________________
૧૮ ]
પિસ્તાલીસ આગમે
[ પ્રકરણ
વિષય- શ્રેણિક નરેશ્વરની ધારિણી રાણના સાત પુત્રે, ચેલૈણા રાણીના બે પુત્ર અને નંદા રાણીના એક પુત્ર (અભયકુમાર) એમાં આ દસ પુત્રએ નિર્ગશિરોમણિ મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ રૂડી રીતે એ પાળી કાળ કરી “અનુત્તર” વિમાનમાં ઉત્પન્ન થયા એ બાબત વર્ણવાઈ છે.
વિશેષમાં ઘન્ય મુનિને અધિકાર છે. એમની તીવ્ર તપશ્ચર્યાની પ્રશંસા ખુદ મહાવીરસ્વામીએ કરી હતી. એમનું શરીર તપશ્ચર્યાન લઈને તદ્દન હાડપિંજર જેવું બની ગયું હતું એનું અહીં આબેહૂબ વર્ણન કરાયું છે.
પરિમાણ—આ આગમનું પરિમાણ ૧૨ શ્લેક જેવડું છે.
સ્થાન- આ આગમને આગમપુરુષના જમણા બાહુ તરી ઓળખાવાય છે.
વિવરણ–આ આગમ ઉપર ૧૦૦ શ્લેક જેવડી લઘુ વૃત્તિ નવાંગી. અભયદેવસૂરિએ રચી છે.
(૧૦) પહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ)–
વિભાગ–આ ગદ્યાત્મક દસમા અંગના બે વિભાગો છે . દરેકને “દ્વાર” કહે છે. પહેલાનું નામ “આશ્રદ્વાર અને બીજાનું સંવરદ્વાર” કહે છે. આ દરેકમાં પાંચ પાંચ અધ્યયન છે.
વિષય–પ્રશ્ન અને તેનું સ્પષ્ટીકરણ એમ આ આગમન નામને શબ્દાર્થ છે. નંદી પ્રમાણે આ નામના આગમમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયે તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓ સાથે મુનિઓની વાતચીત એ બાબતને સ્થાન છે. આજે વિદ્યાઓ, મંત્ર અને અતિશને લગતી હકીકત ઉપલબ્ધ આગમમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org