________________
ત્રીજુ ]. બાર ઉપાંગે
[[ર વિષય–દ્રવ્ય અનુગથી પલ્લવિત અને મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમમાં, ઠાણમાં જીવ અને અજીવને જે અધિકાર છે તેને અહીં વિસ્તારથી પ્રશ્નોત્તર શિલીએ વિચાર કરાય છે. તેમાં પણ જીવનું નિરૂપણ તે અજીવ કરતાં યે ઘણું વિસ્તૃત છે. શરૂઆતમાં સૂત્રોમાં અજીવના પ્રકારે અને ઉપપ્રકારે વિષે માહિતી અપાઈ છે. ત્યાર બાદ પ્રથમ પ્રતિપત્તિમાં જીવના બે પ્રકારો, બીજીમાં ત્રણ એમ નવમીમાં દસ પ્રકારો દર્શાવાયા છે. ત્રીજી પ્રતિપત્તિમાં દ્વીપ અને સમુદ્રો વિષે હકીકત છે.
“જબૂદ્વીપની જગતીના પૂર્વ દ્વારના અધિપતિ વિજય દેવના અધિકારને તેમજ દેવનિકાયના વિસ્તૃત વર્ણનને આ આગમમાં સ્થાન અપાયું છે. વિશેષમાં આ આગમમાં ભરતી અને ઓટનાં કારણ દર્શાવાયાં છે.
વિવરણ–આ આગમ ઉપર ૧૫૦૦ કલેક જેવડી કોઈકની ચૂણિ છે અને આના ઉપર અનેક ગ્રના પ્રણેતા હરિભદ્રસૂરિની પ્રદેશટીકા' નામની અને ૧૧૯૨ કલેક જેવડી વૃત્તિ છે પણ એ બંને અમુદ્રિત છે, જ્યારે રાયપસેણિયના વૃત્તિકાર મલયગિરિસૂરિની ૧૪૦૦૦ લેક જેવડી મોટી વૃત્તિ તે છપાયેલી છે. (૪) પણણુવણું (પ્રજ્ઞાપના)
વિભાગ–સમવાયના ઉપાંગ તરીકે ઓળખાવાતે, દ્રવ્ય અનુગથી ઓતપ્રેત અને ૭૭૮૭ શ્લોક જેવડે આ આગમ છત્રીસ વિભાગમાં વિભક્ત છે. એ દરેકને “પદ કહે છે. કેટલાંક પદને ઉદ્દેશકરૂપ પેટાવિભાગ છે. આ આગમમાં એકંદર ૩૪૯ સૂત્ર છે.
વિષય-મંગલાચરણના પાંચમા પદ્યમાં આ ઉપાંગને અધ્યયન કહી એને ચિત્ર, શ્રતરત્ન અને દૃષ્ટિવાદના સારરૂપે નિર્દેશ કરાયો છે. જેમ અંગમાં વિવાહપણુત્તિ સૌથી મોટું અંગ છે તેમ સમસ્ત ઉપાંગમાં આ સૌથી મોટું છે. વળી આ ઉપાંગ એ અંગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org