________________
અગિયાર અંગે
[ ૯
(૩) ઠાણ (રસ્થાન)
વિભાગ–આ આગમ દસ વિભાગમાં વિભક્ત છે. એ દરેકને “સ્થાન” તેમજ “અધ્યયન' પણ કહે છે. કેટલાંક સ્થાનને ઓછાવત્તા ઉ°શક છે અને પ્રત્યેક ઉદ્દેશકમાં ઓછાવત્તાં સૂત્ર છે. આ આગમમાં બધાં મળીને ૭૮૩ સૂત્ર છે.
વિષય–સંખ્યાની દૃષ્ટિએ પદાર્થોના વર્ગીકરણને લક્ષ્યમાં રાખી આ આગમની તેમ જ સમવાયની રચના કરાઈ છે. આ પદ્ધતિએ બૌદ્ધોના અંગુત્તરનિકાય (અંકેત્તરનિકાય) નામના ધાર્મિક ગ્રંથની રોજના કરાઈ છે. મહાભારતમાં અષ્ટાવકે એકથી હેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવ્યા છે.
પ્રસ્તુત આગમમાં સૌથી પ્રથમ એકની સંખ્યાવાળા પદાર્થોને, ત્યાર બાદ બલ્બની સંખ્યાવાળાને અને એ રીતે છેવટે દસ દસની સંખ્યાવાળા પદાર્થોને ઉલેખ કરાય છે. દા. ત. સાત સાત પદાર્થો ગણાવતી વેળા સાત ન, સંગીતના સાત સ્વરો અને એનાં સ્થાન, ગ્રામ અને મૂચ્છના, સાત સમુઘાત અને સાત નિહ્નોને નિર્દેશ કરાવે છે. એવી રીતે આઠ વિભક્તિઓને અને મહાવીરસ્વામી પાસે દીક્ષા લેનારા આઠ રાજાને ઉલ્લેખ છે. વળી સત્યના, ગણિતના અને આશ્ચર્યના દસ દસ પ્રકારને પણ આ આગમમાં સ્થાન અપાયું છે. પ્રસંગાવશાત્ “વાસુદેવ કૃષ્ણ ત્રિીજે નરકે ગયેને અને ૧૮ પાપસ્થાનકને તેમ જ ધ્યાનના ભેદ-પ્રભેદે વિષે આ આગમમાં ઉલ્લેખ છે. કેટલીક વાર આ આગમમાં સુંદર દષ્ટાંતો જોવાય છે. વિશેષમાં આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચને સૂ૪૪૧માં પ્રમાણ તરીકે નિર્દેશ છે.
સંકલન-સમય–આ આગમમાં ઈ. સ. પ૭માં થયેલા સાતમા શિવનો ઉલ્લેખ છે, પરંતુ આઠમા નિહવ તરીકે દિગબરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org