________________
ત્રીજું ]
બાર ઉપાંગો
[૨૧
પ્રકરણ ૩ : બાર ઉપાંગે ઉપકમ-સ્વપરપ્રકાશક શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગઆઈ એમ બે પ્રકારો પડાયા છે. તેમાં અંગપ્રવિષ્ટથી બાર અંગે અભિપ્રેત છે. એમાંનાં ૧૧ અંગે વિષે આપણે વિચાર કરી ગયા એટલે હવે બાકીનાં પ્રકરણોમાં “અંગબાહ્ય કૃત વિષે નિરૂપણ કરવાનું રહે છે. એને પ્રારંભ આ પ્રકરણથી કરાય છે. (૧) વવાય (પપાતિક)–
નામ–આયાર (શ્રુત૦ ૧, અ. ૧, ઉ૦ ૧)ગત “ઉવવાઈયને લક્ષીને રચાયેલા મનાતા, આયારના ઉપાંગ તરીકે ઓળખાવતા અને ૧૬૦૦ શ્લોક જેવડા આ આગમના ઉવવાઈય અને એવાઈયા એમ નામાંતરો છે.
વિભાગ– આ આગમમાં ૪૩ સૂત્રે અને ત્યાર બાદ ર૨ પદ્યો છે. એ પદ્યો માટે સૂવાંક નથી. સૂ. ૧-૩૭ જેટલા વિભાગને પૂર્વાર્ધ અને બાકીનાને ઉત્તરાર્ધ ગણવામાં આવે છે. પૂર્વાર્ધને *સમેસરણ” કહેવામાં આવે છે, અને એના લગભગ છેવટના ભાગમાં છે પદ્યો છે. એ તેમજ ઉપર્યુક્ત ર૨ પદ્યોને બાદ કરતાં આ આગમ ગદ્યમાં છે.
વિષય–દેવ અને નારક તરીકેના જન્મને ઉપપાત કહે છે. એ ઉપપાત અને મોક્ષગમન એ આગમને મુખ્ય વિષય છે. “ચંપા” નગરી, “પૂર્ણભદ્ર” ચૈત્ય, “અશોક વૃક્ષ, ભંભસાર (બિંબિસાર)
૧ “આહંત મત પ્રભાકરના સાતમા મયૂખ તરીકે પ્રકાશિત આવૃત્તિમાં ‘સત્ર નામના વિભાગો અન્ય રીતે જોવાય છે. એમાં સૂત્રની સંખ્યા ૧૮ની અપાઈ છે. સમેસરણમાં સૂ ૧-૬૧ છે, જ્યારે ૨૨ પદ્યને, સ. ૧૬૮૮૮ તરીકે નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org