Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 41
________________ રર ] પિસ્તાલીસ આગમ [પ્રકરણ ઉ શ્રેણિકના પુત્ર કૃણિક યાને અજાતશત્રુ અને એની રાણ ધારિણી એ બધાંનાં વર્ણને આ આગમમાં પ્રારંભમાં અપાયાં છે. ત્યાર પછી “ચંપમાં આસજોપકારી મહાવીરસ્વામીનું આગમન (સમવસરણ) થતાં એમને વંદન કરવા માટે કણિક રાજાનું પરિવાર સહિત ધામધૂમપૂર્વકનું ગમન, મહાવીરસ્વામીના અંગોપાંગોનું વર્ણન, એમના શ્રમણોની વિવિધ તપશ્ચર્યા, તપના બાર પ્રકારો તેમજ દેવ-દેવીઓનું આગમન એ બાબતે અપાઈ છે. આદ્ય ગણધર ઇન્દ્રભૂતિ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછે છે એ. પ્રસંગથી ઉત્તરાર્ધ આરંભ કરાય છે. આગળ જતાં જાતજાતના તાપસ અને અંબડ, (દ્રઢપ્રતિજ્ઞ) વગેરે પરિવાજો વિષે માહિતી અપાઈ છે. અંતમાં કેવલજ્ઞાનીના સમુધાત તેમજ સિદ્ધોના નિવાસસ્થાન અને એમની સ્થિતિ ઉપર પ્રકાશ પડાય છે. સંતુલન–અંતમાંના પદ્ય સમભાવભાવી હરિભદ્રસૂરિકતા વીસવીસિયામાં ૨-૨૦ ક્રમાંકવાળાં પદ્યનું સ્મરણ કરાવે છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ ૩૧૨૫ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. (૨) રાયપસેણિય (રાજશ્રીય)– નામ–સૂયગડ (ત. ૧, અ. ૧૨)ગત અક્રિયાવાદને લક્ષીને રચાયેલા મનાતા સૂયગડના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૧૦૦ શ્લોક જેવડા આ આગમનાં રાયપણઈએ, રાયપાસેણઈયે, રાયપેસેણિય, અને રાયપણઈજજ એવાં પ્રાકૃત નામાંતર છે. ૧ મસ્તકથી માંડીને કરાયેલા આ વર્ણનને ઉદેશીને મેં “વિભુ વર્ધમાનની વૈહિક વિભૂતિ” નામનો લેખ લખ્યો હતો. તે જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૪ અં. ૬, પૃ. ૧૮૯–૧૯૪)માં વિ. સં. ૧૮૮૮માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84