Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 62
________________ ચમું ] - છ છે [૪૩ આ આગમના વીસમા ઉદ્દેશક ઉપર શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીચર્જ વિ. સં. ૧૧૭૪માં ૧૧૦૦ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. (૨) દસા (દશા)– નામ–૨૧૦૬ ક જેવડા અને મુખ્યતયા ગદ્યાત્મક એવા આ આગમના “દસા' નામ સાથે સુકબંધ” જેડીને પણ એને વ્યવહાર કરાય છે. વળી એનું “આયાદસા” એવું પણ બીજું નામ છે. કેટલીક વાર આ આગમને “દસાસુય” પણ કહે છે. વિભાગ–આ આગમ દસ વિભાગમાં વિભક્ત છે. તેમાં આઠમા અને દસમાને “અધ્યયન તરીકે અને બાકીનાને “દશા તરીકે ઉલ્લેખ જોવાય છે. વિષય–અસમાધિનાં ૨૦ સ્થાને, ૨૧ સબલદેષ, ગુરુની ૩૩ આશાતના, આચાર્યની ૮ સંપદા, ચિત્તની સમાધિનાં ૧૦ સ્થાને, ઉપાસકેની ૧૧ અને સાધુઓની ૧૨ પ્રતિમાઓ, મહાવીરસ્વામીનું ચરિત્ર, મેહનીય કર્મનાં ૩૦ સ્થાન, અને ૯ નિદાન એમ વિવધ બાબતે આ આગમમાં આલેખાઈ છે. આ આગમનું આઠમું અધ્યયન તે પસવણાકપ છે કે જેને સામાન્ય જનતા ‘કલ્પસૂત્ર” તેમજ “બારસાસૂત્ર પણ કહે છે. કર્તા–આ આગમના તેમજ કા૫ અને વવહારના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી છે. વિવરણ–આ આગમ ઉપર થતકેવલી ભદ્રબાહસ્વામીએ ૧૪૦ શ્લોક જેવડી રચેલી નિર્યુક્તિ છે. એ ઉપલબ્ધ પજ્ઞ વિવરણમાં આદ્ય સ્થાન મેળવે છે. આ નિર્યુક્તિમાં કોઈ કઈ ક્ષેપક ગાથા છે. ઉપર્યુક્ત નિર્યુક્તિને ઉદ્દેશીને ર૧૬૧ કલેક જેવડી કોઈકની ચણિ છે. વળી બ્રહ્મમુનિએ વિ. સં. ૧૬૦૦ની આસપાસમાં જનહિતા નામની વૃત્તિ રચી છે, અને એનું પરિમાણ ૫૧૫૦ કનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84