની ભલામણ કરાયેલી જોવાય છે. પરિમાણુ–આ આગમનું પરિમાણ ૧૫૭૫૧ શ્લોક જેવડું છે. સ્થાન–આ આગમ આગમ–પુરુષની જમણ સાથળ (જાંઘ) ગણાય છે. વિવરણ–આ આગમ ઉપર ૩૧૧૪ કલેક જેવડી ચૂર્ણિ રચાચેલી છે, પણ એ હજી સુધી અપ્રસિદ્ધ રહેવા પામી છે. નવાંગી અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૮માં આની ૧૮૬૧૬ શ્લેક જેવી Page #32 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે [ ૧૩ મહાકાય વૃત્તિ રચી છે. વ્યાખ્યાવિશારદ મલયગિરિરિએ પણ અમુક શતક ઉપર વૃત્તિ રચી છે, પણ એ ઉપલબ્ધ હોય તે પણ અપ્રકાશિત છે. (૬) નાયાધમકહા (જ્ઞાતાધર્મકથા) વિભાગ-ધર્મ(કથા' નામના અનુયાગના નિરૂપણરૂપ અને મુખ્યતયા ગદ્યમાં રચાયેલે આ આગમ બે કુતસ્કંધમાં વિભક્ત છે. પહેલાનું નામ “નાય” (જ્ઞાત) અને બીજાનું ધમ્મકહા” (ધર્મકથા) છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયને છે. બીજાના પિટાવિભાગને “વર્ગ” કહે છે અને એની સંખ્યા દસની છે. દરેક વર્ગને ઓછોવત્તાં અધ્યયને છે. દસ વર્ગનાં અધ્યયનેની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે – ૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩, ૪, ૪, ૮ અને ૮. આમ સમસ્ત વર્ગનાં અધ્યયનની સંખ્યા એકંદર ૨૧૬ છે. આ આગમમાં બધાં મળીને ૧૫૯ સૂત્રો છે. નામ- આ આગમનાં સંસ્કૃતમાં “જ્ઞાતધર્મકથા” અને “જ્ઞાતૃ– ધર્મકથા” એવાં પણ નામ છે. વિશેષમાં આ નામનાં વિવિધ અર્થે કરાયા છે – (૧) ઉદાહરણ દ્વારા જેમાં ધર્મ કહેવા છે તે. (૨) દષ્ટાંત કે દાબ્દન્તિકને જણાવે તે “જ્ઞાત અને અહિંસાદિક 'ધર્મની કથા તે “ધર્મકથા. પ્રથમ શ્રુતસ્કંધમાં “જ્ઞાત” અને બીજામાં “ધર્મકથા” છે. (૩) જ્ઞાતરૂપ મુખ્યતાવાળી ધર્મકથાઓ. (૪) ઉદાહરણની મુખ્યતાવાળી ધર્મકથાઓ. (૫) જ્ઞાતપુત્રે એટલે કે મહાવીરસ્વામીએ કહેલી કથાઓ. સાડા ત્રણ કરોડ કથા-સમવાય અને નદીમાં આ આગમન પરિચય આપતાં કહેવાયું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં છેલ્લાં નવે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] પિસ્તાલીસ આગ [ પ્રકરણ અધ્યયન પૈકી પ્રત્યેકમાં ૫૪૦ આખ્યાયિકા છે, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે, અને પ્રત્યેક ઉપાખ્યાયિકામાં પ૦૦ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ એકંદર ૯૪૫૪૦૪૫૦૦૪ ૫૦૦=૧,૨૧,૫૦,૦૦૦૦૦ (એક અબજ અને સાડી એકવીસ કરોડ) આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. બીજા ગ્રુતસ્કંધના દસે વર્ગો પૈકી પ્રત્યેકમાં ૫૦૦ આખ્યાયિકા, એકેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકા અને એકેક ઉપાખ્યાયિકામાં ૫૦૦ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ આની સંખ્યા એક અબજ ને પચ્ચીશ કરેડની થાય છે. પહેલાં શ્રતસ્કંધની આખ્યાયિકાદિનાં લક્ષણ સમાન હોવાથી એક અબજ અને સાડી એકવીસ કરેડની સંખ્યા આ એક અબજ અને પચ્ચીસ કરેડમાંથી બાદ કરતાં સાડા ત્રણ કરોડ રહે છે. આજે તે આટલી મોટી સંખ્યામાં કથાઓ આ આગમમાં મળતી નથી. વિષય–કી વાર્તાના ઉત્તમ નમૂનારૂપ આ આગમમાં આજે જે કથાઓ મળે છે એમાંથી કેટલીક ખરેખર બનેલી (ચરિત) છે તે કેટલીક ઉપજાવી કાઢેલી (પિત છે). એને વિષય ઇન્દ્રિયનો વિજય, સંયમ, વૈરાગ્ય વગેરે છે. પ્રથમ શ્રતસ્કંધમાં નિમ્નલિખિત વ્યક્તિઓને જીવનવૃત્તાંત એ છેવત્તે અંશે આલેખાયે છે – મેઘકુમાર (એને હાથી તરીકે પૂર્વ ભવ), ધન્ય શેઠ અને વિજય ચાર, સ્થાપત્યા પુત્ર (થાવસ્થાપત્ત), શૈલક રાજર્ષિ, દ્રૌપદી (પૂર્વ ભવ અને હરણ), સુંસુમાં, પુંડરીક અને કંડરીક, મલ્લિનાથ (૧૯મા તીર્થંકર), માર્કદીના બે પુત્રે, નંદ મણિયાર (દેડકા તરીકે ભવ) અને પ્રધાન તેટલીપુત્ર. ઉપનયની દૃષ્ટિએ નીચે મુજબની કથાઓને અહીં સ્થાન અપાયું છે – Page #34 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે [ ૧૪ મેરનાં ઇંડાં, બે કાચબા, તુંબડું, ડાંગરના પાંચ દાણા, ચન્દ્ર, હાવદ્રવ” નામનું વૃક્ષ, જળનું ઉદાહરણ, નંદીફળ અને કુલીન ઘેડે. બીજા શ્રુતસ્કંધમાં ચમર, સૂર્ય, ચન્દ્ર વગેરેની અગ્રમહિષીએની–પ૬ ઈન્દ્રોની ૨૦૬ પટ્ટરાણીઓના પૂર્વ ભવની હકીક્ત વર્ણવાઈ છે. પરિમાણ આ આગમનું પરિમાણ ૫૪પ૦ શ્લેક જેવડું છે. સ્થાન–આ આગમને આગમ-પુરુષની ડાબી જાંઘ તરીકે ઓળખાવાય છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ વિ. સં. ૧રમાં ૩૮૦૦ શ્લોક જેવડી વિવૃતિ રચી છે. (૭) ઉવાસદસા (ઉપાસકદશા) વિભાગ–અધર્મ (કથા' નામના અનુગથી વિભૂષિત આ આગમમાં દસ અધ્યયન છે. એમાં ૫૯ સૂત્ર છે. વિષય-મહાવીરસ્વામીના નિમ્નલિખિત દસ મહા શ્રાવકેના ગૃહસ્થાશ્રમની આછી રૂપરેખા આ આગમમાં આલેખી સંચમ તરફનું એમનું વલણ દર્શાવાયું છે – (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલની પિતા, (૪) સુરદેવ, (૫) શુલ્લશતક, (૬) કેલિક, (૭) કુંભાર સાલપુત્ર, (૮) મહાશતક, (૯) નંદિની પિતા અને (૧૦) શાલિહિપિતા. વિશેષમાં પ્રસંગવશાત્ આ આગમમાં શ્રાવકનાં બાર વતે અને એ દરેગ્ના અતિચારેનું નિરૂપણ છે. વળી અહીં પિશાચનું તાદશ - ૧ ભવનપતિના ૨૦, વ્યંતરના ૧૬, વનવ્યંતરના ૧૬, તિષ્ઠા મી સૂર્ય અને ચન્દ્ર અને વૈમાનિકમાંથી પહેલા બે કલ્પના બે એમ ૫૬ થાય છે. W ૨ “સદ્દાલ” એ દેસિય (દેશ્ય) શબ્દનો અર્થ “નપુર” થાય છે, પણ અહીં એ પ્રસ્તુત હોય એમ જણાતું નથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] પિસ્તાલીસ આગમે [પ્રકરણ અને વિસ્તૃત વર્ણન અપાયું છે. આ ઉપરાંત આજીવિક સંપ્રદાય, નિયતિવાદ અને ગોશાલકે મહાવીરસ્વામીને મહાબ્રાહ્મણ, મહાપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિર્ધામક તરીકે કરેલા નિર્દેશ વિષે કેટલીક બાબતે રજૂ કરાઈ છે. પરિમાણુ–૮૧૨ શ્લોક જેવડે આ આગમ છે. સ્થાન––આગમ-પુરુષના નીચલા ગાત્રાર્ધ (નાભિ) તરીકે આ આગમને નિર્દેશ કરાય છે. વિવરણ–આ આગમ ઉપર ૮૦૦ કલેક જેવડી નવાંગી. અભયદેવસૂરિની નાનકડી વૃત્તિ છે. (૮) અંતગડદસા (અંતકૃદ્રા) વિભાગ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલે આ આગમ આઠ. વર્ગમાં વિભક્ત છે. એ દરેક્ના ઓછાવત્તા ઉદ્દેશક છે. બધા મળીને ૯૨ ઉદ્દેશક છે. અહીં ઉદ્દેશો અર્થ “અધ્યયન કરવાનું છે. સમવાય પ્રમાણે તે આ આગમમાં સાત વર્ગ હતા. વિશેષમાં ઠાણ અને સમવાયના કથન મુજબ આમાં દસ જ અધ્યયન હતાં. વળી ઠાણમાં જે દસ અધ્યયનનાં નામ છે એમાંથી એકે નામ આ ૯૨ અધ્યયા નેમાંથી એકેના નામ તરીકે જણાતું નથી, પરંતુ એમાંનાં કેટલાં નામ તે નવમા અંગનાં અધ્યયનનાં નામે તરીકે જોવાય છે. આ ઉપરથી એમ લાગે છે કે આઠમું અંગ મૂળ સ્વરૂપે જળવાઈ રહ્યું નથી આ આગમમાં ર૭ સૂત્ર છે. વિષય–સંસારનો અંત આણી જેઓ અંત સમયે કેવલજ્ઞાન પામી અંતર્મુહૂર્તમાં મેક્ષે ગયા હોય તેમને અંતકૃત (કેવલી) કો છે. આવા કેટલાક મહાનુભાનાં ઉદાત્ત ચરિત્રે આ આગમ આલેખાયાં છે. ના છે, Page #36 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે તારવતી' (દ્વારકા)ના વર્ણનથી શરૂ થતા આ આગમમાં વાસુદેવ કૃષ્ણનાં પત્ની, પુત્ર વગેરેની સંખ્યા દર્શાવાઈ છે. વળી સજા અધકવૃષ્ણિની રાણી ધારિણીના પુત્ર બાલબ્રહ્મચારી (બાવીસમાં તીર્થકર) નેમિનાથ પાસે દીક્ષા લઈ બાર ભિક્ષુપ્રતિમાનું પાલન કરી ગુણરત્નસંવત્સર' તપ કરી શત્રુંજય ગિરિએ જઈ અનશન કરી મણે ગયા એ બાબત અહીં વર્ણવાઈ છે. નાગની પત્ની સુલસા તેમજ દેવકીના છ પુત્ર વિશે પણ આ કારને ઉલ્લેખ છે. દસ યાદવકુમારો અંતકૃત-કેવલી થયા તે વાત તેમજ કૃષ્ણની આઠ પટરાણીઓ અને એમના પુત્ર સાંબની બે પત્ની મેક્ષે ગયાં એ વિષે અહીં માહિતી અપાઈ છે. - આ ઉપરાંત દ્વારવતી ને દીપાયનને હાથે નાશ, અર્જુનમાલી અને મુગર યક્ષ, અતિમુક્ત મુનિ, અલક્ષ રાજાની દીક્ષા તેમજ શ્રેણિકની ૨૩ રાણીઓએ કરેલી તપશ્ચર્યા એ બાબતેને પણ અહીં સ્થાન અપાયું છે. પરિમાણ—લગભગ ૮૫૦ જેવડું આ આગમનું પરિમાણ છે. સ્થાન–આ આગમને પુરુષના દ્વિતીય ગાત્રાધ (વક્ષસ્થળ) તરીકે ઓળખાવાય છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગીર અભયદેવસૂરિનું ૪૦૦ લૅક જેવડું લઘુ વિવરણ છે. ૯) અણુત્તવવાદસા (અનુત્તરેપપાતિકદશા)– વિભાગ–ગદ્યમાં રચાયેલા આ આગમ ત્રણ વર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે દસ, તેર અને દસ એમ એકંદર ૩૩ અધ્યયન છે. ઠાણ અને સમવાય પ્રમાણે તે આ આગમમાં દસ અધ્યયન છે. હળી કાણમાં દસ અધ્યયનનાં નામ અપાયાં છે. તેમાંનાં ત્રણ નામ બીજા વર્ગનાં અધ્યયનનાં છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] પિસ્તાલીસ આગમે [ પ્રકરણ વિષય- શ્રેણિક નરેશ્વરની ધારિણી રાણના સાત પુત્રે, ચેલૈણા રાણીના બે પુત્ર અને નંદા રાણીના એક પુત્ર (અભયકુમાર) એમાં આ દસ પુત્રએ નિર્ગશિરોમણિ મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ રૂડી રીતે એ પાળી કાળ કરી “અનુત્તર” વિમાનમાં ઉત્પન્ન થયા એ બાબત વર્ણવાઈ છે. વિશેષમાં ઘન્ય મુનિને અધિકાર છે. એમની તીવ્ર તપશ્ચર્યાની પ્રશંસા ખુદ મહાવીરસ્વામીએ કરી હતી. એમનું શરીર તપશ્ચર્યાન લઈને તદ્દન હાડપિંજર જેવું બની ગયું હતું એનું અહીં આબેહૂબ વર્ણન કરાયું છે. પરિમાણ—આ આગમનું પરિમાણ ૧૨ શ્લેક જેવડું છે. સ્થાન- આ આગમને આગમપુરુષના જમણા બાહુ તરી ઓળખાવાય છે. વિવરણ–આ આગમ ઉપર ૧૦૦ શ્લેક જેવડી લઘુ વૃત્તિ નવાંગી. અભયદેવસૂરિએ રચી છે. (૧૦) પહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ)– વિભાગ–આ ગદ્યાત્મક દસમા અંગના બે વિભાગો છે . દરેકને “દ્વાર” કહે છે. પહેલાનું નામ “આશ્રદ્વાર અને બીજાનું સંવરદ્વાર” કહે છે. આ દરેકમાં પાંચ પાંચ અધ્યયન છે. વિષય–પ્રશ્ન અને તેનું સ્પષ્ટીકરણ એમ આ આગમન નામને શબ્દાર્થ છે. નંદી પ્રમાણે આ નામના આગમમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયે તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓ સાથે મુનિઓની વાતચીત એ બાબતને સ્થાન છે. આજે વિદ્યાઓ, મંત્ર અને અતિશને લગતી હકીકત ઉપલબ્ધ આગમમાં નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ વિષે પ્રથમ દ્વારમાં અને પાંચ મહાવ્રતો વિષે દ્વિતીય દ્વારમાં નિરૂપણ છે. તેમ કરતી વેળા હિંસાથી પરિગ્રહ સુધીનાં પાંચે અત્રનાં ત્રીસ ત્રીસ નામ અને અહિંસાનાં સાઠ નામે રજૂ કરાયાં છે. વિશેષમાં પાંચે મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓને પણ વિચાર કરાયેલ છે. પરિમાણ–આ આગમ ૧૩૦૦ લોક જેવડે છે. સ્થાન–આ આગમને આગમપુરુષના ડાબા બાહુ તરીકે ઓળખાવાય છે. - વિવરણ આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ પ૩૩૦ લેક જેવડી વિવૃતિ રચી છે. (૧૧) વિવાગસુય (વિપાશ્રુત) વિભાગ-ધર્મકથા)” અનુયેગના નિરૂપણરૂપ આ ગદ્યાત્મક આગમમાં બે શ્રુતસ્કંધ છે. પહેલાનું નામ “દુઃખ-વિપાક અને બીજાનું “સુખ-વિપાક છે. આ પ્રત્યેક વિભાગમાં દસ દસ અધ્યયન છે. બીજો શ્રતસ્કંધ પહેલાની અપેક્ષાએ ઘણે નાનો છે. ઠાણમાં દસ અધ્યયનમાં વિભક્ત જે કમ્મવિવાગદાને ઉલ્લેખ છે તે જ પ્રથમ શ્રુતસ્કંધ હોય એમ લાગે છે. ' વિષય-પ્રથમ શ્રુતસ્કંધમાં નિમ્નલિખિત દસ પાપીઓને પૂર્વ ભવ આલેખાય છે. (પૂર્વ ભવને નિર્દેશ કૌસ દ્વારા હું (૧) અપંગતાને અવતાર મૃગાપુત્ર (સૂ), (૨) ઊંઝિતક (જાનવર પડનાર), (3) ચોર અભસેન ઇંડાને વેપારી), (૪) શકટ (ભરવાડ, (૫) બહસ્પતિદત્ત (પુરોહિત), (૬) નંદિષણ (ગુપ્તિપાલ), (૭) ઉબરદત્ત વૈદ્ય), (૮) માછી શૌકિદત્ત (રસેઈઓ), ૯) રાણી દેવદત્તા (રાજા) અને (૧૦) રાણી અંજૂ (ગણિકા. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦) પિસ્તાલીસ આગમે આ પૈકી કેટલીક વ્યક્તિ નારક પણ બની છે. આમાં પ્રસંગવશાત્ ગણિકાનું અને કારાગૃહનું સચોટ વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં રાજકુમાર સુબાહુ મહાવીરસ્વામીને ઉપદેશ સાંભળી બાર વતે લે છે એ વાત તેમજ પૂર્વ ભવમાં એણે સુદત્ત મુનિને અન્નપાન વડે સત્કાર કર્યો હતે એ વાત રજૂ કરાઈ છે. ટૂંકમાં કહું તે અશુભ કર્મના કટુ વિપાકને અને શુભ કર્મના સુખદ વિપાકને લગતાં રોમાંચક દૃષ્ટાંત અહીં અપાયાં છે. પરિમાણુ–આ આગમ ૧૨૫૦ શ્લેક જેવડે છે. સ્થાન—આ આગમને આગમ-પુરુષના કંઠ તરીકે ઓળખાવાય છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગીઅભયદેવસૂરિએ ૯૦૦ કલેક જેવડી વૃત્તિ રચી છે. ૧૧ અંગેનું પરિમાણુ– અગિયાર અંગેને પરિચય આમ પૂરો થાય છે એટલે એ તમામ અંગેનું પરિમાણુ હું અનુક્રમે નૈધું -- - ૨૫૫૪, ૨૧૦૦, ૩૭૦૦, ૧૬૬૭, ૧૫૭૫૧, ૫૪૫૦, ૮૧ર, ૮૫૦, ૧૯૨, ૧૩૦૦ અને ૧૨૫૦. * આમ ઉપલબ્ધ અગિયાર અંગેનું એકંદર પરિણામ ૩૫૬૨૬ શ્લોક જેવડું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] બાર ઉપાંગો [૨૧ પ્રકરણ ૩ : બાર ઉપાંગે ઉપકમ-સ્વપરપ્રકાશક શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગઆઈ એમ બે પ્રકારો પડાયા છે. તેમાં અંગપ્રવિષ્ટથી બાર અંગે અભિપ્રેત છે. એમાંનાં ૧૧ અંગે વિષે આપણે વિચાર કરી ગયા એટલે હવે બાકીનાં પ્રકરણોમાં “અંગબાહ્ય કૃત વિષે નિરૂપણ કરવાનું રહે છે. એને પ્રારંભ આ પ્રકરણથી કરાય છે. (૧) વવાય (પપાતિક)– નામ–આયાર (શ્રુત૦ ૧, અ. ૧, ઉ૦ ૧)ગત “ઉવવાઈયને લક્ષીને રચાયેલા મનાતા, આયારના ઉપાંગ તરીકે ઓળખાવતા અને ૧૬૦૦ શ્લોક જેવડા આ આગમના ઉવવાઈય અને એવાઈયા એમ નામાંતરો છે. વિભાગ– આ આગમમાં ૪૩ સૂત્રે અને ત્યાર બાદ ર૨ પદ્યો છે. એ પદ્યો માટે સૂવાંક નથી. સૂ. ૧-૩૭ જેટલા વિભાગને પૂર્વાર્ધ અને બાકીનાને ઉત્તરાર્ધ ગણવામાં આવે છે. પૂર્વાર્ધને *સમેસરણ” કહેવામાં આવે છે, અને એના લગભગ છેવટના ભાગમાં છે પદ્યો છે. એ તેમજ ઉપર્યુક્ત ર૨ પદ્યોને બાદ કરતાં આ આગમ ગદ્યમાં છે. વિષય–દેવ અને નારક તરીકેના જન્મને ઉપપાત કહે છે. એ ઉપપાત અને મોક્ષગમન એ આગમને મુખ્ય વિષય છે. “ચંપા” નગરી, “પૂર્ણભદ્ર” ચૈત્ય, “અશોક વૃક્ષ, ભંભસાર (બિંબિસાર) ૧ “આહંત મત પ્રભાકરના સાતમા મયૂખ તરીકે પ્રકાશિત આવૃત્તિમાં ‘સત્ર નામના વિભાગો અન્ય રીતે જોવાય છે. એમાં સૂત્રની સંખ્યા ૧૮ની અપાઈ છે. સમેસરણમાં સૂ ૧-૬૧ છે, જ્યારે ૨૨ પદ્યને, સ. ૧૬૮૮૮ તરીકે નિર્દેશ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ રર ] પિસ્તાલીસ આગમ [પ્રકરણ ઉ શ્રેણિકના પુત્ર કૃણિક યાને અજાતશત્રુ અને એની રાણ ધારિણી એ બધાંનાં વર્ણને આ આગમમાં પ્રારંભમાં અપાયાં છે. ત્યાર પછી “ચંપમાં આસજોપકારી મહાવીરસ્વામીનું આગમન (સમવસરણ) થતાં એમને વંદન કરવા માટે કણિક રાજાનું પરિવાર સહિત ધામધૂમપૂર્વકનું ગમન, મહાવીરસ્વામીના અંગોપાંગોનું વર્ણન, એમના શ્રમણોની વિવિધ તપશ્ચર્યા, તપના બાર પ્રકારો તેમજ દેવ-દેવીઓનું આગમન એ બાબતે અપાઈ છે. આદ્ય ગણધર ઇન્દ્રભૂતિ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછે છે એ. પ્રસંગથી ઉત્તરાર્ધ આરંભ કરાય છે. આગળ જતાં જાતજાતના તાપસ અને અંબડ, (દ્રઢપ્રતિજ્ઞ) વગેરે પરિવાજો વિષે માહિતી અપાઈ છે. અંતમાં કેવલજ્ઞાનીના સમુધાત તેમજ સિદ્ધોના નિવાસસ્થાન અને એમની સ્થિતિ ઉપર પ્રકાશ પડાય છે. સંતુલન–અંતમાંના પદ્ય સમભાવભાવી હરિભદ્રસૂરિકતા વીસવીસિયામાં ૨-૨૦ ક્રમાંકવાળાં પદ્યનું સ્મરણ કરાવે છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ ૩૧૨૫ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. (૨) રાયપસેણિય (રાજશ્રીય)– નામ–સૂયગડ (ત. ૧, અ. ૧૨)ગત અક્રિયાવાદને લક્ષીને રચાયેલા મનાતા સૂયગડના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૧૦૦ શ્લોક જેવડા આ આગમનાં રાયપણઈએ, રાયપાસેણઈયે, રાયપેસેણિય, અને રાયપણઈજજ એવાં પ્રાકૃત નામાંતર છે. ૧ મસ્તકથી માંડીને કરાયેલા આ વર્ણનને ઉદેશીને મેં “વિભુ વર્ધમાનની વૈહિક વિભૂતિ” નામનો લેખ લખ્યો હતો. તે જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૪ અં. ૬, પૃ. ૧૮૯–૧૯૪)માં વિ. સં. ૧૮૮૮માં છપાયો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ થ્રીજુ` ] બાર ઉપાંગો [ ૨૩ તેમજ રાજપ્રસેનકીય, રાજપ્રસેનજિત અને રાજપ્રાકૃત એવાં સંસ્કૃત નામાંતર છે. વિભાગ-આ ગદ્યાત્મક આગમના બે વિભાગ કલ્પવામાં આવે છે. બીજા વિભાગનું ‘પએસિ-કહાય' એવું નામ આધુનિક વિદ્વાનાએ ચાર્યું છે. એવી રીતે જો મારે પ્રથમ વિભાગનું નામ યોજવાના પ્રસંગ આવે તે હું ‘સૂરિયાભ–ચરિય’ એમ રાખુ આ આગમમાં ૮૫ સૂત્ર છે. વિષય—પ્રથમ વિભાગ સૂર્યાભદેવ સાથે અને બીજો વિભાગ આ દેવના પ્રદેશી રાજા તરીકેના પૂર્વ ભવ સાથે અને દેવગતિમાંથી માવ્યા બાદ દૃઢપ્રતિજ્ઞ તરીકેના એના ઉત્તર ભવ સાથે સંબદ્ધ છે. ગામ આ આગમમાં એક જ વ્યક્તિના ત્રણ ભવનું વર્ણન છે. ‘આમલકલ્પા’ નગરીમાં મહાવીરસ્વામીનું આગમન જાણી પૂર્વાભદેવ વિમાન રચાવી એમાં સપરિવાર બેસીને આવે છે. દીર્ઘ #પસ્વી' મહાવીરસ્વામીની ધર્મદેશના સાંભળ્યા બાદ સૂર્યાને ૩૨ પ્રકારનાં નાટક અભિનયપૂર્વક ભજવવા માટે દેવકુમાર અને કુમારીએ વિધુર્યાં. છેલ્લા નાટકમાં મહાવીરસ્વામીના ચ્યવનથી માંડીને નિર્વાણુ સુધીના અનેક અનાવા રજૂ કરાયા. આ આગમમાં સિદ્ધાયતનની ૧૦૮ જિનપ્રતિમાઓનુ વર્ણન છે. સૂર્યાભનું વિમાન કયાં છે એવા ઇન્દ્રભૂતિએ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછ્યો એટલે એમણે ‘સુધર્માં’ સભા તેમજ આ દેવનુ' અને ઊના વૈભવનુ વર્ણન કર્યું. વિશેષમાં એમણે આત્માનું સ્વતંત્ર સ્તિત્વ નહિ માનનારા નાસ્તિકશિરામણિ પ્રદેશી રાજા તરીકેના વ ભવમાં આ દેવને પાર્સ્થાપત્ય કેશી ગણધર કેવી કેવી યુક્તિઓ હું પ્રતિબધ પમાડયા તે પણ વિસ્તારથી કહી સભળાવ્યુ`. અંતમાં ।। દેવ દૃઢપ્રતિજ્ઞ તરીકે ‘મહાવિદેહ’માં જન્મી મેાક્ષે જશે એ ખત પણ મહાવીરસ્વામીએ કહી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ પ્રદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ બૌદ્ધોના પાયાસિસુત્ત સાથે વિલક્ષણ સમાનતા ધરાવે છે. જાતજાતના ઉત્સવો, ચાતુર્યામ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર વગેરે બાબતે પણ આ આગમમાં આલેખાઈ છે. કળાઓની સામગ્રી સૂર્યાભ દેવના વિમાનનું એટલું બધું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે કે એ ઉપરથી સમર્થ શિલ્પશાસ્ત્રી નવ્ય અને ભવ્ય મહાલયનું નિર્માણ કરી શકે તેમજ આપણને શિલ્પશાસ્ત્રને લગતા અનેક પારિભાષિક શબ્દ જાણવા મળે. આ તે શિલ્પકળાની વાત થઈ. વાદનવિદ્યા, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર અને નૃત્યકળાના અભ્યાસીને પણ મનન કરવા લાયક વિવિધ માહિતી આ આગમમાં અપાઈ છે. વિવરણ–આ આગમ ઉપર વ્યાખ્યાવિશારદ અને વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં વિદ્યમાન મલયગિરિસૂરિની ૩૭૦૦ લેક જેવડી વૃત્તિ છે. (૩) જીવાભિગમ– નામ—ઠાણના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૪૭૦૦ લેક જેવડા આ આગમનું નામ સમવાયની જેમ સમસંસ્કૃતમાં છે. “જીવાજીવાભિગમ એવું આનું અન્ય નામ પણ આ પ્રકારનું છે. વિભાગ–પહેલાં આઠ સૂત્રે જેટલા ભાગને બાજુએ રાખતાં આ આગમન નવ વિભાગો પડે છે. એ દરેકને પ્રતિપત્તિ કહે છે. ત્રીજી પ્રતિપત્તિના બે ઉદ્દેશક છે. આ આગમમાં બધાં મળીને ર૭ર સૂત્ર છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ ]. બાર ઉપાંગે [[ર વિષય–દ્રવ્ય અનુગથી પલ્લવિત અને મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમમાં, ઠાણમાં જીવ અને અજીવને જે અધિકાર છે તેને અહીં વિસ્તારથી પ્રશ્નોત્તર શિલીએ વિચાર કરાય છે. તેમાં પણ જીવનું નિરૂપણ તે અજીવ કરતાં યે ઘણું વિસ્તૃત છે. શરૂઆતમાં સૂત્રોમાં અજીવના પ્રકારે અને ઉપપ્રકારે વિષે માહિતી અપાઈ છે. ત્યાર બાદ પ્રથમ પ્રતિપત્તિમાં જીવના બે પ્રકારો, બીજીમાં ત્રણ એમ નવમીમાં દસ પ્રકારો દર્શાવાયા છે. ત્રીજી પ્રતિપત્તિમાં દ્વીપ અને સમુદ્રો વિષે હકીકત છે. “જબૂદ્વીપની જગતીના પૂર્વ દ્વારના અધિપતિ વિજય દેવના અધિકારને તેમજ દેવનિકાયના વિસ્તૃત વર્ણનને આ આગમમાં સ્થાન અપાયું છે. વિશેષમાં આ આગમમાં ભરતી અને ઓટનાં કારણ દર્શાવાયાં છે. વિવરણ–આ આગમ ઉપર ૧૫૦૦ કલેક જેવડી કોઈકની ચૂણિ છે અને આના ઉપર અનેક ગ્રના પ્રણેતા હરિભદ્રસૂરિની પ્રદેશટીકા' નામની અને ૧૧૯૨ કલેક જેવડી વૃત્તિ છે પણ એ બંને અમુદ્રિત છે, જ્યારે રાયપસેણિયના વૃત્તિકાર મલયગિરિસૂરિની ૧૪૦૦૦ લેક જેવડી મોટી વૃત્તિ તે છપાયેલી છે. (૪) પણણુવણું (પ્રજ્ઞાપના) વિભાગ–સમવાયના ઉપાંગ તરીકે ઓળખાવાતે, દ્રવ્ય અનુગથી ઓતપ્રેત અને ૭૭૮૭ શ્લોક જેવડે આ આગમ છત્રીસ વિભાગમાં વિભક્ત છે. એ દરેકને “પદ કહે છે. કેટલાંક પદને ઉદ્દેશકરૂપ પેટાવિભાગ છે. આ આગમમાં એકંદર ૩૪૯ સૂત્ર છે. વિષય-મંગલાચરણના પાંચમા પદ્યમાં આ ઉપાંગને અધ્યયન કહી એને ચિત્ર, શ્રતરત્ન અને દૃષ્ટિવાદના સારરૂપે નિર્દેશ કરાયો છે. જેમ અંગમાં વિવાહપણુત્તિ સૌથી મોટું અંગ છે તેમ સમસ્ત ઉપાંગમાં આ સૌથી મોટું છે. વળી આ ઉપાંગ એ અંગની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬] પિસ્તાલીસ આગ પ્રિકરણ જેમ પ્રશ્નોત્તર શૈલીમાં રચાયું છે અને એની જેમ જૈન દર્શનની વિવિધ બાબતે રજૂ કરે છે. આ રજૂઆતની શિલી આધુનિક પદ્ધતિએ લખાતા મહાનિબંધનું સ્મરણ કરાવે છે. આ આગમમાં કર્મસિદ્ધાંતને અંગે ત્રણ પદ . વિશેષમાં પશ્યતા, ભાષા, શરીર, ઈન્દ્રિય, અવગાહના, કષાય, સંયમ, સંજ્ઞા, સમુદ્દઘાત ઇત્યાદિ સંબંધી વિસ્તૃત વાનગી આ અંગમાં પિરસાઈ છે. આમ આ જીવ અને પુદ્ગલનું વિસ્તૃત નિરૂપણ પૂરું પાડે છે. ભૂગોળ અને નૃવંશવિદ્યાના અભ્યાસ માટે પણ આ આગમ ઉપગી છે. પ્રણેતા-આ આગમના પ્રણેતા પૂર્વકૃત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા આર્યશ્યામ છે. એઓ “વાચક વંશમાં સુધર્મસ્વામીથી ત્રેવીસમાં ગણાય છે. આ આચાર્યને જન્મ વીરસંવત ૨૮૦માં, એમની દીક્ષા ૩૦૦માં, એમનું “યુગપ્રધાનપદ ૩૩૫માં અને એમને સ્વર્ગવાસ ૩૭૬માં થયાં હતાં. કેટલાક આ આર્યશ્યામને કાલસૂરિ ગણે છે અને તેઓ એ હિસાબે એમને પ્રભાવક ચરિત (ઇંગ , . ૧૩)માં નિર્દેશાયેલા યુગપ્રધાન ગુણાકરસૂરિના શિષ્ય ગણે છે. વિવરણ– જૈન દર્શનના સંક્ષિપ્ત વિશ્વકોશરૂપ આ આગમ ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિએ “પ્રદેશ-વ્યાખ્યા નામની અને ૩૭૨૮ કલેક જેવડી વૃત્તિ રચી છે. આ પૂર્વેનાં બે ઉપાંગના વૃત્તિકાર મલયગિરિસૂરિએ ૧૬૦૦૦ શ્લેક જેવડું વિવરણ રચ્યું છે એમાં એમણે વિસાવયાસ ઉપર પિતે વૃત્તિ રચ્યાનું કહ્યું છે. (૫) સૂરપણુતિ (સુર્યપ્રજ્ઞપ્તિ) નામ–વિવાહપણુત્તિના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૨૯ શ્લોક જેવડા આ આગમને “સૂરિયપણુત્તિ પણ કહે છે. ૧ આને માટે મૂળમાં “પાસણયા' શબ્દ વપરાય છે. આ ત્રીસમા પદનું નામ છે, આની સમજણ માટે જુઓ આહંત દર્શન દીપિકા (પૃ. ૫૮-૫૯). Page #46 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] આર્ ઉપાંગા [૨૭ વિભાગ—નદીમાં ઉત્કાલિક અને પકિખયસુત્તમાં કાલિક તરીકે નિર્દે શાયેલેા આ આગમ વીસ વિભાગમાં વિભક્ત છે. એ. દરેકને ‘પ્રાભૂત’ કહે છે કે જે પૂર્વના વિભાગાનુ પણ નામ છે. આ આગમના કેટલાંક પ્રાકૃતાના પેટાવિભાગેા છે અને તેને ‘પ્રાભૂતપ્રાકૃત' કહે છે. વળી કેટલાંક પ્રાકૃતપ્રાભૂતના પ્રતિપત્તિ' નામે સંબોધાતા નાના નાના ભાગેા પણ છે. આ આગમમાં ૧૦૮ સૂત્રેા છે. વિષય—આ આગમ ગણિત' અનુયાગના નિરૂપણરૂપ છે. એ જૈનાનુ ખગાળશાસ્ર છે. એમાં સૂર્ય વિષે અનેક ખાખતા. વિચારાઈ છે. દા. ત. સૂર્યની ગતિ, એના પ્રકાશની વ્યવસ્થા,, સૂર્યાંવારક ( સૂનીલેશ્યાથી સરુષ્ટ બનતા પુદ્ગલા ), સૂર્યની સખ્યા, સૂની ઊંચાઈ, ચદ્રને અગે એની વૃદ્ધિ અને હાનિ, ચદ્રની ઊંચાઈ, ચદ્રના નક્ષત્ર સાથેના સંબંધ, જ્યાહ્નાનુ લક્ષણ અને એનુ‘ પ્રમાણ, ચ’દ્રાદિની પરિમાણુ-સખ્યા અને એને અનુભાવ. આ ઉપરાંત ૮૮ ગ્રહાનાં નામ, ‘જબૂ’દ્વીપમાંનાં નક્ષત્ર, ગ્રહ અને તારાની સખ્યા, પૌરુષી’ છાયાનું માપ, સંવત્સરીના પ્રારંભ અને અંત, તેમજ ગ્રહ, નક્ષત્ર અને તારાની શીઘ્ર ગતિ એ. બાબતાને પણ સ્થાન અપાયું છે. વિવરણ-નેપાળ’થી જે બૌદ્ધ ગ્રંથા હિંદુસ્તાનમાં આવ્યા તેની સાથે જૈનાના તા સૂરપતિ નામને આ એક જ ગ્રંથ આવ્યા હતા. આ આગમ ઉપર ભદ્રાડુ સ્વામીની નિયુક્તિ હતી તે હજી સુધી તા મળી આવી નથી. એટલે અત્યારે તે વિવિધ ઉપાંગાના વૃત્તિકાર મલયગિરિસૂરિષ્કૃત ૯૫૦૦ શ્ર્લાક જેવડી વૃત્તિથી ચલાવી લેવાનુ` રહે છે. એ વૃત્તિ (પત્ર ૨ આ)માં મહાવીર સ્વામીનાં અંગામાંગાનું વર્ણન છે. પણ ૧ અર્જુન મંતવ્યા પ્રમાણેની વિવિધ સંખ્યાનો અહીં નિર્દેશ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] પિસ્તાલીસ આગમે. [ પ્રકરણે (૬) જંબુદ્દીવપત્તિ (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ – વિભાગ–૧નાયાધમકહાના અને મતાંતર પ્રમાણે ઉવાસદસાના ઉપાંગ તરીકે ઓળખાવાતા તેમજ ૪૪૫૪ કલેક જેવડા આ આગમના સાત વિભાગ કરાયા છે. એ દરેકને “વક્ષસ્કાર કહે છે. બધાં મળીને ૧૭૮ સૂત્ર છે. વિષય–આ આગમમાં “જબૂઢીપ વિષે જાતજાતની માહિતી અપાઈ છે. એમાં ભરત, ઐરાવત વગેરે ક્ષેત્રે વિષે વિચાર કરાયે છે. આમ આ જિન ભૂગોળને ગ્રંથ છે. એમાં પ્રસંગવશાતુ કૌશલિક ગષભદેવ અને ચક્રવતી ભરતના ચરિત્ર આલેખાયાં છે. વિશેષમાં કાલચક્રના ઉત્સર્પિણ અને અવસર્પિણી એવા બંને વિભાગના છ છ આરા, નવ નિધિ, તીર્થકરનો જન્માભિષેક, પંદર કુલકર અને તિબ્બો તેમજ “જબૂદ્વીપમાંના કેટલાક પદાર્થો વિષે પણ અહીં વિચાર કરે છે. વિવરણ–આ આગમ ઉપર ચૂર્ણ છે એમ મનાય છે, પણ એ વાત ચિન્ય છે. આ આગમ ઉપર અનેક ઉપાગના વૃત્તિકાર, મલયગિરિસૂરિએ વૃત્તિ રચી હતી, પણ હજી સુધી તે એ અપ્રાપ્ય છે. બાકી પ્રમેયરત્નમંજૂષા નામની ૧૮૦૦૦ કલાક જેવડી વૃત્તિ જે. ઉપાધ્યાય શાંતિચન્દ્રમણિએ વિ. સં. ૧૯૬૦માં રચી તે તે મળે છે. એ પ્રકાશિત પણ છે. (૭) ચંદપણુત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) વિષય–ઉવાગદશાના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૨૦૦ કલેક જેવડા આ આગમને વિષય પણ ખગોળ છે. આજે લગભગ સાતસો વર્ષથી તે આ આગમ સૂરપણુત્તિ સાથે ખૂબ જ મળતું આવે છે એમ મનાતું આવ્યું છે, પરંતુ ઠાણ અને નંદીમાં ૧ જુઓ વિધિપ્રપ (પૃ. ૫૭) અને પૂર્વાચાર્યકૃત ગવિધિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ બીજુ ] ભાર ઉપાંગે [ ૨૯ એને સૂરપણુત્તિથી સ્વતંત્ર ઉલ્લેખ છે એટલે આ બાબત ચિન્ય ગણાય. 1 વર્તમાન કાળમાં જબુદ્વીપમાં જે ચન્દ્ર છે તેને અંગે એમ. કહેવાય છે કે પૂર્વ ભવમાં એને જન્મ જૈન કુળમાં થયો ન હતે એટલે ઉગ્ર તપનું યથેષ્ઠ ફળ મળ્યું નહિ. જૈન કુળની મહત્તામહાશ્રાવક તરીકેની કરણી ઉવાસગદસામાં વર્ણવાઈ છે. આથી ચંપત્તિ એનું ઉપાંગ ગણાય એમ કલ્પના કરાય છે. વિવરણ– આ આગમ ઉપર ૫૦૦ કલેક જેવડી વૃત્તિ. વિવિધ ઉપાંગોના વૃત્તિકાર મલયગિરિસૂરિએ રચી છે. (૮) નિયાવલિયા (નિયાવલિકા)– નિય એટલે નરકને જીવ અર્થાત્ “નારક અને આવલિ એટલે “શ્રેણિ”. નારકેની શ્રેણિના વર્ણનરૂપ ગ્રંથને નિરયાવલિયા. સુયબંધ' ( સં. નિરયાવલિકાશ્રુતસ્કંધ) કહે છે. એનું પરિમાણ ૧૧૦૦ શ્લોક જેવડું છે. એના નીચે મુજબ પાંચ વર્ગ ગણાવાય છેઃ (૧) નિરયાવલિયા, (૨) કાપડિસિયા, (૩) પુફિયા, (૪) પુષ્કચૂલિયા અને (૫) વહિદસા. છે. નામ–અંતગડદસાના ઉપાંગ તરીકે નિદેશાતા નિરયાવલિયા નામના આ આગમને કમ્પિયા” (સં. કલ્પિતા ) પણ કહે છે. વિભાગ–આ આગમમાં દસ અધ્યયને છે. વિષય-મગધના નરેશ્વર શ્રેણિકને કાલી, સુકાલી વગેરે નામની પત્નીઓ હતી. કાલીના પુત્ર કાલ, સુકાલીના સુકાલ એમ દસે પત્નીને એકેક પુત્ર કણિકના પક્ષમાં રહી રથમુસલ” યુદ્ધમાં મહાવીરસ્વામીના મામા અને ચેલ્લણ (શ્રેણિકની પત્ની)ના પિતા કેટકની સાથે લડાઈમાં ઊતર્યો. કાલે “ગરુડ ન્યૂડ રચી આ યુદ્ધમાં ભાગ લીધે. ચેટકે એને એક જ બાણથી હણું નાંખે. એ મરીને. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] પિતાલીસ આગમે. [પ્રકરણ ચેથી “પપ્રભા નામની પૃથ્વીમાં આવેલા હેમા નરકમાં ઉત્પન્ન થયા. “રથમુસલ” યુદ્ધમાં સુકાલ વગેરે નવનું મરણ થયું. એ બધા પણ નરકે ગયા. કાલની અધમ દશા કેવા આરંભ-સમારંભને લીધે થઈ એમ આદ્ય ગણધર ઇન્દ્રભૂતિએ નિર્ગસ્થનાથ મહાવીરસ્વામીને પૂછ્યું એ ઉપરથી એમણે ચેલ્લણાના દેહદથી માંડીને “રથમુસલ” યુદ્ધ સુધીની કૃણિકને લગતી બધી બાબતે કહી સંભળાવી. આમ આ ઉપાંગમાં કણિકને જીવનવૃત્તાંત વિસ્તારથી રજૂ કરાયે છે. વિવરણ –મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ ઉપાંગ ઉપર તેમજ એનાં પછીનાં ચારે ઉપગ ઉપર પણ શ્રીચન્દ્રસૂરિની વિ. સં ૧રર૮માં રચેલી ટીકા છે. એ પચે ઉપાંગેની ટીકાનું પરિમાણ ૬૦૦ શ્લેક જેટલું છે. (૯) કમ્પવડિસિયા (કપાવતસિક) વિભાગ–અણુત્તરવવાયરસાના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમમાં દસ અધ્યયન છે. વિષય–આમાં કહ્યું છે કે શ્રેણિકના કાલ વગેરે દસ પુત્રોને એકેક પુત્ર હતું. એ દસનાં પધ, મહાપદ્મ ઇત્યાદિ નામ હતાં આ શ્રેણિકના દસ પૌત્ર દીક્ષા લઈ કાળધર્મ પામી સૌધર્માદિ દરે કલ્પ (સ્વર્ગ)માં ઉત્પન્ન થયા છે. ત્યાંથી વી એ મોક્ષે જશે વિવરણ –આ ઉપાંગ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૦) પુફિયા (પુલ્પિતા વિભાગ–પહાવાગરણના ઉપાંગ તરીકે નિદેશાતા એ આગમમાં દસ અધ્યયન છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ ] બાર ઉપાંગે [૩૧ વિષય-ચન્દ્ર નામને ઇન્દ્ર મહાવીરસ્વામીને વંદનાર્થે આવી સૂર્યાભ દેવની જેમ નાટયવિધિ દર્શાવી પાછો ફરે છે. એની ઋદ્ધિ વિષે પ્રશ્ન પૂછાતાં કટાગારશાલાનું ઉદાહરણ અપાયું છે. અને આ ચન્દ્રને પૂર્વ ભવ કહેવાય છે. એમાં એને જેનોના ત્રેવીસમા તીર્થકર “પુરુષાદાનીય પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધાને ઉલ્લેખ છે. સૂર્ય, શુક, બહુપત્રિકા દેવી વગેરે નવની હકીકત આ આગમમાં અપાઈ છે. તેમાં શુકને સેમિલ બ્રાહ્મણ તરીકે પૂર્વ ભવ વિસ્તારથી રજૂ કરાય છે, અને એમાં તાપસ તરીકેની એની રહેણીકરણીનું એણે લીધેલા વિવિધ અભિગ્રહોનું વર્ણન કરાયું છે. વિવરણ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૧) પુચૂલિયા (પુષ્પચૂલિકા – વિભાગ–વિવાગસુચના ઉપાંગ તરીકે ઓળખાવતે આ આગમ દસ અધ્યયનમાં વિભક્ત છે. વિષય – આ આગમમાં સંયમની આરાધનામાં સ્વચ્છંદતા સેવવાથી આવતા અનિષ્ટ પરિણામનો ચિતાર અપાય છે. તેમ કરતી વેળા શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સુરા, રસદેવી અને ગંધદેવી એ દસ દેવીઓના પૂર્વ ભવનું વર્ણન કરાયું છે. એ દસે પૂર્વ ભવમાં જિનેશ્વર પાર્શ્વનાથ પાસે દીક્ષા લઈ પુષ્પચલા સાધ્વીની શિષ્યા બની હતી. એ દસેને જળ વડે વસ્તુઓ છેવાને નાદ હતે. એની આલોચના ન કરવાથી એમને વિશેષ ઉચ્ચ સ્થાન મળ્યું નહિ. વિવરણુ–મુખ્યતયા ગદ્યાત્મક આ આગમ ઉપર શ્રી ચન્દ્રસૂરિની ટીકા છે. ૧-૨ આ બંનેએ પૂર્વ ભવમાં પાર્શ્વનાથ પાસે દીક્ષા લીધી હતી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩ર ] પિસ્તાલીસ આગ [ પ્રકરણ (૧૨) વણિહદસા (વૃષ્ણિદશા– નામ– દિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમનું નામ “અંધશવહિદા” છે. વિભાગ–આ આગમ બાર અધ્યયનમાં વિભક્ત છે. વિષય–વૃણિ” વંશન અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે બાર પુત્રે અખંડ-બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ એ પાળી “સર્વાર્થસિદ્ધ' નામના અનુપમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા એ બાબત અહીં આલેખાઈ છે. વિવરણ–લગભગ સર્વીશે ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૨) ઉપગનું પરિમાણ–આ પ્રમાણે ૧૨ ઉપગેનો પરિચય પૂર્ણ થાય છે એટલે એ બારેનું પરિમાણ હું અહીં નીચે મુજબ નોંધું છું-- ૧૬૦૦, ૨૧૦૦, ૪૭૦૦, ૭૭૮૭, રર૬, ૪૪૫૪, ૨૨૦૦, અને ૧૧૦૦ આમ બાર ઉપગેનું એકંદર પરિમાણ ૨૬૨૩૭ લેકનું છે. ૧ આ છેલ્લાં પાંચ ઉપગેનું ભેગું પરિમાણ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાથુ ] મૂલસૂત્ર પ્રકરણ ૪: મૂલસૂત્રા (૧) આવસય (આવશ્યક)— વિભાગ-૧૩૦ લેાક જેવડા અને અંગમાહ્ય શ્રુતમાં પ્રધાન પદ ભાગવતા આ આગમ છ અધ્યયનામાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છેઃ— (૧) સામાયિક, (ર) ચતુર્વિ‘શતિસ્તવ, (૩) વદનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ આગમમાં મૂળે એકદર ૩૫ સૂત્રેા હશે એવુ* અનુમાન કરાય છે. ( ૩૩ વિષય—આ આગમમાં, અવશ્ય કરવા લાયક છ કાર્યાંનું સ્વરૂપ આલેખાયું છે. પાપજનક પ્રવૃત્તિઓના પરિહાર, જિનેશ્વરાનું ગુણાત્કીર્તન, સદ્ગુરુને ખાર આવતા પૂર્વકનું વંદન (‘દ્વાદશાવત વદન), અતિચારાની આલેચના, અવિરતિ ઉપર જાતજાતના કાપ અને ધ્યાન એ ખાખતા વિચારાઈ છે. તેમ કરતી વેળા સમસુત્ત અને પક્રિયખામણુગ તેમજ શ્રાદ્ધપ્રતિક્રમણને લગતાં મૌલિક સૂત્રોને અહીં સ્થાન અપાયું છે. પ્રણેતા—આ આગમ અંગબાહ્ય છે. એ વિષે તેમજ એના કર્યાં ચરમ જિનપતિ મહાવીરસ્વામીના સમકાલીન શ્રુતસ્થવિર છે એ બાબત વિષે પણ બે મત નથી, પરં'તુ એ કર્યાં શ્રુતસ્થવિર તે ગણધર જ છે કે કેમ એ વિવાદાસ્પદ વિષય છે. આવસયની ઉપલબ્ધ નિયુક્તિની રચના થઇ તે પૂર્વે આવસ્સયના કર્તા ગણધર હાવાની માન્યતા શરૂ થઈ હશે એમ લાગે છે. વિવરણ મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર ૧૬૨૩ ગાથામાં આશરે ૨૫૦૦ શ્ર્લાક જેવડી વિસ્તૃત અને અનેક Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] પિસ્તાલીસ આથમે [ પ્રકરણ રીતે માર્ગદર્શક નિર્યુક્તિ ભદ્રબાહસ્વામીએ રચી છે. એની ગા. ૬૦૦-૬૪૧ સુપ્રસિદ્ધ ગણધરવાદના બીજની ગરજ સારે છે. આ નિર્યુક્તિ ઉપર બે ભાષ્ય છેઃ (૧) લગભગ ૧૮૩ પદ્યમાં રચાયેલું મૂલભાષ્ય અને (૨) લગભગ ૩૦૦ પદ્યમાં રચાયેલું ભાષ્ય. વિશેષમાં પ્રથમ અધ્યયન પૂરતી અને કર્તાએ જાતે વિસેનાવસ્મયભાસ (વિશેષાવશ્યકભાષ્ય તરીકે નિદેશેલી, મનનીય, આગમોને અનુરાગીને શોભે એવી તાર્કિક દૃષ્ટિથી વિભૂષિત અને મહામૂલ્યશાલી એવી કૃતિ જિનભદ્રગણિ ક્ષમાશમણે ૪૩૩૬ પદ્યમાં ૫૦૦૦ શ્લોક જેવડી રચી છે. આ આગમ ઉપર ૧૮૫૦૦ શ્લોકની ચણિ છે, અને એના કત નિસીહ અને નંદી ઉપર ચણિ રચનારા જિનદાસગણિ હેવાનું કેટલાક વિદ્વાને કહે છે. જૈન શાસનના મહાતંભરૂપ હરિભદ્રસૂરિએ આ અવસ્મય ઉપર ૮૪૦૦૦ શ્લોક જેવડી મહાકાય ટીકા રચી હતી તે તે હજી સુધી અપ્રાપ્ય છે, પરંતુ સદ્ભાગ્યે એમણે રર૦૦૦ શ્લેક પૂરતી જે શિષ્યહિતા' નામની ટીકા રચી હતી તે તે મળે છે, અને એ પ્રકાશિત પણ છે. વિવિધ ઉપગના વૃત્તિકાર મલયગિરિસૂરિએ પણ આ આગમ ઉપર ટીકા રચી છે, પરંતુ એ અપૂર્ણ મળે છે. તેમ છતાં એને - ૧ બૌદ્ધોના વિશુદ્ધિમગન સ્મરણ કરાવનારા આ આકર-ગ્રંથ ઉપર જિનભષ્મણિએ જાતે સંસ્કૃતમાં સંક્ષિપ્ત વૃત્તિ રચવા માંડી હતી, પરંતુ ૧૮૬૩મી ગાથા સુધીની એ રચાતાં એમને સ્વર્ગવાસ થયો અને અપૂર્ણ કાર્ય કેદાર્યવાગિણિએ કર્યું. આ કિર્તક વૃત્તિ અદ્યાપિ અપ્રસિદ્ધ છે, જ્યારે કેટયાચાર્યની મેડામાં મેડી વિક્રમની નવમી સદીમાં રચાયેલી અને મલવારી' હેમચન્દ્રસૂરિની વિ. સં. ૧૭૫ની વૃત્તિ પ્રકાશિત થયેલી છે. ૨ જુઓ ૧૪૪મી ગાથાની સ્વોપણ વૃત્તિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચાથું ] મૂલસૂત્ર [ ૩૫ ૧૮૦૦૦ કલેક જેવડ ઉપલબ્ધ ભાગ મુદ્રિત કરાય છે એ આનંદની વાત છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક વૃત્તિઓ છે. એ બધીનું પરિ માણ લગભગ એક લાખ શ્લેક જેટલું દર્શાવાય છે. વળી આવસ્મયના કઈ કઈ વિભાગને અનુલક્ષીને પણ બહોળા પ્રમાણમાં વૃત્તિ વગેરે સાહિત્ય જોયું છે. - પઠનપાઠન–આ મૂલસૂત્ર તેમજ એના વિવરણાત્મક તમામ સાહિત્યનો પઠન પાઠન તરીકે ઉપયોગ કરવાની હરકેઈ જૈનને શ્રાવક-શ્રાવિકાને પણ પૂરેપૂરી છૂટ છે. (૨) ઉત્તરજઝયણ (ઉત્તરાધ્યયન) નામ–મુખ્યતયા પદ્યમાં રચાયેલા અને આશરે ૨૦૦૦ કલેક જેવડા આ આગમનાં ઉત્તર અને ઉત્તરાધ્યાય એવાં અનુક્રમે પ્રાકૃત અને સંસ્કૃત નામાંતર છે. ' વિભાગ–આ આગમ ૩૬ અધ્યયનમાં વિભક્ત છે. એમાં ૧૬૪૩ પદ્યો છે. વિષય–કઈક ધર્મમાં શૌચને તે કેઈકમાં જ્ઞાનને તે કેઈકમાં ભક્તિને તે કેઈકમાં અનાસક્ત ભેગને પ્રાધાન્ય અપાયું છે, જ્યારે જૈન ધર્મમાં વિનયને મુખ્ય સ્થાન અપાયું છે. એ જોતાં આ આગમને પ્રારંભ વિનયના નિરૂપણથી કરાવે છે તે સર્વથા ઉચિત છે. આ આગમમાં જાતજાતની વાની પિરસાઈ છે – રર પરીષહે, ધર્મનાં મનુષ્યત્વાદિ ચાર અંગોની દુર્લભતા, પ્રમાદના પ્રકારે, મરણના ભેદ, બહુશ્રુતતા, બ્રહ્મચર્યનાં દસ સ્થાને, ક્ષુલ્લક સાધુનું સ્વરૂપ, પાપ-શ્રમણની રૂપરેખા, ઉત્તમ સાધુનાં લક્ષણ, સાચું બ્રાહ્મણત્વ, આઠ પ્રવચનમાતા, દસ પ્રકારની સામાચારી, મોક્ષમાર્ગનાં સાધને, સંવેગાદિ ૭૩ દ્વાર, તપના પ્રકારે અને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ ઉપપ્રકાર, ચરિત્રનું સંખ્યાના કેમે નિરૂપણ, કર્મ, વેશ્યા, અનગારધર્મ તેમજ જીવ અને અજીવના પ્રકાશ આ આગમમાં અનેક સંવાદો રજૂ કરાયા છે. દા. ત. પુરોહિત અને એના બે પુત્રોને સંવાદ, સાધ્વી જીમતી અને સ્થાનેમિને ગૌતમગેત્રી ઇન્દ્રભૂતિને અને કેશી ગણધરને, જ્યષ અને વિઘાષને તેમજ મૃગાપુત્ર અને એની માતાને વિશેષમાં આ આગમમાં નિમ્નલિખિત વ્યક્તિઓનાં ચરિત્ર પણ આલેખાયાં છે – કપિલ, પ્રત્યેકબુદ્ધ નિમિ, ચંડાળ મુનિ હરિકેશલ, ચિત્ર અને સંભૂતિ, સંજય, અનાથ મુનિ અને સમુદ્રપાલ. આ આગમમાં ધાર્મિક ઉપદેશ સચોટ બનાવવા જાતજાતનાં ઉદાહરણ અપાયાં છે - ઘેટું, કાકણી, કેરી, વેપાર, સમુદ્ર, પાંદડાં અને ગળિયે બળદવળી કેટલાક કેયડાઓને પણ સ્થાન અપાયું છે. સંકલન અને કર્તવ–બૌદ્ધોના સુત્તનિપાતનું સ્મરણ. કરાવનાર આ આગમ કેઈ એક જ કર્તાની રચના નથી. એનાં કેટલાંક અધ્યયને અંગમાંથી ઉદ્ભવેલાં છે, કેટલાંક જિનભાષિત છે, અને કેટલાંક પ્રત્યેકબુદ્ધના સંવાદરૂપ છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે “પરીષહ અધ્યયન દૃષ્ટિવાદમાંથી ઉદ્ભવ્યું છે, દુમપત્રક અધ્યયનના કર્તા મહાવીર સ્વામી છે, અને કપિલીય અધ્યયનના ક્ત પ્રત્યેકબુદ્ધ છે. “કેશિગૌતમ” એ કેશી અને ગૌતમ નામના ૧ એમનું ચરિત્ર આપણા દેશના જનક વિદેહીનું અને માર્કસ ઓરેલિયસનું સ્મરણ કરાવે છે. ૨ ત્રણ વેપારીની વાત બાઈબલની કથાનું સ્મરણ કરાવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ ] એ મહાનુભાવાના સંવાદરૂપ છે. ( વિવરણ-આ આગમ ઉપર લગભગ ૬૦૦ ગાથાની નિયુક્તિ છે. વળી એના ઉપર ભાષ્ય છે. એની કેટલીક ગાથાઓ નિયુક્તિમાં ભળી ગઈ છે. આ આગમ ઉપર ૫૮૫૦ શ્ર્લાક જેવડી ણુ છે, અને એના કર્તા વાણિજ્ય' કુલના કાટિક' ગણના અને ‘વા’ શાખાના મહત્તર ાપાલિકના શિષ્ય ( ? જિનદાસણ છે. વળી ‘વાદિવેતાલ' શાંતિસૂરિની ૧૬૦૦૦ શ્લાકની ટીકા છે. એ ટીકામાં કથાઓ પાઇયમાં અપાયેલી હાવાથી એને ‘પાઇચ-ટીકા' કહે છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ટીકાઓ રચાઈ છે. તેમાં નેમિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૨માં ૧૪૦૦૦ શ્લોક જેવડી રચેલી ટીકા નોંધપાત્ર છે. મૂલસૂત્રેા [ ૩૭ મૂલ્યાંકન—આ આગમ ધાર્મિક કાવ્ય તરીકે આગમામાં મહત્ત્વનું સ્થાન ભાગવે છે. વૈદિક હિંદુઓની ભગવદ્ગીતા સાથે અને બૌદ્ધોના ધમ્મપદની સાથે સમકક્ષામાં માનભેર ઊભુ` રહી શકે તેવું આ મૂલસૂત્ર છે એમ કેટલાક આધુનિક વિદ્વાનાનું કહેવું છે. આ આગમ અતિપ્રાચીન અને વિલક્ષણ રૂપાનાં ભ’ડારરૂપ છે. એથી એ અધ માગધી ભાષાના વ્યાકરણનાં પ્રણયન અને અભ્યાસના સબળ સાધનની ગરજ સારે તેમ છે. વળી એ પ્રાચીન છંદો અને અલકારાની ગવેષણા માટે પણ ઉપયાગી છે. પાનના ક્રમ અસલના જમાનામાં આયારના અભ્યાસ કર્યાં બાદ આ આગમના અભ્યાસ કરાતા હતા, પરં'તુ દસવેયાલિય રચાતાં આયારને બદલે દસવેયાલિયના અભ્યાસ કર્યાં પછી આ આગમના અભ્યાસ કરવાની પ્રણાલિકા શરૂ થઇ અને આજે એ ચાલુ છે. અનુશ્રુતિ—એમ કહેવાય છે કે મહાવીરસ્વામીએ એમના નિર્વાણસમયે જે એકધારી સેાળ પ્રહરની દેશના આપી તે વેળા એમણે આ આગમનાં ૩૬ અધ્યયના કહી સંભળાવ્યાં હતાં. આ હિસાબે આ આગમની રચના મેાડામાં મેઘડી ઈ. સ. પૂર્વે પ૨૭માં થયેલી ગણાય, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ આજકાલ શ્રમણવર્ગને માટે ભાગ આશ્વિન માસની કૃષ્ણ ચતુર્દશીએ તેમજ દીપત્સવીને દિવસે આ ૩૬ અધ્યયને વાંચી જાય છે, તે ઉપર્યુક્ત અનુશ્રુતિને આભારી હોય એમ લાગે છે. (૩) દસકાલિય (દશવૈકાલિક – વિભાગ—દસકાલિય એવા નામાંતરવાળા અને ૮૩૫ કલેક જેવડા આ આગમમાં દસ અધ્યયને છે. તેમાં પાંચમા અને નવમાને અનુક્રમે બે અને ચાર ઉદ્દેશક છે; બાકીનાં માટે આવા વિભાગ નથી અંતમાં બે ચૂલા છે. શૈલી–આ સમગ્ર કૃતિ સવશે ગદ્યમાં કે સર્જાશે પદ્યમાં નથી. વિષય-આ આગમ ચરણકરણ અનુગને અને સાધુ જિવનને સંક્ષેપમાં પરંતુ સચોટ અને સુગમ બધ કરાવે છે. એમાં વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. જેમકે માધુરી વૃત્તિ, સાધુને નહિ આચરવા જેવી ત્રેપન બાબતે, છ જવનિકાય અને પાંચ મહાવ્રતનું સ્વરૂપ, આત્મન્નિતિનાં પાન, વચનની વિશુદ્ધિ ભિક્ષાચર્યાના નિયમે, શ્રમણના ઉત્તમ ગુણ, ગુરુ સાથેનું વર્તન વિનય–સમાધિ વગેરે ચાર જાતની સમાધિ અને આદર્શ શ્રમણતા પ્રથમ ચૂલામાં સાધુ સંયમમાં સ્થિર રહે એવી સમજણ અપાઈ છે અને બીજીમાં સંસાર-પ્રવાહને વશ નહિ થવાને ઉપદેશ અપાયો છે. નિયંહણ–આત્મપ્રવાદી નામના સાતમા પૂર્વમાંથી ચોથું અધ્યયન, કર્મપ્રવાદ' નામના આઠમા પૂર્વમાંથી પાંચમું અને સત્યપ્રવાર નામના છઠ્ઠા પૂર્વમાંથી સાતમું અધ્યયન નિહિત કરાયાં છે, જ્યારે પ્રત્યાખ્યાન-પ્રવાદ' નામના નવમા પૂર્વના ત્રીજા વત્યુ (વસ્તુ)માંથી બાકીનાં અધ્યયને માટે તેમ કરાયું છે. મતાંતર પ્રમાણે બાર અંગરૂપ ગણિપિટકમાંથી આ આગમન નિસ્પૃહણ કરાયું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ચોથું ] મૂલને [ ૩૮ સંતુલન-ધમ્મપદનું અંશતઃ સ્મરણ કરાવનારું આ મૂલસૂત્ર કેટલીક બાબતમાં આયાર અને ઉત્તરગ્ઝયણ જેવા જૈન આગમાં સાથે તેમજ સંયુક્તનિકાય અને વિસવંતજાતક નામના બૌદ્ધ થે સાથે મળતું આવે છે. - સંકલનાકાર–આ આગમની સંલના વિપ્રવર્ય શય્યભવસૂરિએ કરી છે. એઓ ઈ. સ. પૂર્વે ૪૦૭ની આસપાસમાં જૈન સંઘના નાયક બન્યા હતા. એઓ ચરમ કેવલજ્ઞાની જ બૂસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીના શિષ્ય થાય છે. આ શ્રુતકેવલી મુનીશ્વરે પિતાના બાલદીક્ષિત પુત્ર મનકને માટે આ આગમની વીરસંવત્ ૭૨ અર્થાત્ ઈ.સ. પૂર્વે ૪૫૫માં વિકાલે–સમીસાંજના સમયે પેજના કરી હતી. વિવરણ–પ્રાચીન છેદના અભ્યાસ માટે ઉપયોગી એવા આ દસયાલિય તેમજ એની બંને ચૂલા ઉપર ૩૭૧ ગાથાની લગભગ ૫૦૦ લેક જેવડી નિર્યુક્તિ છે, અને લગભગ ૬૩ ગાથાનું ભાષ્ય છે. આ બંનેને અનુલક્ષીને હરિભદ્રસૂરિએ ૭૦૦૦ શ્લેકની વૃત્તિ રચી છે. દસયાલિય ઉપર કેઈકની–પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિ મહત્તરની આશરે ૭૦૦૦ જેવડી ચર્ણિ છપાયેલી છે. એ ઉપરાંત આના કરતાં પ્રાચીન જણાતી મુનિવર અગત્સ્યસિંહની એક અમુદ્રિત ચણિ છે, અને એ ચણિમાં આ આગમ ઉપરની કેઈકની વૃત્તિને ઉલ્લેખ છે. (૪) એહનિજજુત્તિ (એઘનિર્યુક્તિ) પ્રશાખા–ચરણકરણ” અનુગના નિરૂપણરૂપ આ આગમ એ ૮૧૧ પદ્યોની ૧૩૫૫ લેક જેવડી સળંગ રચના છે. એને આવસ્મય-નિજજુત્તિની ૬૬૫મી ગાથાની પ્રશાખા ગણવામાં આવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] પિસ્તાલીસ આગામે. [ પ્રકરણ વિષય-ઓહને અર્થ “સક્ષેપ થાય છે. આ કૃતિમાં જૈન દીક્ષા લીધા બાદ સંયમી જીવન જીવવા ઈચછનારે બોલવા-ચાલવામાં, આહાર મેળવવામાં તેમજ વિહાર કરવામાં શી શી સાવચેતી રાખવી તે ટૂંકમાં પરંતુ સચેટ રીતે દર્શાવાયું છે. વિસ્તારથી કહું તો આ કૃતિમાં ચરણ-સપ્તતિ, કરણ-સપ્તતિ, પ્રતિલેખન–દ્વાર, પિંડ–દ્વાર, ઉપધિનું નિરૂપણ, અનાયતનનું વર્જન, પ્રતિસેવના-દ્વાર, આલોચનાદ્વાર અને વિશુદ્ધિ-દ્વાર એમ વિવિધ બાબતે અપાઈ છે. વળી કેટલાંક શુભ શુકને વિષે પણ અહીં ઉલ્લેખ છે. - કર્તા_આ આગમના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી છે. નિર્ધહણ–પ્રત્યાખ્યાનપ્રવાદી નામના નવમા પૂર્વમાંથી આ આગમનું નિર્યુ હણ કરાયું છે. એ હિસાબે આ મૌલિક કૃતિ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સંકલના છે. વિવરણ–આ આગમ ઉપર ૩રર ગાથાનું ભાષ્ય છે. અને એના ઉપર નાયાધમ્મકહાના સંશોધક દ્રોણસૂરિની ૭૫૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. (૫) પિંડનિત્તિ ( પિડનિર્યુક્તિ)– પ્રશાખા–દસયાલિયના “પિંડેસણું” (પિડેષણા) નામના પાંચમા અધ્યયન ઉપર નિયુક્તિ રચતાં એ ઘણી મોટી થઈ જવાથી આ આગમની પૃથક રચના કરાઈ છે. આ હિસાબે આ આગમ દસયાલિયની નિક્તિની પ્રશાખા છે. એમાં ૬૭૧ ગાથાઓ છે. એનું પરિમાણુ ૮૩૫ કલેક જેવડું છે. વિષય-“પિંડને અર્થ “આહાર” થાય છે. સાધુ-સાધ્વીને પણ ધર્મક્રિયા કરવા માટે શરીરની તે જરૂર રહે જ છે. એટલે એના ટકાવ માટે તેમને આહાર કરવો પડે એ સ્વાભાવિક છે. આ આહાર કર દેથી રહિત હોય તે તે સંયમીઓને કામ લાગે. આથી આ આગમમાં એ દેનું નિરૂપણ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ થે ] મૂલસૂત્ર [ ૪૧ કર્તા–આ આગમ ગ્રુતકેવલી ભદ્રબાહસ્વામીની રચના છે. સંતુલન–દિગંબરોના મૂલાયારના છઠ્ઠા પરિચછેદમાંથી પહેલી ૬૨ ગાથામાંથી ઘણીખરી આ પિંડનિજજુત્તિ સાથે મળતી આવે છે. - વિવરણ આ આગમ ઉપર ૪૬ ગાથાનું ભાષ્ય છે. વળી જૈન તિર્ધર હરિભદ્રસૂરિની “સ્થાપના–દેષ પર્યત રચાયેલી વૃત્તિ પણ છે, જો કે એ મળતી હોય તે પણ અમુદ્રિત છે. વ્યાખ્યાવિશારદ મલયગિરિસૂરિની ૭૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ તે સંપૂર્ણ મળે છે, અને એ છપાવાઈ પણ છે. પરિમાણુ- પહેલાં ચાર મૂલસૂત્રેનું એકંદર પરિમાણ ૧૩ ૨૦૦૦+૮૩૫+૧૩૫૫=૪૩૨૦ લેક જેવડું છે. ચોથા મૂલસૂત્ર તરીકે પિંડનિ જુતિ ગણતાં ૧૩૦+૨૦૦૦+૮૩૫૮૩૫૩૮૦૦ લેક જેટલું એ પરિમાણ થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ જર ) [મકા પિસ્તાલીસ આમ પિસ્તાલીસ આમ [પ્રકરણ પ્રકરણ ૫ઃ છ દસ (૧) નિસીહ (નિશીથી— નામ-૮૨૧ શ્લોક જેવડા અને આયારની પાંચમી ચૂલા તરીકે નિર્દેશાતા આ ગદ્યાત્મક આગમનું બીજું નામ આચાર પ્રકલ૫” છે. વિભાગ–આ આગમ વીસ ઉદ્દેશકમાં વિભક્ત છે. વિષય–આ આગમમાં જ્ઞાનાચાર ઈત્યાદિ પાંચ આચારે પાલન કરતી વેળા જે દેશે લાગી જાય તેનાં પ્રાયશ્ચિત્ત નિર્દેશ કરાય છે. નિર્ય હણ–પંચકમ્પ્રભાસ પ્રમાણે નવમા પૂર્વમાંથી આ આગમનું તેમજ દસા, કચ્છ અને વવહારનું પણ શ્રુતકેવલ ભદ્રબાહુસ્વામીએ નિયૂહણ કર્યું છે. કર્તા–કેટલાકને મતે આના કર્તા ગણધર છે. સંતુલન–નિસીહના છેલ્લા ઉદ્દેશકોમાં વવહારના મેટાં ભાગને સ્થાન અપાયું છે. વળી નિસીહનાં કેટલાંયે સૂત્રે આયારની પહેલી બે ચૂલા સાથે સામ્ય ધરાવે છે. વિવરણ–આ આગમ ઉપરની નિર્યુક્તિની ગાથામાં ભાષ્યની કેટલીક ગાથાઓ ભળી ગઈ છે. આ આગમ ઉપર બે ભાષ્ય છે. એનાં પરિમાણ અનુક્રમે ૧૨૦૦૦ અને ૭૫૦૦ શ્લોક હોવાનું કહેવાય છે. લઘુ ભાષ્યમાં ૬૬૬૪ ગાથા છે. એના ર્તા સંઘદાસ ગણિ હેવાનું કેટલાક કહે છે. આ આગમ ઉપર ૨૮૦૦૦ શ્લો જેવડી અને “વિશેસ-નિસીહ-ચણિ” એ નામે ઓળખાવાતી ચણિ જિનદાસગણિ મહત્તરે રચી છે. આ નામ વિચારતાં એમ લા. છે કે આ પૂર્વે બીજી કઈ ચર્ણિ રચાઈ હશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ચમું ] - છ છે [૪૩ આ આગમના વીસમા ઉદ્દેશક ઉપર શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીચર્જ વિ. સં. ૧૧૭૪માં ૧૧૦૦ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. (૨) દસા (દશા)– નામ–૨૧૦૬ ક જેવડા અને મુખ્યતયા ગદ્યાત્મક એવા આ આગમના “દસા' નામ સાથે સુકબંધ” જેડીને પણ એને વ્યવહાર કરાય છે. વળી એનું “આયાદસા” એવું પણ બીજું નામ છે. કેટલીક વાર આ આગમને “દસાસુય” પણ કહે છે. વિભાગ–આ આગમ દસ વિભાગમાં વિભક્ત છે. તેમાં આઠમા અને દસમાને “અધ્યયન તરીકે અને બાકીનાને “દશા તરીકે ઉલ્લેખ જોવાય છે. વિષય–અસમાધિનાં ૨૦ સ્થાને, ૨૧ સબલદેષ, ગુરુની ૩૩ આશાતના, આચાર્યની ૮ સંપદા, ચિત્તની સમાધિનાં ૧૦ સ્થાને, ઉપાસકેની ૧૧ અને સાધુઓની ૧૨ પ્રતિમાઓ, મહાવીરસ્વામીનું ચરિત્ર, મેહનીય કર્મનાં ૩૦ સ્થાન, અને ૯ નિદાન એમ વિવધ બાબતે આ આગમમાં આલેખાઈ છે. આ આગમનું આઠમું અધ્યયન તે પસવણાકપ છે કે જેને સામાન્ય જનતા ‘કલ્પસૂત્ર” તેમજ “બારસાસૂત્ર પણ કહે છે. કર્તા–આ આગમના તેમજ કા૫ અને વવહારના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી છે. વિવરણ–આ આગમ ઉપર થતકેવલી ભદ્રબાહસ્વામીએ ૧૪૦ શ્લોક જેવડી રચેલી નિર્યુક્તિ છે. એ ઉપલબ્ધ પજ્ઞ વિવરણમાં આદ્ય સ્થાન મેળવે છે. આ નિર્યુક્તિમાં કોઈ કઈ ક્ષેપક ગાથા છે. ઉપર્યુક્ત નિર્યુક્તિને ઉદ્દેશીને ર૧૬૧ કલેક જેવડી કોઈકની ચણિ છે. વળી બ્રહ્મમુનિએ વિ. સં. ૧૬૦૦ની આસપાસમાં જનહિતા નામની વૃત્તિ રચી છે, અને એનું પરિમાણ ૫૧૫૦ કનું છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગામે [ પ્રકરણ (૩) કપ (કલ્પ)– નામ–૪૦૦ થી ૪૭૩ લૅક જેવડા આ આગમનાં વિવિદા નામી છે. દા. ત. કપાધ્યયન, બહત્ક૯પ, બૃહસાધુ૫ અને દિકલ્પસૂત્ર. વિભાગ–આ આગમમાં છ ઉદ્દેશક છે. વિષય–સાધુસાધવીના આચાર અને એના નિયમ માટે આ મુખ્ય ગ્રંથ છે. એમાં સંયમને શું સાધક છે એ દર્શાવી . સંયમને કલ્પ અર્થાત્ ખપે એમ કહ્યું છે. એવી રીતે સંયમને શું આધક છે એ બતાવી એ ન કપે એમ કહ્યું છે. આ બંને જાતના વિચારે સ્થાન, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને અંગે કરાયા છે. વિશેષમાં કયા અકાર્ય માટે દસ પ્રાયશ્ચિત્તો પૈકી કયું આપવું એ બાબત અહીં વિચારાઈ છે. આમ આ આગમ દંડવિધાનના નિરૂપણરૂપ છે. વળી કલ્પના છ પ્રકારે વિષે પણ અહીં નિર્દેશ છે. પ્રણેતા-પ્રત્યાખ્યાન પૂર્વમાં મૂલ ગુણો અને ઉત્તર ગુણેને અંગે પ્રાયશ્ચિત્તોને અધિકાર હતા. આ પૂર્વને અભ્યાસ રહ્યો નહિ ત્યારે પ્રાયશ્ચિત્તોને ઉચછેદ થતું અટકાવવા આની તેમજ વવહારની રચના શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ કરી. આમ આ બંને આગમના પ્રણેતા ભદ્રબાહુસ્વામી છે. વિવરણ–આ આગમ ઉપર નિયુક્તિ રચાઈ છે. એમાં ૧ કેટલાક પંચકલ્પને કMની નિયુક્તિનું એક અંગ ગણે છે તે કેટલાક એને કમ્પના ભાસનું અંગ ગણે છે. એ ગમે તે હો એ વિ. સં. ૧૬૧૨ સુધી ઉપલબ્ધ હતું. ખંભાતના કેઈ યતિના પ્રાચીન ભંડારમાં એની દસ પાનાની હાથથી હોવાનું કહેવાય છે. જે એ મળતી હોય તે તેમ, નહિ તે આ પંચકM ઉપર બે ભાષ્ય (એક સંઘદાસગણિ, ક્ષમાશ્રમણનું) અને કેઈકની ચૂર્ણિ મળે છે એ ઉપરથી પંચકષ્પ ઊભું થઈ શકે તેમ હોય છે. તે માટે પ્રયાસ થવો ઘટે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ] છ દસ [[૪ લઘુ ભાષ્યની ગાથાઓ ભળી ગઈ છે. આજે વિશિષ્ટ સાધનની. પ્રચુરતા છે તે એ જુદી તારવવાનો પ્રયાસ થ ઘટે. આ આગમ ઉપર બે ભાષ્ય છેઃ લઘુ અને બૃહત્ લઘુ ભાષ્યના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે અને એમાં ૭૬૦૦ કલેક જેવડી ૬૪૯૦ ગાથા છે. ૧૨૦૦૦ કલેક જેવડું બૃહદભાષ્ય. છે, અને એ આ આગમ ઉપરના લઘુ ભાષ્ય અને એને અંગેની બે ચૂર્ણિ પછી રચાયું છે. - આ આગમ ઉપર જે બે ચર્ણિ છેતેમાની એકને વિશેષણિ” કહે છે, અને એ ૧૧૦૦૦ લેક જેવડી છે. બીજી ચણિનું પરિમાણ ૧૬૦૦૦ શ્લોકનું છે. - આ આગમ અને નિર્યુક્તિને અનુલક્ષીને મલયગિરિસૂરિએ વૃત્તિ રચવા માંડી હતી, પરંતુ એ પીઠિકા પૂરતી પણ પૂરી રચાઈ નહિ. આમ એ ૪૬૦૦ લેક જેટલું કાર્ય, અપૂર્ણ રહેતાં ક્ષેમ-- કીતિસૂરિએ એ કાર્ય વિ. સં. ૧૩૩રમાં પૂર્ણ કર્યું, અને પિતાની આ વૃત્તિનું નામ “સુખાવધ ટીકા' રાખ્યું. આ સમગ્ર વૃત્તિનું પરિમાણ ૪ર૬૦૦ લેકનું છે. (૪) વવહાર (વ્યવહાર)– વિભાગ–૩૭૩ કલેક જેવડા આ આગમમાં દસ ઉદ્દેશક છે. વિષય–કપમાં શિક્ષાના પ્રસંગો દર્શાવાયા છે તે આ આગમમાં એ શિક્ષાઓને કેવી રીતે અમલ કરે તે બતાવાયું છે. તેમ કરતી વેળા નીચેની બાબતે ઉપર પ્રકાશ પડાયો છે – ગણનાયક બનનારના ગુણે, આચાર્ય વગેરે સાત પદવી માટેની યોગ્યતા, પ્રવતિનીનું વર્તન, સાધ્વીઓને અંગેના નિયમો, બે જાતની ૧ આ બાબત ઠાણ (સ્થાન , ઉ, ૩, સૂત્ર ૪૫માં વિચારાઈ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ પ્રતિમા (અભિગ્રહ), આગમાદિ પાંચ પ્રકારના વ્યવહાર, પુરુષ, આચાર્ય અને શિષ્યના ચાર ચાર પ્રકાર, સ્થવિર અને શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, આગમોના પઠન માટેને દીક્ષા-પર્યાય તેમજ વૈયાવૃત્યના દસ પ્રકાર. કર્તા–આ આગમના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહસ્વામી છે. વિવરણ–આ આગમ ઉપર ૬૪૦૦ શ્લેક જેવડું ભાષ્ય છે, અને ૧૨૦૦૦ શ્લેક જેવડી ચૂર્ણિ છે. વિશેષમાં આ આગમ ઉપર મલયગિરિસૂરિની ૩૪૦૦૦ શ્લેક જેવડી વૃત્તિ છે. (૫) જયકપ (છતકલ્પ – વિષય—૨જીત એટલે “આચાર. આ ૧૦૩ ગાથાની અને આશરે ૨૦૦ લેક જેવડી લઘુ કૃતિમાં આલોચનાદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તનું મધ્યમસરનું વિવરણ છે. કર્તા–આ કૃતિના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. એ હરિભદ્રસૂરિ કરતાં પહેલાં થયા છે. વિવરણ–આ કૃતિ ઉપર કર્તાનું પિતાનું રચેલું અર્થાત્ પણ ભાષ્ય છે, અને એમાં છેદશાસ્ત્રના સમસ્ત રહસ્ય ઉપર પ્રકાશ પાડનારી ર૬૦૬ ગાથા છે. આ ગાથાઓ પૈકી કેટલીક કમ્પ. વવહાર અને પંચક૫ એ ત્રણના ભાષ્યની તેમજ પિંડમિજુત્તિની ગાથાઓ સાથે સરખાવી શકાય તેમ છે. આ ભાષ્ય વિસે સાવર્સીયભાસ પછી રચાયું છે. ૧ જુઓ પૃ. ૯. ૨ જે વ્યવહારને આગમ, શ્રત, આજ્ઞા અને ધારણા પૈકી એકેને આધાર ન હોય પરંતુ પરંપરા ઉપર જે નિર્ભર હોય તેને જીત–વ્યવહાર Page #66 -------------------------------------------------------------------------- ________________ વિમું ] છ છેદસૂત્ર [૪૭. આ છયક૫ ઉપર સિદ્ધસેનસૂરિની ૧૦૦૦ લેકની ચણિ . એ પૂર્વે એક બીજી પણ ચણિ રચાઈ હતી. આજે એ મળે છે ખરી? સિદ્ધસેનીય ચણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧રર૭માં ૧ર૦ લોક જેવડી ‘વિષમપદવ્યાખ્યા રચી છે. (૬) મહાનિસીહ (મહાનિશીથ) વિભાગ–૪૫૪૮ શ્લોક જેવડા આ આગમના પ્રારંભમાં એના રણ વિભાગનું સૂચન છે. પણ એ પ્રમાણે એ વિભાગો પડાયા છે ખરા? બાકી આ આઠ વિભાગો તે જોવાય છે. તેમાંના પહેલા છને “અધ્યયન” અને બાકીના બેને “ચલા' કહે છે. કેટલાક ચલાને પણ “અધ્યયન તરીકે નિર્દેશ કરે છે. પહેલા અધ્યયન સિવાયનાં બાકીના સાત વિભાગ માટે ઓછાવત્તા ઉદ્દેશક છે. જેમકે ૯ ૧૬, ૧૬, ૧૨, ૪, ૬ અને ૨૦. એકંદર ૮૩ ઉદ્દેશકે છે. વિષય–પાપની નિંદા અને આલેચના એ આગમનો મુખ્ય સૂર છે. આ આગમમાં નિમ્નલિખિત બાબતેને સ્થાન અપાયું છેઃ ૧૮ પાપસ્થાનક, શ્રુતદેવતા વગેરેના મંત્રાલર, કુશીલ સાધુએનું સ્વરૂપ, દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવની સમજણ, ઉપધાન, તીર્થકરને વિસ્તૃત પરિચય, દ્રવ્ય-પૂજા અને ભાવ–પૂજાને ભેદ, વાસ્વામીએ પંચમંગલમહાસુખધ (નમસ્કારમંત્ર ની કરેલી સ્થાપના, અંડગોલિક, ગુરુ અને શિષ્યને સંબંધ, ગુરુકુલવાસનું મહવ, ગચ્છનું સ્વરૂપ, પ્રાયશ્ચિત્તોના દસ પ્રકાર અને ચાર પ્રકારની આલોચના. વિશેષમાં આ આગમમાં નીચે મુજબની વ્યક્તિઓનાં ચરિત્ર રજૂ કરાયાં છે – અંજનશ્રી, આષાઢ, કમલપ્રભસૂરિ, નંદિષેણ, નાગિલ અને ૧ એઓ પતિત ન થતાં, ચૈત્યવાસીઓએ સાવધાચાર્ય તરીકે એમની બેટી વગેવણી કરી હતી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] પિસ્તાલીસ આગામે [ પ્રકરણ સુશીલ (શ્રાવકે), પુંડરીક અને કંડરીક, ભદ્રાચાર્ય અને રજૂ (આર્મી), લક્ષ્મણ (સાધ્વી) અને સુર્યશ્રી (સુસઢની પુત્રી). કર્તા– આ આગમન કર્તા ગણધર હેવાનું કહેવાય છે. ઉદ્ધરણ–આ આગમની હાથપોથી ખવાઈ જતાં એને ઉદ્ધાર હરિભદ્રસૂરિએ કર્યો છે. સંકલન-સમય–આ આગમ જે સ્વરૂપમાં આજે મળે છે તે સ્વરૂપે આની સંકલના આજથી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલી ગણાય. બહુમાન–આ આગમનું બહુમાન કરનારા તરીકે નિમ્નલિખિત મુનિવરોને આ આગમમાં ઉલ્લેખ કરાયે છે – જિનદાસગણિ, દેવગુપ્ત, નેમિચન્દ્ર, યક્ષસેન, રવિગુપ્તા (યશોવર્ધન ક્ષમાશ્રમણના શિષ્ય), વૃદ્ધવાદી, સર્વર્ષિ (? સત્યશ્રી) અને સિદ્ધસેન દિવાકર. વિવરણ–નિસીહ સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવનારા આ આગમ ઉપર કેઈકની ચૂણિ છે. પરિમાણુ–છ છેદસૂત્રનું એકંદર પરિમાણ ૮૨૧+૨૧૦૬૪૭૩ ૧૩૭૩ર૦૦૪૫૪૯=૮૫ર૧ લેકનું છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ® ] પ્રકીર્ણ કા પ્રકરણ ૬ : પ્રકીર્ણકા (૧) ધ્રુવિથય (દેવેન્દ્રસ્તવ)—— વિષય—૩૦૭ ગાથામાં રચાયેલું આ પ્રકીર્ણક ઇન્દ્રો વિષે કેટલીક વિગતો પૂરી પાડે છે. જેમકે નામ, મળ, ભવન, સ્થિતિ અને અવધિજ્ઞાન. વિશેષમાં આ પ્રકીર્ણકમાં નક્ષત્રાના ચ'દ્ર સાથેના ચાગના સમય, ઈષત્પ્રાક્ભારાનું સ્વરૂપ તેમજ સિદ્ધોની અવગાહના અને એમનું સુખ એ ખાખતા અહીં ચર્ચાઈ છે. કર્તા—આ પ્રકીર્ણકની ૩૦૫મી અને ૩૦૬મી ગાથા વિચારતાં આના કર્યાં ઋષિપાલ હાય એમ લાગે છે. એએ બ્રહ્મદ્વીપ' શાખાના છે એમ કેટલાકનું કહેવું છે.૨ [ ve વિવરણ—૩૭૫ શ્લાક જેવડી આ કૃતિ ઉપર પ્રાકૃત કે સ’સ્કૃતમાં કઈ વિવરણ છે ખરું ? (૨) તંદુલવેયાલિય (તદુલવૈચારિક )—— નામની યોજના ૧૦૦ વર્ષના આયુષ્યવાળા પુરુષ રાજ તંદુલ (ભાત) ખાય તેા તેની જે સંખ્યા થાય એ વિચારના ઉપલક્ષણથી આ પ્રકીર્ણાંકનું નામ ચાજાયાનુ કહેવાય છે. • 3 વિષય- મુખ્યતયા પદ્યમાં રચાયેલા અને ૫૦૦ લેાક જેવડા આ પ્રકીર્ણકમાં નિમ્નલિખિત ખાખતા આલેખાઈ છે :--- જીવની ગર્ભાવસ્થા, જન્મ પછીની ખાળ ઇત્યાદિ દસ દશા, ૧ ગા. ૧૪-૧૯માં બત્રીસ ઇન્દ્રોના ઉલ્લેખ છે. ર્જુએ જિનરત્નકાશના પ્રથમ વિભાગ (પૃ. ૧૮૦). ૩ આ પ્રકીર્ણાંકમાં ૧૩૯ પદ્મા છે. બાકીના જે ભાગ ગદ્યમાં છે તે વીસ સૂત્રરૂપે રજૂ કરાયા છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ 'સંહનન અને સંસ્થાનના છ છ પ્રકારે, કાળના વિભાગ, નાડીઓની સંખ્યા, સ્ત્રીના ત્રણ પર્યા, મહિલા ઈત્યાદિની વ્યુત્પત્તિ, તંદુલની ચાર અબજ સાઠ કરોડ ને એંસી લાખની સંખ્યા, પુરુષાદિના કવલ (કેળિયા)ની સંખ્યા, શરીરની અપવિત્રતા તેમજ વનિતાનું વૈરાગ્યજનક વર્ણન. વિવરણ–આ અજ્ઞાતકર્તક પ્રકીર્ણક ઉપર વિવિમલ ઉર્ફે વાર્ષિગણિની ૫૦૦ (8) ફ્લેકની વિ. સં. ૧૬૪૦ની આસપાસમાં રચાયેલી વૃત્તિ છે. (૩) ગણિવિજા (ગણિવિદ્યા) વિષય–૮૨ પદ્યમાં રચાયેલા આ પ્રકીર્ણકમાં જ્યોતિષને વિચાર કરાયો છે. તેમ કરતી વેળા નિમ્નલિખિત નવનાં બલાબલને નિર્દેશ નવ દ્વાર દ્વારા કરાયા છે – (૧) દિવસ (અહોરાત્ર), (૨) પ્રતિપદ ઈત્યાદિ તિથિ, (૩) નક્ષત્ર, (૪) બવ વગેરે કરણ, (૫) પગ્રહ-દિવસ (વાર), (૬) મુહૂત, (૭) શુકન, (૮) મેષાદિ લગ્ન અને () નિમિત્ત. ૧ હાડકાંની રચના, શરીરને બાંધે. ૨ શરીરને આકાર, દેખાવ. ૩ જે તિથિમાં સૂર્યોદય આવતું હોય તે તિથિને “ઉદયતિથિ તેમજ ઉદયાત તિથિ પણ કહે છે. એવી રીતે સૂર્ય આથમતી વેળા જે તિથિ હોય તેને અસ્તતિથિ' કહે છે. તિથિના અભિનિવેશને લઈને જૈન તેમજ અનેક અજૈન ધર્મોની દીવાલોમાં તડ પડી છે. ૪ ત્રીસ ઘડીને કાળ. ૫ ચંદ્ર વગેરેને લગતે દિવસ ૬ અહોરાત્રને લગભગ બારમે ભાગ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ કે 'પર વિશેષમાં દિવસ કરતાં તિથિનું, તિથિ કરતાં નક્ષત્રનું એમ ઉત્તરોત્તર અધિક બળ છે એમ અહીં કહ્યું છે. આના ૬૩મા પદ્યમાં હિરો શબ્દ વપરાયું છે. એથી આ ગ્રીક અસરથી પ્રભાવિત હોવાનું મનાય છે. મુનિગણના નાયકને દીક્ષા, જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તપશ્ચર્યા, ઉદ્યાપન વગેરેને અંગે દિવસાદિના બલાબલ જ્ઞાન આવશ્યક ગણાય છે. વિવરણ–૧૦૫ લેક જેવડા આ અજ્ઞાતકક પ્રકીર્ણક ઉપર પ્રાકૃત કે સંસ્કૃતમાં કઈ વિવરણ હોય એમ જણાતું નથી. (૪) આઉરપચ્ચકખાણ (આતુરપ્રત્યાખ્યાન) વિષય- મુખ્યતયા પદ્યમાં રચાયેલા આ પ્રકીર્ણકમાં “બાલમરણ, બાલ-પંડિતમરણ અને પંડિત મરણ એમ મરણના ત્રણ પ્રકારને તેમજ હિતશિક્ષાને વિચાર કરાય છે. મરણ માહિની પિઠે આ આઉરપચ્ચખાણમાં તેમજ ભત્તપરિણા અને મહાપચ્ચખાણમાં આરાધનાનો વિષય આલેખાય છે. કર્તા–આના કતાં વીરભદ્ર છે. સંતુલન–વિવાહપણુત્તિ (શતક ૧૩, ઉ. ૭, સૂત્ર ૪૬)માં બાલ-મરણ અને પંડિત-મરણ વિષે વિસ્તૃત નિરૂપણ છે. મૂલાચારના દ્વિતીય પરિછેદમાં આ પ્રકીર્ણકની ૫૪ ગાથા અને ત્રીજા પરિચછેદમાં પાંચ ગાથા જેવાય છે. વિવરણ એક સે લેક જેવડી આ લઘુ કૃતિ ઉપર, આંચલિક ભુવનતુંગસૂરિની વિ. સં. ૧૩૫૦ની આસપાસમાં રચાયેલી ( ૧ શરૂઆતમાં દસ ગાથા છે. ત્યાર પછી કેટલુંક લખાણું ગધમાં છે અને ત્યાર બાદ ૬૧ ગાથા છે. ' Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ] પિસ્તાલીસ આગમે [ પ્રકરણ કર૦ શ્લોકની વૃત્તિ છે. વળી વિક્રમની પંદરમી સદીના ગુણરત્નસૂરિની અવરિ છે. (૫) મહાપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન) વિષય–આ ૧૪૨ પદ્યમાં રચાયેલી કૃતિમાં દુશ્ચરિત્રની નિંદા, માયાને ત્યાગ, પંડિત મરણની અભિલાષા અને પ્રશંસા, પૌગલિક આહારથી અતૃપ્તિ, પાંચ મહાવ્રતનું પાલન અને આરાધના એમ. વિવિધ બાબતેને સ્થાન અપાયું છે. સંતુલન––૧૭૬ ક જેવડી આ અજ્ઞાતર્તક પ્રકીર્ણકની બે ગાથા મૂલાયાર (પરિ૦ ૨)માં અને ત્રણ ગાથા પરિ૦ ૩ માં જોવાય છે. વિવરણ–આ અજ્ઞાતકક પ્રકીર્ણક ઉપર કેઈવિવરણ રચાયું હોય એમ જણાતું નથી. (૬) ગચ્છાચાર (ગચ્છાચાર) વિષય–૧૩૭ પદ્યોમાં ગુંથાયેલા આ પ્રકીર્ણકને મુખ્ય સૂર ગચ્છનું અર્થાત્ સાધુઓના સમુદાયનું નિરૂપણ છે. એમાં આચાર્ય, સાધુ અને સાધ્વીનું સ્વરૂપ વર્ણવાયું છે. વિશેષમાં ગ૭માં રહેવાનું ફળ દર્શાવાયું છે. ઉદ્ધાર–આ આગમને ઉદ્ધાર મહાનિસીહ, કશ્ય અને વવહારમાંથી કરાય છે. એ હિસાબે આ વીરસંવત્ ૧૭૦ પછીની કૃતિ ગણાય. ૧ એમણે ચઉસરણ, ભરપરિણું અને સંથાગ ઉપર પણ અવચૂરિ રચી છે, અને આ ત્રણની અવચૂરિના પરિમાણમાં આરિપચ્ચખાણની અવચૂરિનું પરિમાણ ઉમેરતાં એ ૮૦૦ નું થાય છે એમ જૈન ગ્રંથાવલી (૫. ૪૬)માં ઉલ્લેખ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ [૫૩ અનુલ્લેખ આ તેમજ આના પછીનાં ચાર પ્રકીર્ણ કેને નામે લેખ નંદી તેમજ પખિયસુત્તમાં નથી. વિવરણ–૧૭૫ લેક જેવડા આ અજ્ઞાતકર્તક પ્રકીર્ણક ઉપર આનંદવિમલસૂરિના સંતાનય અને તંદુલયાલિયના વૃત્તિકાર વિવિમલે યાને વાનર (વાર્ષિ ગણિએ વિ. સં. ૧૯૩૪માં આશરે ૫૮૫૦ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. આ આગમ ઉપર કેઈકની એક અવરિ છે, અને એની એક હાથપથી વિ. સં. ૧૬૪૬માં લખાયેલી છે. (૭) ભત્ત પરિણું (ભક્તપરિજ્ઞા) વિષય––૧૭૨ પદ્યમાં રચાયેલી આ કૃતિમાં ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાન માટેની યોગ્ય તૈયારીઓને નિર્દેશ કરાયો છે. એમ કરતી વેળા ‘અભ્યત મરણનું ફળ, ભક્ત-પરિજ્ઞાના બે પ્રકાર, અનશન માટેની ગ્યતા અને એને અંગે કરાવાતાં 'સમાધિપાન અને વિરેચન, શિષ્યને અપાયેલી શિખામણો, પાંચ મહાવ્રતનાં સ્વરૂપ અને ફળ તેમજ “પાદપે પગમન અનશન કર્યા બાદ ચાણક્યની મુબંધુએ કરેલી દુર્દશા અને ચાણક્યનું સમાધિમરણ એમ વિવિધ બાબતે ઉપસ્થિત કરાઈ છે. કર્તા–આના ક્ત વીરભદ્ર છે (જુઓ. ગા. ૧૭૧). વિવરણ–૨૧૫ કલેક જેવડા આ પ્રકીર્ણક ઉપર ગુણરત્નસૂરિની અવચરિ છે (જુઓ. પૃ. પર). ૧ ગા. ૪૧માં કહ્યું છે કે એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રની સાથે સાકરવાળું દૂધ ઉકાળીને ટાઢું કરી પાવું તે “સમાધિ-પાન છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] પિસ્તાલીસ આગમા (૮) મરણુસમાહિ ( મરણુસમાધિ )— નામ-~આ પ્રકી કને મરણવિભૂત્તિ ( મરણવિભક્તિ ), મરવ િ મણિવધિ), મરણવિદ્ધિસંગહ (મરણવિધિસંગ્રહ) તેમજ મરણુસામાયારી ( મરણસામાચારી ) પણ કહે છે. વિષય---૬૬૩ પદ્યમાં રચાયેલી આ કૃતિ મૃત્યુસમયે વેદના અને ઉપસર્ગ થાય તો તેવે સમયે સમાધિ (સમભાવ) જાળવવા માટે ઉપયાગી થઈ પડે એવી વિચારધારાએ રજૂ કરે છે. એમ કરતી વેળા નિમ્નલિખિત ખાખતા આલેખાઈ છેઃ- [ પ્રકરણ આરાધનાના ત્રણ પ્રકાર, પાંચ સકિલષ્ટ ભાવનાના ત્યાગ, મરણને અંગે આલોચનાદિ ચૌદ પ્રકારના વિધિ, સૂરિના ગુણા, અનશનનું લક્ષણ, જ્ઞાનનો મહિમા, સલેખનાવિવિધ, પંડિત અને અભ્યુદ્ઘત એમ બે જાતનાં મરણુ, મહાત્રતાની રક્ષા, નિર્યામક, ક્ષામણા, સસ્તારક, પ્રત્યાખ્યાન, અનિત્યાદિની ખાર ભાવના તેમજ મુક્તિના સુખની અપૂર્વ તા. વિશેષમાં નિમ્નલિખિત વ્યક્તિઓનાં ચરિત્ર પણ આલેખાયાં ચિલાતિપુત્ર, જિનધર્મ (શેઠ), ધન્ય અને શાલિભદ્ર તેમજ પાંચ પાંડવા. રચના-સામગ્રી-૮૩૭ શ્લાક જેવડા અને એ રીતે અહીં અપાયેલાં દસે પ્રકીર્ણ કામાં સૌથી વિસ્તૃત એવા આ પ્રકીર્ણકની રચના નિમ્નલિખિત આઠ શ્રુતાના આધારે કરાઈ છેઃ--- ૧ જુએ અંતિમ ગાથા. Page #74 -------------------------------------------------------------------------- ________________ » ' ] પ્રકીણ કા [ ૫૫ (૧) આઉરપચ્ચક્ખાણુ, (૨) આરાહા (પઇણુગ), (૩) ભત્તપરિણા, (૪) મરવિત્તિ, (૫) મરણવિસહિ, (૬) મરણસમાહિ; (૭) મહાપચ્ચક્ખાણ અને (૮) સ’લેહણાસુચ, આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે આજે જે પ્રકીર્ણકાના ૪૫ આગમમાં સમાવેશ કરાય છે તેમાં આ મરણુસમાહિ નામની કૃતિ તા એ પ્રાચીન કૃતિને આધારે અને એના નામથી ચેાજાઈ છે. વિવરણ—આ અજ્ઞાતકર્તૃક પ્રકીર્ણક ઉપર કાઇએ વિવરણ રચ્યાનું જણાતું નથી. (૯) સંચાગ (સંસ્તારક )—— વિષય—૧૨૩ પદ્યોમાં ગુથાયેલી અને ૧૫૫ શ્ર્લાક જેવડી આ કૃતિમાં અંતકાળની આરાધનારૂપ સંસ્તારકના મહિમા વર્ણવાયા છે. એમ કરતી વેળા એ સંસ્તારકની મગળતા વેત કમળ, (પૂર્ણ) કળશ, સ્વસ્તિક, ન દ્યાવર્ત અને ઉત્તમ પુષ્પની માળા કરતાં અધિક હાવાના ઉલ્લેખ કરાયા છે. વળી કેાનું સ ́સ્તારક વિશુદ્ધ ગણાય એ આખત વિષે તેમજ વિધિપૂર્વક સંસ્તારક ઉપર આરૂઢ થયેલા ક્ષેપકના સુખ અને ક્ષમાપનાની વિધિ વિષે અહીં વિચાર કરાયા છે. વિશેષમાં સસ્તારક ઉપર આરૂઢ થઈ ‘પડિત’ મરણ પામનારી નિમ્નલિખિત વ્યક્તિના દૃષ્ટાંતા રજૂ કરાયાં છેઃ અમૃતદ્દાષ (રાજર્ષિ), અણિકાપુત્ર, અવ'તિ (સુકુમાલ), (આર્ય) કાર્તિક, ગજસુકુમાલ, (‘ઇંગિણી' મરણ સ્વીકારનાર) ચાણકય, ચિલાતીપુત્ર, દડ (રાજર્ષિ), ધર્મસિંહ, લલિતઘટનામના ૩૨ પુરુષા, ( ગોશાલકે તેજલેશ્યા મૂકી ભસ્મીભૂત કરેલા બે મુનિવરે) સર્વાંનુભૂતિ અને સુનક્ષત્ર, સુકેાશલ ઋષિ તેમજ કઇંક મુનિવરના પાંચસેા શિષ્યા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] પિસ્તાલીસ આગમા [ પ્રકરણ વિવરણ—આ અજ્ઞાતકતૢ કે પ્રકીર્ણ ક ઉપર આઉરપચ્ચક્ખાણુના વૃત્તિકાર‘આંચલિક' ભુવનતુંગસૂરિની અવર છે. વળી ગુણરત્નસૂરિની પણ એક વરિ છે. અને એનું પરિમાણ ૧૧૦ ગ્લાકનું છે. (૧૦) ઉસરણુ ( ચતુઃશરણુ )— નામ—૬૩ પદ્યોમાં રચાયેલા આ પ્રકીર્ણ કને ‘કુસલાહુઅધિઅઝયણ (કુશલાનુંખ"ધ્યધ્યયન) પણ કહે છે. વિષય—આ લઘુ કૃતિમાં વિવિધ ખાખતા વિચારાઈ છે. જેમકે સામાયિકાદિ છ આવશ્યકાનાં ફળ, ચૌદ સ્વપ્નાનાં નામ, અદ્ભુિત (જૈન તી ́કર), સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞે પ્રરૂપેલા ધર્મ એ ચાર શરણા, દુષ્કૃત્યની નિન્દા અને સત્કાર્યની અનુમેદના. કર્તા--આ પ્રકીર્ણકના કર્યાં વીરભદ્ર છે. વિવરણ—૮૦ ક્ષ્ાક જેવડી આ કૃતિ ઉપર ગુણુરત્નસૂરિની અવર છે ( જુએ પૃ. પર). ' આમ અહીં જે દસ પ્રકીર્ણ કાને! પરિચય અપાયા છે તે પૈકી છ તા સમાધિમરણ સાથે સંબંધ ધરાવે છે. અંતસમયે સમભાવ જાળવવા એ સહેલી વાત નથી. “ જેના અંત સુધર્યાં તેનું બધું સુધયું” એમ જે કહેવાય છે તે લેાકેાક્તિને કેમ ચિરતા કરવી તે આ પ્રકીર્ણકમાં દર્શાવાયું છે. પરિમાણ—આ પ્રમાણે પ્રકીર્ણકાના અધિકાર પૂરા થાય છે એટલે એનું એક’દર પિરમાણુ ૩૭૫+૫૦૦+૧૦૫+૧૦૦+૧૭૬+૧૭૫ +૨૧૫+૮૩૭+૧૫૫+૮૦=૨૭૧૮ શ્લાકનું છે એ વાત હું નાણું છું. Page #76 -------------------------------------------------------------------------- ________________ સાતમું] બે ચૂલિકાસ્ત્ર [ ૫૭ પ્રકરણ ૭ : બે ચૂલિકાસવ (૧) નંદી નામ–આને કેટલાક “નદિ પણ કહે છે. વિશેષમાં કઈ કેઈ વિદ્વાન તે “નંદી એ “નાન્દીનું પ્રાકૃત સમીકરણ હોવાની કલ્પના કરે છે. વિષય દ્રવ્ય અનુગના નિરૂપણરૂપ આ આગમમાં ૫૯ સૂત્રો છે અને ૯૦ પદ્યો છે. શરૂઆતમાનાં ૪૭ પદ્યો એટલે ભાગ વિરાવલીરૂપ છે. પ્રારંભમાં મહાવીરસ્વામીની સ્તુતિ છે. ત્યાર બાદ નગર, ચકે, રથ ઈત્યાદિ રૂપક દ્વારા સંઘની મરમ સ્તુતિ કરાઈ છે. આ આગમને મુખ્ય વિષય મતિ, શત, અવધિ, મન પર્થવ અને કેવલ એ પાંચ જ્ઞાનરૂપ ભાવ-નદીના પ્રકારો અને ઉપપ્રકારનું નિરૂપણ છે. સૂ. ૪રમાં અનેક અજૈન ગ્રે ઉલ્લેખ છે. વિશેષમાં દ્વાદશાંગીને પરિચય પણ આ આગમમાં અપાય છે. આ ઉપરાંત સૂ. ૪જમાં આગના “અંગપ્રવિષ્ટ અને “અંગબાહ્ય” એવા જે મુખ્ય બે ભેદ પડે છે તેમાંના બીજા ભેદના આવશ્યક અને “આવશ્યક વ્યતિરિક્ત એવા બે પેટા દર્શાવાયા છે. ત્યાર બાદ આવશ્યકના સામાયિકાદિ છ પ્રકાર અને આવશ્યક– વ્યતિરિક્તના કાલિક અને ઉત્કાલિક એવા બે પ્રકારે નિર્દેશ કાય છે. આગળ જતાં “ઉત્કાલિક તરીકે ર૯ આગામે અને કાલિક તરીકે ૩૧ આગમને નામેલ્લેખ છે. તેમાં બાર ઉપાશે પૈકી એવવાઈય, રાયપસેણિય, જીવાભિગમ, પણવણી અને સૂરપણત્તિ એ પાંચને “ઉત્કાલિક તરીકે અને જંબુદ્દીવપત્તિ , ૧ પખિયસુત્તમાં પ્રથમ કાલિકે શ્રત તરીકે ૩૭ ગ્રંથોને ઉલ્લેખ છે, અને ત્યાર બાદ ઉત્કાલિક તરીકે ૨૮ ગ્રંથ ગણવાયા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮] પિસ્તાલીસ આગમ [પ્રકરણ ચંદપણત્તિ, કમ્પિયા, કપૂવડિસિયા, પુષ્ફિયા, પુષ્કચૂલિયા અને વહિદસા, એ સાતને “કલિક” તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં મૂલસૂત્ર પૈકી દસયાલિયને “ઉત્કાલિ” તરીકે અને ઉત્તરજઝયણને “કાલિક તરીકે ઉલ્લેખ છે. છ છેદસૂત્રો પિકી પહેલાં ચાર સૂત્રે અને છઠ્ઠાને “કાલિક તરીકે ઉલ્લેખ છે." દસ પ્રકીર્ણ કે પૈકી આઉરપચ્ચકખાણ, ગણિવિજજા, તંદુલવેયાલિય, દેવદથય અને મહાપચ્ચકખાણ એ પાંચને “ઉત્કાલિક તરીકે નિર્દેશ છે૨ નંદી અને અણુઓગદાર એ બે આગમોની પણ ઉત્કાલિક તરીકે ગણના કરાઈ છે. કર્તા–આ આગમના કર્તા દૂષ્યગણિના શિષ્ય દેવવાચક છે. એમને કેટલીક વ્યક્તિઓ આગમને પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણિ ક્ષમાશમણ તરીકે ઓળખાવે છે, પરંતુ એ વાત વ્યાજબી જણાતી નથી. રચના-સમય–આ આગમમાં જે અજૈન ગ્રંથને ઉલ્લેખ છે તે વિચારતાં આ આગમની રચનાની પૂર્વ સીમા તરીકે ઈ. સ.ને ત્રીજા સૈકાને અને ઉત્તર સીમા તરીકે ઈ. સ.ના પાંચમા સૈકાને નિર્દેશ થઈ શકે તેમ છે. સમીક્ષા-દ્વાદશારાયચક ઉપરની સિંહસૂરગણિકૃત ટીકામાં ણાવવા gિ ને સૂત્ર તરીકે અને નિમ્નલિખિત ગાથાને ભાષ્ય તરીકે નિર્દેશ છે -- ૧ છલકમ્પને “ઉત્કાલિક તરીકે આજકાલ ગણવામાં આવે છે. - ૨ ચઉસરણુ, ગચ્છાયાર, ભરપરિણું, મરણસમાપ્તિ અને સંથારા એ પાંચ પ્રકીર્ણને ‘ઉકાલિક તરીકે આજકાલ નિર્દેશ કરાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ રાતમું ] બે ચૂલિકાસૂત્ર [ પર: तं पि जति आवरिजेज तेण जीवो चंदसूराणं આથી એમ લાગે છે કે નંદીગત કોઈ કઈ પદ્યો એના. ભાષ્યનાં હશે. નંદીના પ્રારંભમાં અપાયેલી સ્થવિરાવલી આવસ્મયની નિયુક્તિગત સ્થવિરાવલી સાથે સરખાવી શકાય તેમ છે. નંદી (સૂ. ૪૧)માં સમ્યક-શ્રુતનું જે નિરૂપણ છે તે શબ્દશઃ આણુઓગદાર (સૂત્ર ૪૨માં જોવાય છે. વિવરણ–૭૦૦ શ્લેક જેવડા અને વ્યાખ્યા-મંગલ-ગ્રંથ તરીકે “આગમ દ્વારક' શ્રીઆનંદસાગરસૂરિજી દ્વારા નિર્દેશાયેલા. આ આગમ ઉપર ૧૫૦૦ શ્લેક જેવડી અને વિ. સં. ૧૭૩૩માં રચાયેલી ચૂણિ છે. એને કર્તા જિનદાસગણિ મહત્તર છે. હરિભદ્રસૂરિએ આ આગમ અને એની ચણિને અનુલક્ષી ર૩૩૬ લોક જેવડી વૃત્તિ રચી છે. મલયગિરિસૂરિએ પણ વૃત્તિ, રચી છે અને તેમ કરતી વેળા હારિભદ્રીય વૃત્તિને પણ એમણે ઉપયોગ કર્યો છે. “કચથી શરૂ થતી પત્રિપુટી ઉપરની એમની આ વૃત્તિ ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે એક ઉત્તમ સાધન પૂરું પાડે. છે. એ વૃત્તિ ૭૭૩૨ કલેક જેવડી છે. વિસાવયભાસના વૃત્તિકાર મલધારી હેમચન્દ્રસૂરિએ. નંદિટિણ રચ્યું છે, પણ એની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. શું આ કૃતિ નંદીની હારિભદ્રીય વૃત્તિનું ટિપ્પણ હશે? ૧ આ ગાથા કપના ભાષ્યમાં જોવાય છે. ૨ આગમોદ્ધારકને મતે એને લિપિ–કાલ શકસંવત ૫૦૦ને છે, ૩ જુએ વિસાની વૃત્તિની પ્રશસ્તિ, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] પિસ્તાલીસ આગમા (૨) અણુઓગદાર (અનુયાગદ્વાર )— વિષય-લગભગ ૨૦૦૦ શ્ર્લાક જેવડા અને પ્રશ્નોત્તર શૈક્ષીએ મુખ્યતયા ગદ્યમાં ૧પર સૂત્રમાં રચાયેલા અને ‘દ્રવ્ય’અનુચેાગના વિવરણરૂપ આ આગમ અનુયાગનાં ચાર દ્વાર નામે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય ઉપર પ્રકાશ પાડે છે. વિશેષમાં એમાં નિમ્નલિખિત ખાખતાને સ્થાન અપાયું છેઃ - પલ્યાપમ અને સાગરાપમનું તેમજ સખ્યાના સંખ્યાત, અસખ્યાત અને અનંત એ મુખ્ય ત્રણ પ્રકારાનું અને એના એક‘દર ઉપપ્રકાશનું સ્વરૂપ, પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર પ્રકારો, આગમના અર્લીંગમ અને સૂત્રાગમ એ બે પ્રકારો અને એના અબ્બે ઉપપ્રકાશ, આગમના પર્યાય, નામના પ્રકારો જેવી વ્યાકરણવિષયક વિચારણા, નવ કાવ્ય-રસ જેવી કાવ્યશાસ્ત્રની વાનગી, સંગીતશાસ્ત્રને લગતી કેટલીક હકીકતા તેમજ નદીની પેઠે અનેક અજન ગ્રંથાનાં નામે. [ પ્રકરણ કર્તા-વિવિધ આગમેાના પ્રવેશદ્વારની ગરજ સારનારા આ આગમની રચના કેટલાકને મતે આય રક્ષિતસૂરિને હાથે થઇ છે. એ હિસાબે આ આગમ ઈ. સ. ખીજી સદ્નીની કૃતિ ગણાય. સંતુલન-સૂ. ૧૫૧ એ આવસ્યયની નિયુક્તિની ગા. ૧૪૦-૧૪૧ (મલયગિરીય વૃત્તિ પ્રમાણે ૧૩૭-૮) સાથે મળતું આવે છે. વિવરણ—આ આગમ ઉપર ૨૨૬૫ શ્ર્લોક જેવડી કાઈકની ણિ છે અને એ મુદ્રિત છે. વિશેષમાં આ આગમ ઉપર સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની ‘શિષ્યહિતા' નામની ૩૦૦૦ શ્લોકની વૃત્તિ છે અને ૧ પ્રથમ પત્રમાં જે નંદીચુષ્ણુિનો ઉલ્લેખ છે તે શું જિનદાસગણુની કૃતિ છે? Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ સાતમું ] બે ચૂલિકાસ્ત્ર એ પણ છપાયેલી છે. આ બંનેમાં “શરીર પદ ઉપરની જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ચૂર્ણિને સ્થાન અપાયું છે. જુઓ અનુક્રમે પત્ર ૭૪ અને ૯૯, ભવભાવણું વગેરેના કર્તા અને વિ. સં. ૧૧૮૦ની આસપાસમાં સ્વર્ગે સંચરેલા “મલધારી હેમચન્દ્રસૂરિની ૫૯૦૦ લેકની એક વૃત્તિ છે અને તે પ્રસિદ્ધ થયેલી છે. પરિમાણ–આ બે ચૂલિકાસ્ત્રનું એકંદર પરિમાણ લગભગ ૭૦૦ર૦૦૦=૨૭૦૦ કલેકનું છે. ૪૫ આગમનું પરિમાણ--આપણે આગમોના છ વર્ગનું પૃથક પૃથક પરિમાણ તે તે વર્ગના પરિચયના અંતમાં ધી ગયા. અહીં એ છે કે વર્ગના એકંદર પરિમાણની કલેક–સંખ્યા નીચે મુજબ હું દર્શાવું છું – ૩૫ ૨૬ ૨૬૨૩૭+ ૩ર૦+૮૫૨૧+ ર૭૧૮ર૭૦૦ =૮૦૧રર. અભિલાષા–તજ્ઞાનના પ્રતિનિધિરૂપ પિસ્તાલીસ આગમેની વિચારણા હવે પૂરી થઈ છે એટલે અંતમાં આ શ્રુતજ્ઞાનને સાર ચાસ્ત્રિ છે અને ચારિત્રને સાર નિર્વાણ છે તે એ બંનેને મશઃ પ્રાપ્ત કરવા સૌ કઈ ભાગ્યશાળી થાઓ એ અભિલાષા. - - ૧ આને બદલે ૩૮૦૦ ગણીએ તે ૭૯૬૨ થાય, ૨ આ સુપરિચિત આગમે ઉપરાંત અન્ય આગમે છે. એમાંના કેટલાક આજે અપ્રાપ્ય છે, જ્યારે બાકીના ઉપલબ્ધ આગમ અપ–પરિચિત છે Page #81 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગામે આગમ-પુરુષની પ્રતિકૃતિ જૈને પિતાના મૌલિક અને મહત્વના ધાર્મિક ગ્રંથને આગમ' કહે છે. એને પુરુષની ઉપમા અપાતાં એને “આગમપુરુષ” તરીકે નિર્દેશ થતું આવ્યું છે અને થાય છે. માનવી પુરુષને જેમ અંગો અને ઉપાંગે છે તેમ આ આગમ-પુરુષને પણ છે. આ પ્રકારની પ્રથમ કલ્પનાનું બીજ જિનદાસગણિ મહત્તરે નંદીની ચૂર્ણિ (પત્ર ક૭માં) એક ગાથા દ્વારા રજૂ કર્યું છે. એ ગાથા આગમ-પુરુષની આ પ્રતિકૃતિમાં, એના ભામંડળના પરિધરૂપે રજૂ કરાઈ છે. એમાં સૂચવાયા મુજબ આયારથી માંડીને દિક્િવાય સુધીનાં બાર અંગે તે આગમ-પુરુષનાં અનુક્રમે નીચે મુજબનાં બાર અંગ–અવયવે છે – બે ચરણ, બે જધા, બે સાથળ, બે બાહુ, ડાક અને મસ્તક. જમણી બાજુને ડાબી બાજુ કરતાં સામાન્ય રીતે પ્રધાન પદ અપાય છે તે દષ્ટિએ અહીં પણ જમણા ચરણથી, નહિ કે ડાબાથી, આયારાદિ બાર અંગેની યેજના કરાઈ છે. દિક્વાય એ આગમ-પુરુષનું મસ્તક હેવાથી એ બારમા અંગમાંથી ઉદ્ભવેલાં છેદસૂત્રે આગમ-પુરુષના ભામંડળ તરીકે આલેખાયાં છે. આગમના અર્થના પ્રરૂપક દેવાધિદેવ વિશ્વવિભૂતિ તીર્થકર છે. એઓ એ પ્રરૂપણ સર્વજ્ઞ (કેવલજ્ઞાની) બન્યા બાદ કરે છે. એમના કેવલજ્ઞાનરૂપ સૂર્યને ઉદય થતાં ત્રિપદીરૂપ કમળ વિકસિત બને છે અને એના આધારે બાર અંગે યોજાય છે. એ અંગે બાર ઉપગ સાથે સંકલિત હોવાનું મનાય છે. એ હિસાબે આ પ્રતિકૃતિમાં પ્રત્યેક અંગની સાથે સાથે એના ઉપાંગને નિર્દેશ Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ક આગમ–પુરૂષની પ્રતિકૃતિ કરાય છે. કમળની નાળનાં મૂળ તરીકે ચાર મૂલસૂત્રને અને એ કમળની નીચે બે બાજુએ બે ચૂલિકાસૂત્રોને સ્થાન અપાયું છે. સૂર્યનાં વિવિધ કિરણે તે પ્રકીર્ણકે છે. અહીં દસ પ્રકીર્ણકને એ રીતે રજૂ કરાયાં છે. આમ આ આગમ-પુરુષ ૧ર અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્ર એમ એકંદર ૪૬ આગમના અધિષ્ઠાનરૂપ છે. આગમ-પુરુષની ઊભી પ્રતિકૃતિ કાર્યોત્સર્ગ–મુદ્રાને મોટે ભાગે મળતી આવે છે, જ્યારે એની હથેલી અભયમુદ્રાનું ઘતન કરે છે. આ દ્વારા, જ્ઞાનાવરણીય કર્મની નાગચૂડમાં અનાદિ કાળથી સપડાયેલા છે પૈકી જેઓ આગની સાચી અને સંપૂર્ણ આરાધના કરે તેમને એ અભય આપે છે એ ભાવ વ્યક્ત કરાવે છે. હી, , Page #83 -------------------------------------------------------------------------- ________________ Page #84 -------------------------------------------------------------------------- ________________ Gibrary.org