Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 50
________________ ત્રીજુ ] બાર ઉપાંગે [૩૧ વિષય-ચન્દ્ર નામને ઇન્દ્ર મહાવીરસ્વામીને વંદનાર્થે આવી સૂર્યાભ દેવની જેમ નાટયવિધિ દર્શાવી પાછો ફરે છે. એની ઋદ્ધિ વિષે પ્રશ્ન પૂછાતાં કટાગારશાલાનું ઉદાહરણ અપાયું છે. અને આ ચન્દ્રને પૂર્વ ભવ કહેવાય છે. એમાં એને જેનોના ત્રેવીસમા તીર્થકર “પુરુષાદાનીય પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધાને ઉલ્લેખ છે. સૂર્ય, શુક, બહુપત્રિકા દેવી વગેરે નવની હકીકત આ આગમમાં અપાઈ છે. તેમાં શુકને સેમિલ બ્રાહ્મણ તરીકે પૂર્વ ભવ વિસ્તારથી રજૂ કરાય છે, અને એમાં તાપસ તરીકેની એની રહેણીકરણીનું એણે લીધેલા વિવિધ અભિગ્રહોનું વર્ણન કરાયું છે. વિવરણ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૧) પુચૂલિયા (પુષ્પચૂલિકા – વિભાગ–વિવાગસુચના ઉપાંગ તરીકે ઓળખાવતે આ આગમ દસ અધ્યયનમાં વિભક્ત છે. વિષય – આ આગમમાં સંયમની આરાધનામાં સ્વચ્છંદતા સેવવાથી આવતા અનિષ્ટ પરિણામનો ચિતાર અપાય છે. તેમ કરતી વેળા શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સુરા, રસદેવી અને ગંધદેવી એ દસ દેવીઓના પૂર્વ ભવનું વર્ણન કરાયું છે. એ દસે પૂર્વ ભવમાં જિનેશ્વર પાર્શ્વનાથ પાસે દીક્ષા લઈ પુષ્પચલા સાધ્વીની શિષ્યા બની હતી. એ દસેને જળ વડે વસ્તુઓ છેવાને નાદ હતે. એની આલોચના ન કરવાથી એમને વિશેષ ઉચ્ચ સ્થાન મળ્યું નહિ. વિવરણુ–મુખ્યતયા ગદ્યાત્મક આ આગમ ઉપર શ્રી ચન્દ્રસૂરિની ટીકા છે. ૧-૨ આ બંનેએ પૂર્વ ભવમાં પાર્શ્વનાથ પાસે દીક્ષા લીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84