________________
૪]
પિસ્તાલીસ આગમ
[ પ્રકરણ
પ્રતિમા (અભિગ્રહ), આગમાદિ પાંચ પ્રકારના વ્યવહાર, પુરુષ, આચાર્ય અને શિષ્યના ચાર ચાર પ્રકાર, સ્થવિર અને શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, આગમોના પઠન માટેને દીક્ષા-પર્યાય તેમજ વૈયાવૃત્યના દસ પ્રકાર.
કર્તા–આ આગમના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહસ્વામી છે.
વિવરણ–આ આગમ ઉપર ૬૪૦૦ શ્લેક જેવડું ભાષ્ય છે, અને ૧૨૦૦૦ શ્લેક જેવડી ચૂર્ણિ છે. વિશેષમાં આ આગમ ઉપર મલયગિરિસૂરિની ૩૪૦૦૦ શ્લેક જેવડી વૃત્તિ છે. (૫) જયકપ (છતકલ્પ –
વિષય—૨જીત એટલે “આચાર. આ ૧૦૩ ગાથાની અને આશરે ૨૦૦ લેક જેવડી લઘુ કૃતિમાં આલોચનાદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તનું મધ્યમસરનું વિવરણ છે.
કર્તા–આ કૃતિના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. એ હરિભદ્રસૂરિ કરતાં પહેલાં થયા છે.
વિવરણ–આ કૃતિ ઉપર કર્તાનું પિતાનું રચેલું અર્થાત્ પણ ભાષ્ય છે, અને એમાં છેદશાસ્ત્રના સમસ્ત રહસ્ય ઉપર પ્રકાશ પાડનારી ર૬૦૬ ગાથા છે. આ ગાથાઓ પૈકી કેટલીક કમ્પ. વવહાર અને પંચક૫ એ ત્રણના ભાષ્યની તેમજ પિંડમિજુત્તિની ગાથાઓ સાથે સરખાવી શકાય તેમ છે. આ ભાષ્ય વિસે સાવર્સીયભાસ પછી રચાયું છે.
૧ જુઓ પૃ. ૯.
૨ જે વ્યવહારને આગમ, શ્રત, આજ્ઞા અને ધારણા પૈકી એકેને આધાર ન હોય પરંતુ પરંપરા ઉપર જે નિર્ભર હોય તેને જીત–વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org