Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 47
________________ ૨૮ ] પિસ્તાલીસ આગમે. [ પ્રકરણે (૬) જંબુદ્દીવપત્તિ (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ – વિભાગ–૧નાયાધમકહાના અને મતાંતર પ્રમાણે ઉવાસદસાના ઉપાંગ તરીકે ઓળખાવાતા તેમજ ૪૪૫૪ કલેક જેવડા આ આગમના સાત વિભાગ કરાયા છે. એ દરેકને “વક્ષસ્કાર કહે છે. બધાં મળીને ૧૭૮ સૂત્ર છે. વિષય–આ આગમમાં “જબૂઢીપ વિષે જાતજાતની માહિતી અપાઈ છે. એમાં ભરત, ઐરાવત વગેરે ક્ષેત્રે વિષે વિચાર કરાયે છે. આમ આ જિન ભૂગોળને ગ્રંથ છે. એમાં પ્રસંગવશાતુ કૌશલિક ગષભદેવ અને ચક્રવતી ભરતના ચરિત્ર આલેખાયાં છે. વિશેષમાં કાલચક્રના ઉત્સર્પિણ અને અવસર્પિણી એવા બંને વિભાગના છ છ આરા, નવ નિધિ, તીર્થકરનો જન્માભિષેક, પંદર કુલકર અને તિબ્બો તેમજ “જબૂદ્વીપમાંના કેટલાક પદાર્થો વિષે પણ અહીં વિચાર કરે છે. વિવરણ–આ આગમ ઉપર ચૂર્ણ છે એમ મનાય છે, પણ એ વાત ચિન્ય છે. આ આગમ ઉપર અનેક ઉપાગના વૃત્તિકાર, મલયગિરિસૂરિએ વૃત્તિ રચી હતી, પણ હજી સુધી તે એ અપ્રાપ્ય છે. બાકી પ્રમેયરત્નમંજૂષા નામની ૧૮૦૦૦ કલાક જેવડી વૃત્તિ જે. ઉપાધ્યાય શાંતિચન્દ્રમણિએ વિ. સં. ૧૯૬૦માં રચી તે તે મળે છે. એ પ્રકાશિત પણ છે. (૭) ચંદપણુત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) વિષય–ઉવાગદશાના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૨૨૦૦ કલેક જેવડા આ આગમને વિષય પણ ખગોળ છે. આજે લગભગ સાતસો વર્ષથી તે આ આગમ સૂરપણુત્તિ સાથે ખૂબ જ મળતું આવે છે એમ મનાતું આવ્યું છે, પરંતુ ઠાણ અને નંદીમાં ૧ જુઓ વિધિપ્રપ (પૃ. ૫૭) અને પૂર્વાચાર્યકૃત ગવિધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84