________________
થ્રીજુ` ]
બાર ઉપાંગો
[ ૨૩
તેમજ રાજપ્રસેનકીય, રાજપ્રસેનજિત અને રાજપ્રાકૃત એવાં સંસ્કૃત નામાંતર છે.
વિભાગ-આ ગદ્યાત્મક આગમના બે વિભાગ કલ્પવામાં આવે છે. બીજા વિભાગનું ‘પએસિ-કહાય' એવું નામ આધુનિક વિદ્વાનાએ ચાર્યું છે. એવી રીતે જો મારે પ્રથમ વિભાગનું નામ યોજવાના પ્રસંગ આવે તે હું ‘સૂરિયાભ–ચરિય’ એમ રાખુ આ આગમમાં ૮૫ સૂત્ર છે.
વિષય—પ્રથમ વિભાગ સૂર્યાભદેવ સાથે અને બીજો વિભાગ આ દેવના પ્રદેશી રાજા તરીકેના પૂર્વ ભવ સાથે અને દેવગતિમાંથી માવ્યા બાદ દૃઢપ્રતિજ્ઞ તરીકેના એના ઉત્તર ભવ સાથે સંબદ્ધ છે. ગામ આ આગમમાં એક જ વ્યક્તિના ત્રણ ભવનું વર્ણન છે.
‘આમલકલ્પા’ નગરીમાં મહાવીરસ્વામીનું આગમન જાણી પૂર્વાભદેવ વિમાન રચાવી એમાં સપરિવાર બેસીને આવે છે. દીર્ઘ #પસ્વી' મહાવીરસ્વામીની ધર્મદેશના સાંભળ્યા બાદ સૂર્યાને ૩૨ પ્રકારનાં નાટક અભિનયપૂર્વક ભજવવા માટે દેવકુમાર અને કુમારીએ વિધુર્યાં. છેલ્લા નાટકમાં મહાવીરસ્વામીના ચ્યવનથી માંડીને નિર્વાણુ સુધીના અનેક અનાવા રજૂ કરાયા.
આ આગમમાં સિદ્ધાયતનની ૧૦૮ જિનપ્રતિમાઓનુ વર્ણન છે. સૂર્યાભનું વિમાન કયાં છે એવા ઇન્દ્રભૂતિએ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછ્યો એટલે એમણે ‘સુધર્માં’ સભા તેમજ આ દેવનુ' અને ઊના વૈભવનુ વર્ણન કર્યું. વિશેષમાં એમણે આત્માનું સ્વતંત્ર સ્તિત્વ નહિ માનનારા નાસ્તિકશિરામણિ પ્રદેશી રાજા તરીકેના વ ભવમાં આ દેવને પાર્સ્થાપત્ય કેશી ગણધર કેવી કેવી યુક્તિઓ હું પ્રતિબધ પમાડયા તે પણ વિસ્તારથી કહી સભળાવ્યુ`. અંતમાં ।। દેવ દૃઢપ્રતિજ્ઞ તરીકે ‘મહાવિદેહ’માં જન્મી મેાક્ષે જશે એ ખત પણ મહાવીરસ્વામીએ કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org