________________
અગિયાર અંગે
[ ૧૩
મહાકાય વૃત્તિ રચી છે. વ્યાખ્યાવિશારદ મલયગિરિરિએ પણ અમુક શતક ઉપર વૃત્તિ રચી છે, પણ એ ઉપલબ્ધ હોય તે પણ અપ્રકાશિત છે. (૬) નાયાધમકહા (જ્ઞાતાધર્મકથા)
વિભાગ-ધર્મ(કથા' નામના અનુયાગના નિરૂપણરૂપ અને મુખ્યતયા ગદ્યમાં રચાયેલે આ આગમ બે કુતસ્કંધમાં વિભક્ત છે. પહેલાનું નામ “નાય” (જ્ઞાત) અને બીજાનું ધમ્મકહા” (ધર્મકથા) છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયને છે. બીજાના પિટાવિભાગને “વર્ગ” કહે છે અને એની સંખ્યા દસની છે. દરેક વર્ગને ઓછોવત્તાં અધ્યયને છે. દસ વર્ગનાં અધ્યયનેની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩, ૪, ૪, ૮ અને ૮.
આમ સમસ્ત વર્ગનાં અધ્યયનની સંખ્યા એકંદર ૨૧૬ છે. આ આગમમાં બધાં મળીને ૧૫૯ સૂત્રો છે.
નામ- આ આગમનાં સંસ્કૃતમાં “જ્ઞાતધર્મકથા” અને “જ્ઞાતૃ– ધર્મકથા” એવાં પણ નામ છે. વિશેષમાં આ નામનાં વિવિધ અર્થે કરાયા છે –
(૧) ઉદાહરણ દ્વારા જેમાં ધર્મ કહેવા છે તે. (૨) દષ્ટાંત કે દાબ્દન્તિકને જણાવે તે “જ્ઞાત અને અહિંસાદિક 'ધર્મની કથા તે “ધર્મકથા. પ્રથમ શ્રુતસ્કંધમાં “જ્ઞાત”
અને બીજામાં “ધર્મકથા” છે. (૩) જ્ઞાતરૂપ મુખ્યતાવાળી ધર્મકથાઓ. (૪) ઉદાહરણની મુખ્યતાવાળી ધર્મકથાઓ. (૫) જ્ઞાતપુત્રે એટલે કે મહાવીરસ્વામીએ કહેલી કથાઓ.
સાડા ત્રણ કરોડ કથા-સમવાય અને નદીમાં આ આગમન પરિચય આપતાં કહેવાયું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં છેલ્લાં નવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org