________________
૩૪ ] પિસ્તાલીસ આથમે [ પ્રકરણ રીતે માર્ગદર્શક નિર્યુક્તિ ભદ્રબાહસ્વામીએ રચી છે. એની ગા. ૬૦૦-૬૪૧ સુપ્રસિદ્ધ ગણધરવાદના બીજની ગરજ સારે છે.
આ નિર્યુક્તિ ઉપર બે ભાષ્ય છેઃ (૧) લગભગ ૧૮૩ પદ્યમાં રચાયેલું મૂલભાષ્ય અને (૨) લગભગ ૩૦૦ પદ્યમાં રચાયેલું ભાષ્ય.
વિશેષમાં પ્રથમ અધ્યયન પૂરતી અને કર્તાએ જાતે વિસેનાવસ્મયભાસ (વિશેષાવશ્યકભાષ્ય તરીકે નિદેશેલી, મનનીય, આગમોને અનુરાગીને શોભે એવી તાર્કિક દૃષ્ટિથી વિભૂષિત અને મહામૂલ્યશાલી એવી કૃતિ જિનભદ્રગણિ ક્ષમાશમણે ૪૩૩૬ પદ્યમાં ૫૦૦૦ શ્લોક જેવડી રચી છે.
આ આગમ ઉપર ૧૮૫૦૦ શ્લોકની ચણિ છે, અને એના કત નિસીહ અને નંદી ઉપર ચણિ રચનારા જિનદાસગણિ હેવાનું કેટલાક વિદ્વાને કહે છે.
જૈન શાસનના મહાતંભરૂપ હરિભદ્રસૂરિએ આ અવસ્મય ઉપર ૮૪૦૦૦ શ્લોક જેવડી મહાકાય ટીકા રચી હતી તે તે હજી સુધી અપ્રાપ્ય છે, પરંતુ સદ્ભાગ્યે એમણે રર૦૦૦ શ્લેક પૂરતી જે શિષ્યહિતા' નામની ટીકા રચી હતી તે તે મળે છે, અને એ પ્રકાશિત પણ છે.
વિવિધ ઉપગના વૃત્તિકાર મલયગિરિસૂરિએ પણ આ આગમ ઉપર ટીકા રચી છે, પરંતુ એ અપૂર્ણ મળે છે. તેમ છતાં એને - ૧ બૌદ્ધોના વિશુદ્ધિમગન સ્મરણ કરાવનારા આ આકર-ગ્રંથ ઉપર જિનભષ્મણિએ જાતે સંસ્કૃતમાં સંક્ષિપ્ત વૃત્તિ રચવા માંડી હતી, પરંતુ ૧૮૬૩મી ગાથા સુધીની એ રચાતાં એમને સ્વર્ગવાસ થયો અને અપૂર્ણ કાર્ય કેદાર્યવાગિણિએ કર્યું. આ કિર્તક વૃત્તિ અદ્યાપિ અપ્રસિદ્ધ છે, જ્યારે કેટયાચાર્યની મેડામાં મેડી વિક્રમની નવમી સદીમાં રચાયેલી અને મલવારી' હેમચન્દ્રસૂરિની વિ. સં. ૧૭૫ની વૃત્તિ પ્રકાશિત થયેલી છે.
૨ જુઓ ૧૪૪મી ગાથાની સ્વોપણ વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org