________________
પિસ્તાલીસ આગામે
પ્રકરણ ૧: પીઠિકા ઉદ્દભવ–શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ઈ.સ. પૂર્વે પપ૭માં સર્વજ્ઞ બન્યા. બીજે દિવસે એમણે અગિયાર વેદમૂર્તિ બ્રાહ્મણોને દીક્ષા આપી. એમને “ગણધરની માનવંતી પદવીથી નવાજ્યા. એ સમયે તીર્થ સ્થાપતી વેળા મહાવીરસ્વામીએ એ અગિયાર ગણધરોને જૈન દર્શનની મહામૂલી ચાવીરૂપ ત્રિપદીને બધ કરાવતાં કહ્યું કે પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને એ ધ્રુવ (સનાતન) પણ છે. એ ગહન ભાવવાળી ત્રિપદીને લક્ષ્યમાં રાખીને એ સર્વે ગણધરેએ એક દ્વાદશાંગી રચી. તેમાં સૌથી પ્રથમ ચૌદ પુલ્વ (પૂર્વ)ની એમણે યેજના કરી. એ ચૌદ પૂર્વના સમૂહને “પૂર્વગત” કહે છે. આગમપુરુષના મસ્તકે સ્થાન પામેલા-એના મસ્તકરૂપ ગણાતા બારમા અંગ નામે દિક્િવાય (દૃષ્ટિવાદ)ના સૂત્ર, પરિકર્મ, પૂર્વગત, અનુયાગ અને ચૂલિકા એમ જે પાંચ વિભાગો ગણાવાય છે તેમાં પૂર્વગત’ મુખ્ય અને મહત્વનું સ્થાન ભોગવે છે. .
પિસ્તાલીસ આગના છ વર્ગ–સુધર્મસ્વામી એ મહાવીરસ્વામીને પાંચમા ગણધર છે. એમણે જે દ્વાદશાંગી રચી તેને બહમાં બહું પહેલાં અગિયાર અંગ પૂરત જ ભાગ જળવાઈ રહ્યો છે. એને અનુલક્ષીને કાલાંતરે અન્ય આગમ રચાયા છે. એ પૈકી આજે
૧ આ વિષે વિશેષ માહિતી માટે જુઓ આહત આગમનું અવલોકન (૫. ૧૦ અને ૧૪–૧૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org