Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 82
________________ [ ક આગમ–પુરૂષની પ્રતિકૃતિ કરાય છે. કમળની નાળનાં મૂળ તરીકે ચાર મૂલસૂત્રને અને એ કમળની નીચે બે બાજુએ બે ચૂલિકાસૂત્રોને સ્થાન અપાયું છે. સૂર્યનાં વિવિધ કિરણે તે પ્રકીર્ણકે છે. અહીં દસ પ્રકીર્ણકને એ રીતે રજૂ કરાયાં છે. આમ આ આગમ-પુરુષ ૧ર અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્ર એમ એકંદર ૪૬ આગમના અધિષ્ઠાનરૂપ છે. આગમ-પુરુષની ઊભી પ્રતિકૃતિ કાર્યોત્સર્ગ–મુદ્રાને મોટે ભાગે મળતી આવે છે, જ્યારે એની હથેલી અભયમુદ્રાનું ઘતન કરે છે. આ દ્વારા, જ્ઞાનાવરણીય કર્મની નાગચૂડમાં અનાદિ કાળથી સપડાયેલા છે પૈકી જેઓ આગની સાચી અને સંપૂર્ણ આરાધના કરે તેમને એ અભય આપે છે એ ભાવ વ્યક્ત કરાવે છે. હી, , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84