________________
» ' ]
પ્રકીણ કા
[ ૫૫
(૧) આઉરપચ્ચક્ખાણુ, (૨) આરાહા (પઇણુગ), (૩) ભત્તપરિણા, (૪) મરવિત્તિ, (૫) મરણવિસહિ, (૬) મરણસમાહિ; (૭) મહાપચ્ચક્ખાણ અને (૮) સ’લેહણાસુચ,
આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે આજે જે પ્રકીર્ણકાના ૪૫ આગમમાં સમાવેશ કરાય છે તેમાં આ મરણુસમાહિ નામની કૃતિ તા એ પ્રાચીન કૃતિને આધારે અને એના નામથી ચેાજાઈ છે.
વિવરણ—આ અજ્ઞાતકર્તૃક પ્રકીર્ણક ઉપર કાઇએ વિવરણ રચ્યાનું જણાતું નથી.
(૯) સંચાગ (સંસ્તારક )——
વિષય—૧૨૩ પદ્યોમાં ગુથાયેલી અને ૧૫૫ શ્ર્લાક જેવડી આ કૃતિમાં અંતકાળની આરાધનારૂપ સંસ્તારકના મહિમા વર્ણવાયા છે. એમ કરતી વેળા એ સંસ્તારકની મગળતા વેત કમળ, (પૂર્ણ) કળશ, સ્વસ્તિક, ન દ્યાવર્ત અને ઉત્તમ પુષ્પની માળા કરતાં અધિક હાવાના ઉલ્લેખ કરાયા છે. વળી કેાનું સ ́સ્તારક વિશુદ્ધ ગણાય એ આખત વિષે તેમજ વિધિપૂર્વક સંસ્તારક ઉપર આરૂઢ થયેલા ક્ષેપકના સુખ અને ક્ષમાપનાની વિધિ વિષે અહીં વિચાર કરાયા છે. વિશેષમાં સસ્તારક ઉપર આરૂઢ થઈ ‘પડિત’ મરણ પામનારી નિમ્નલિખિત વ્યક્તિના દૃષ્ટાંતા રજૂ કરાયાં છેઃ
અમૃતદ્દાષ (રાજર્ષિ), અણિકાપુત્ર, અવ'તિ (સુકુમાલ), (આર્ય) કાર્તિક, ગજસુકુમાલ, (‘ઇંગિણી' મરણ સ્વીકારનાર) ચાણકય, ચિલાતીપુત્ર, દડ (રાજર્ષિ), ધર્મસિંહ, લલિતઘટનામના ૩૨ પુરુષા, ( ગોશાલકે તેજલેશ્યા મૂકી ભસ્મીભૂત કરેલા બે મુનિવરે) સર્વાંનુભૂતિ અને સુનક્ષત્ર, સુકેાશલ ઋષિ તેમજ કઇંક મુનિવરના પાંચસેા શિષ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org