________________
પિસ્તાલીસ આગામે
આગમ-પુરુષની પ્રતિકૃતિ જૈને પિતાના મૌલિક અને મહત્વના ધાર્મિક ગ્રંથને આગમ' કહે છે. એને પુરુષની ઉપમા અપાતાં એને “આગમપુરુષ” તરીકે નિર્દેશ થતું આવ્યું છે અને થાય છે. માનવી પુરુષને જેમ અંગો અને ઉપાંગે છે તેમ આ આગમ-પુરુષને પણ છે. આ પ્રકારની પ્રથમ કલ્પનાનું બીજ જિનદાસગણિ મહત્તરે નંદીની ચૂર્ણિ (પત્ર ક૭માં) એક ગાથા દ્વારા રજૂ કર્યું છે. એ ગાથા આગમ-પુરુષની આ પ્રતિકૃતિમાં, એના ભામંડળના પરિધરૂપે રજૂ કરાઈ છે. એમાં સૂચવાયા મુજબ આયારથી માંડીને દિક્િવાય સુધીનાં બાર અંગે તે આગમ-પુરુષનાં અનુક્રમે નીચે મુજબનાં બાર અંગ–અવયવે છે –
બે ચરણ, બે જધા, બે સાથળ, બે બાહુ, ડાક અને મસ્તક.
જમણી બાજુને ડાબી બાજુ કરતાં સામાન્ય રીતે પ્રધાન પદ અપાય છે તે દષ્ટિએ અહીં પણ જમણા ચરણથી, નહિ કે ડાબાથી, આયારાદિ બાર અંગેની યેજના કરાઈ છે.
દિક્વાય એ આગમ-પુરુષનું મસ્તક હેવાથી એ બારમા અંગમાંથી ઉદ્ભવેલાં છેદસૂત્રે આગમ-પુરુષના ભામંડળ તરીકે આલેખાયાં છે.
આગમના અર્થના પ્રરૂપક દેવાધિદેવ વિશ્વવિભૂતિ તીર્થકર છે. એઓ એ પ્રરૂપણ સર્વજ્ઞ (કેવલજ્ઞાની) બન્યા બાદ કરે છે. એમના કેવલજ્ઞાનરૂપ સૂર્યને ઉદય થતાં ત્રિપદીરૂપ કમળ વિકસિત બને છે અને એના આધારે બાર અંગે યોજાય છે. એ અંગે બાર ઉપગ સાથે સંકલિત હોવાનું મનાય છે. એ હિસાબે આ પ્રતિકૃતિમાં પ્રત્યેક અંગની સાથે સાથે એના ઉપાંગને નિર્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org