Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 59
________________ ૪૦ ] પિસ્તાલીસ આગામે. [ પ્રકરણ વિષય-ઓહને અર્થ “સક્ષેપ થાય છે. આ કૃતિમાં જૈન દીક્ષા લીધા બાદ સંયમી જીવન જીવવા ઈચછનારે બોલવા-ચાલવામાં, આહાર મેળવવામાં તેમજ વિહાર કરવામાં શી શી સાવચેતી રાખવી તે ટૂંકમાં પરંતુ સચેટ રીતે દર્શાવાયું છે. વિસ્તારથી કહું તો આ કૃતિમાં ચરણ-સપ્તતિ, કરણ-સપ્તતિ, પ્રતિલેખન–દ્વાર, પિંડ–દ્વાર, ઉપધિનું નિરૂપણ, અનાયતનનું વર્જન, પ્રતિસેવના-દ્વાર, આલોચનાદ્વાર અને વિશુદ્ધિ-દ્વાર એમ વિવિધ બાબતે અપાઈ છે. વળી કેટલાંક શુભ શુકને વિષે પણ અહીં ઉલ્લેખ છે. - કર્તા_આ આગમના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી છે. નિર્ધહણ–પ્રત્યાખ્યાનપ્રવાદી નામના નવમા પૂર્વમાંથી આ આગમનું નિર્યુ હણ કરાયું છે. એ હિસાબે આ મૌલિક કૃતિ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સંકલના છે. વિવરણ–આ આગમ ઉપર ૩રર ગાથાનું ભાષ્ય છે. અને એના ઉપર નાયાધમ્મકહાના સંશોધક દ્રોણસૂરિની ૭૫૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. (૫) પિંડનિત્તિ ( પિડનિર્યુક્તિ)– પ્રશાખા–દસયાલિયના “પિંડેસણું” (પિડેષણા) નામના પાંચમા અધ્યયન ઉપર નિયુક્તિ રચતાં એ ઘણી મોટી થઈ જવાથી આ આગમની પૃથક રચના કરાઈ છે. આ હિસાબે આ આગમ દસયાલિયની નિક્તિની પ્રશાખા છે. એમાં ૬૭૧ ગાથાઓ છે. એનું પરિમાણુ ૮૩૫ કલેક જેવડું છે. વિષય-“પિંડને અર્થ “આહાર” થાય છે. સાધુ-સાધ્વીને પણ ધર્મક્રિયા કરવા માટે શરીરની તે જરૂર રહે જ છે. એટલે એના ટકાવ માટે તેમને આહાર કરવો પડે એ સ્વાભાવિક છે. આ આહાર કર દેથી રહિત હોય તે તે સંયમીઓને કામ લાગે. આથી આ આગમમાં એ દેનું નિરૂપણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84