Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 43
________________ ૧૪ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ પ્રદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ બૌદ્ધોના પાયાસિસુત્ત સાથે વિલક્ષણ સમાનતા ધરાવે છે. જાતજાતના ઉત્સવો, ચાતુર્યામ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર વગેરે બાબતે પણ આ આગમમાં આલેખાઈ છે. કળાઓની સામગ્રી સૂર્યાભ દેવના વિમાનનું એટલું બધું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે કે એ ઉપરથી સમર્થ શિલ્પશાસ્ત્રી નવ્ય અને ભવ્ય મહાલયનું નિર્માણ કરી શકે તેમજ આપણને શિલ્પશાસ્ત્રને લગતા અનેક પારિભાષિક શબ્દ જાણવા મળે. આ તે શિલ્પકળાની વાત થઈ. વાદનવિદ્યા, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર અને નૃત્યકળાના અભ્યાસીને પણ મનન કરવા લાયક વિવિધ માહિતી આ આગમમાં અપાઈ છે. વિવરણ–આ આગમ ઉપર વ્યાખ્યાવિશારદ અને વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં વિદ્યમાન મલયગિરિસૂરિની ૩૭૦૦ લેક જેવડી વૃત્તિ છે. (૩) જીવાભિગમ– નામ—ઠાણના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૪૭૦૦ લેક જેવડા આ આગમનું નામ સમવાયની જેમ સમસંસ્કૃતમાં છે. “જીવાજીવાભિગમ એવું આનું અન્ય નામ પણ આ પ્રકારનું છે. વિભાગ–પહેલાં આઠ સૂત્રે જેટલા ભાગને બાજુએ રાખતાં આ આગમન નવ વિભાગો પડે છે. એ દરેકને પ્રતિપત્તિ કહે છે. ત્રીજી પ્રતિપત્તિના બે ઉદ્દેશક છે. આ આગમમાં બધાં મળીને ર૭ર સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84