________________
૫૦ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ 'સંહનન અને સંસ્થાનના છ છ પ્રકારે, કાળના વિભાગ, નાડીઓની સંખ્યા, સ્ત્રીના ત્રણ પર્યા, મહિલા ઈત્યાદિની વ્યુત્પત્તિ, તંદુલની ચાર અબજ સાઠ કરોડ ને એંસી લાખની સંખ્યા, પુરુષાદિના કવલ (કેળિયા)ની સંખ્યા, શરીરની અપવિત્રતા તેમજ વનિતાનું વૈરાગ્યજનક વર્ણન.
વિવરણ–આ અજ્ઞાતકર્તક પ્રકીર્ણક ઉપર વિવિમલ ઉર્ફે વાર્ષિગણિની ૫૦૦ (8) ફ્લેકની વિ. સં. ૧૬૪૦ની આસપાસમાં રચાયેલી વૃત્તિ છે. (૩) ગણિવિજા (ગણિવિદ્યા)
વિષય–૮૨ પદ્યમાં રચાયેલા આ પ્રકીર્ણકમાં જ્યોતિષને વિચાર કરાયો છે. તેમ કરતી વેળા નિમ્નલિખિત નવનાં બલાબલને નિર્દેશ નવ દ્વાર દ્વારા કરાયા છે –
(૧) દિવસ (અહોરાત્ર), (૨) પ્રતિપદ ઈત્યાદિ તિથિ, (૩) નક્ષત્ર, (૪) બવ વગેરે કરણ, (૫) પગ્રહ-દિવસ (વાર), (૬) મુહૂત, (૭) શુકન, (૮) મેષાદિ લગ્ન અને () નિમિત્ત.
૧ હાડકાંની રચના, શરીરને બાંધે. ૨ શરીરને આકાર, દેખાવ.
૩ જે તિથિમાં સૂર્યોદય આવતું હોય તે તિથિને “ઉદયતિથિ તેમજ ઉદયાત તિથિ પણ કહે છે. એવી રીતે સૂર્ય આથમતી વેળા જે તિથિ હોય તેને અસ્તતિથિ' કહે છે. તિથિના અભિનિવેશને લઈને જૈન તેમજ અનેક અજૈન ધર્મોની દીવાલોમાં તડ પડી છે.
૪ ત્રીસ ઘડીને કાળ. ૫ ચંદ્ર વગેરેને લગતે દિવસ ૬ અહોરાત્રને લગભગ બારમે ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org