________________
૧૬ ]
પિસ્તાલીસ આગમે [પ્રકરણ અને વિસ્તૃત વર્ણન અપાયું છે. આ ઉપરાંત આજીવિક સંપ્રદાય, નિયતિવાદ અને ગોશાલકે મહાવીરસ્વામીને મહાબ્રાહ્મણ, મહાપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિર્ધામક તરીકે કરેલા નિર્દેશ વિષે કેટલીક બાબતે રજૂ કરાઈ છે.
પરિમાણુ–૮૧૨ શ્લોક જેવડે આ આગમ છે.
સ્થાન––આગમ-પુરુષના નીચલા ગાત્રાર્ધ (નાભિ) તરીકે આ આગમને નિર્દેશ કરાય છે.
વિવરણ–આ આગમ ઉપર ૮૦૦ કલેક જેવડી નવાંગી. અભયદેવસૂરિની નાનકડી વૃત્તિ છે. (૮) અંતગડદસા (અંતકૃદ્રા)
વિભાગ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલે આ આગમ આઠ. વર્ગમાં વિભક્ત છે. એ દરેક્ના ઓછાવત્તા ઉદ્દેશક છે. બધા મળીને ૯૨ ઉદ્દેશક છે. અહીં ઉદ્દેશો અર્થ “અધ્યયન કરવાનું છે. સમવાય પ્રમાણે તે આ આગમમાં સાત વર્ગ હતા. વિશેષમાં ઠાણ અને સમવાયના કથન મુજબ આમાં દસ જ અધ્યયન હતાં. વળી ઠાણમાં જે દસ અધ્યયનનાં નામ છે એમાંથી એકે નામ આ ૯૨ અધ્યયા નેમાંથી એકેના નામ તરીકે જણાતું નથી, પરંતુ એમાંનાં કેટલાં નામ તે નવમા અંગનાં અધ્યયનનાં નામે તરીકે જોવાય છે. આ ઉપરથી એમ લાગે છે કે આઠમું અંગ મૂળ સ્વરૂપે જળવાઈ રહ્યું નથી
આ આગમમાં ર૭ સૂત્ર છે.
વિષય–સંસારનો અંત આણી જેઓ અંત સમયે કેવલજ્ઞાન પામી અંતર્મુહૂર્તમાં મેક્ષે ગયા હોય તેમને અંતકૃત (કેવલી) કો છે. આવા કેટલાક મહાનુભાનાં ઉદાત્ત ચરિત્રે આ આગમ આલેખાયાં છે.
ના
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org