________________
અગિયાર અંગે
તારવતી' (દ્વારકા)ના વર્ણનથી શરૂ થતા આ આગમમાં વાસુદેવ કૃષ્ણનાં પત્ની, પુત્ર વગેરેની સંખ્યા દર્શાવાઈ છે. વળી સજા અધકવૃષ્ણિની રાણી ધારિણીના પુત્ર બાલબ્રહ્મચારી (બાવીસમાં તીર્થકર) નેમિનાથ પાસે દીક્ષા લઈ બાર ભિક્ષુપ્રતિમાનું પાલન કરી ગુણરત્નસંવત્સર' તપ કરી શત્રુંજય ગિરિએ જઈ અનશન કરી મણે ગયા એ બાબત અહીં વર્ણવાઈ છે.
નાગની પત્ની સુલસા તેમજ દેવકીના છ પુત્ર વિશે પણ આ કારને ઉલ્લેખ છે.
દસ યાદવકુમારો અંતકૃત-કેવલી થયા તે વાત તેમજ કૃષ્ણની આઠ પટરાણીઓ અને એમના પુત્ર સાંબની બે પત્ની મેક્ષે ગયાં એ વિષે અહીં માહિતી અપાઈ છે. - આ ઉપરાંત દ્વારવતી ને દીપાયનને હાથે નાશ, અર્જુનમાલી અને મુગર યક્ષ, અતિમુક્ત મુનિ, અલક્ષ રાજાની દીક્ષા તેમજ શ્રેણિકની ૨૩ રાણીઓએ કરેલી તપશ્ચર્યા એ બાબતેને પણ અહીં સ્થાન અપાયું છે. પરિમાણ—લગભગ ૮૫૦ જેવડું આ આગમનું પરિમાણ છે.
સ્થાન–આ આગમને પુરુષના દ્વિતીય ગાત્રાધ (વક્ષસ્થળ) તરીકે ઓળખાવાય છે.
વિવરણ–આ આગમ ઉપર નવાંગીર અભયદેવસૂરિનું ૪૦૦ લૅક જેવડું લઘુ વિવરણ છે. ૯) અણુત્તવવાદસા (અનુત્તરેપપાતિકદશા)–
વિભાગ–ગદ્યમાં રચાયેલા આ આગમ ત્રણ વર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે દસ, તેર અને દસ એમ એકંદર ૩૩ અધ્યયન છે. ઠાણ અને સમવાય પ્રમાણે તે આ આગમમાં દસ અધ્યયન છે. હળી કાણમાં દસ અધ્યયનનાં નામ અપાયાં છે. તેમાંનાં ત્રણ નામ બીજા વર્ગનાં અધ્યયનનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org