________________
૩૦ ]
પિતાલીસ આગમે. [પ્રકરણ ચેથી “પપ્રભા નામની પૃથ્વીમાં આવેલા હેમા નરકમાં ઉત્પન્ન થયા.
“રથમુસલ” યુદ્ધમાં સુકાલ વગેરે નવનું મરણ થયું. એ બધા પણ નરકે ગયા.
કાલની અધમ દશા કેવા આરંભ-સમારંભને લીધે થઈ એમ આદ્ય ગણધર ઇન્દ્રભૂતિએ નિર્ગસ્થનાથ મહાવીરસ્વામીને પૂછ્યું એ ઉપરથી એમણે ચેલ્લણાના દેહદથી માંડીને “રથમુસલ” યુદ્ધ સુધીની કૃણિકને લગતી બધી બાબતે કહી સંભળાવી. આમ આ ઉપાંગમાં કણિકને જીવનવૃત્તાંત વિસ્તારથી રજૂ કરાયે છે.
વિવરણ –મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ ઉપાંગ ઉપર તેમજ એનાં પછીનાં ચારે ઉપગ ઉપર પણ શ્રીચન્દ્રસૂરિની વિ. સં ૧રર૮માં રચેલી ટીકા છે. એ પચે ઉપાંગેની ટીકાનું પરિમાણ ૬૦૦ શ્લેક જેટલું છે. (૯) કમ્પવડિસિયા (કપાવતસિક)
વિભાગ–અણુત્તરવવાયરસાના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમમાં દસ અધ્યયન છે.
વિષય–આમાં કહ્યું છે કે શ્રેણિકના કાલ વગેરે દસ પુત્રોને એકેક પુત્ર હતું. એ દસનાં પધ, મહાપદ્મ ઇત્યાદિ નામ હતાં આ શ્રેણિકના દસ પૌત્ર દીક્ષા લઈ કાળધર્મ પામી સૌધર્માદિ દરે કલ્પ (સ્વર્ગ)માં ઉત્પન્ન થયા છે. ત્યાંથી વી એ મોક્ષે જશે
વિવરણ –આ ઉપાંગ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૦) પુફિયા (પુલ્પિતા
વિભાગ–પહાવાગરણના ઉપાંગ તરીકે નિદેશાતા એ આગમમાં દસ અધ્યયન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org