Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 45
________________ ૨૬] પિસ્તાલીસ આગ પ્રિકરણ જેમ પ્રશ્નોત્તર શૈલીમાં રચાયું છે અને એની જેમ જૈન દર્શનની વિવિધ બાબતે રજૂ કરે છે. આ રજૂઆતની શિલી આધુનિક પદ્ધતિએ લખાતા મહાનિબંધનું સ્મરણ કરાવે છે. આ આગમમાં કર્મસિદ્ધાંતને અંગે ત્રણ પદ . વિશેષમાં પશ્યતા, ભાષા, શરીર, ઈન્દ્રિય, અવગાહના, કષાય, સંયમ, સંજ્ઞા, સમુદ્દઘાત ઇત્યાદિ સંબંધી વિસ્તૃત વાનગી આ અંગમાં પિરસાઈ છે. આમ આ જીવ અને પુદ્ગલનું વિસ્તૃત નિરૂપણ પૂરું પાડે છે. ભૂગોળ અને નૃવંશવિદ્યાના અભ્યાસ માટે પણ આ આગમ ઉપગી છે. પ્રણેતા-આ આગમના પ્રણેતા પૂર્વકૃત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા આર્યશ્યામ છે. એઓ “વાચક વંશમાં સુધર્મસ્વામીથી ત્રેવીસમાં ગણાય છે. આ આચાર્યને જન્મ વીરસંવત ૨૮૦માં, એમની દીક્ષા ૩૦૦માં, એમનું “યુગપ્રધાનપદ ૩૩૫માં અને એમને સ્વર્ગવાસ ૩૭૬માં થયાં હતાં. કેટલાક આ આર્યશ્યામને કાલસૂરિ ગણે છે અને તેઓ એ હિસાબે એમને પ્રભાવક ચરિત (ઇંગ , . ૧૩)માં નિર્દેશાયેલા યુગપ્રધાન ગુણાકરસૂરિના શિષ્ય ગણે છે. વિવરણ– જૈન દર્શનના સંક્ષિપ્ત વિશ્વકોશરૂપ આ આગમ ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિએ “પ્રદેશ-વ્યાખ્યા નામની અને ૩૭૨૮ કલેક જેવડી વૃત્તિ રચી છે. આ પૂર્વેનાં બે ઉપાંગના વૃત્તિકાર મલયગિરિસૂરિએ ૧૬૦૦૦ શ્લેક જેવડું વિવરણ રચ્યું છે એમાં એમણે વિસાવયાસ ઉપર પિતે વૃત્તિ રચ્યાનું કહ્યું છે. (૫) સૂરપણુતિ (સુર્યપ્રજ્ઞપ્તિ) નામ–વિવાહપણુત્તિના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૨૯ શ્લોક જેવડા આ આગમને “સૂરિયપણુત્તિ પણ કહે છે. ૧ આને માટે મૂળમાં “પાસણયા' શબ્દ વપરાય છે. આ ત્રીસમા પદનું નામ છે, આની સમજણ માટે જુઓ આહંત દર્શન દીપિકા (પૃ. ૫૮-૫૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84