________________
૨૪ ] પિસ્તાલીસ આગ [ પ્રકરણ અધ્યયન પૈકી પ્રત્યેકમાં ૫૪૦ આખ્યાયિકા છે, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે, અને પ્રત્યેક ઉપાખ્યાયિકામાં પ૦૦ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ એકંદર ૯૪૫૪૦૪૫૦૦૪ ૫૦૦=૧,૨૧,૫૦,૦૦૦૦૦ (એક અબજ અને સાડી એકવીસ કરોડ) આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે.
બીજા ગ્રુતસ્કંધના દસે વર્ગો પૈકી પ્રત્યેકમાં ૫૦૦ આખ્યાયિકા, એકેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકા અને એકેક ઉપાખ્યાયિકામાં ૫૦૦ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ આની સંખ્યા એક અબજ ને પચ્ચીશ કરેડની થાય છે.
પહેલાં શ્રતસ્કંધની આખ્યાયિકાદિનાં લક્ષણ સમાન હોવાથી એક અબજ અને સાડી એકવીસ કરેડની સંખ્યા આ એક અબજ અને પચ્ચીસ કરેડમાંથી બાદ કરતાં સાડા ત્રણ કરોડ રહે છે. આજે તે આટલી મોટી સંખ્યામાં કથાઓ આ આગમમાં મળતી નથી.
વિષય–કી વાર્તાના ઉત્તમ નમૂનારૂપ આ આગમમાં આજે જે કથાઓ મળે છે એમાંથી કેટલીક ખરેખર બનેલી (ચરિત) છે તે કેટલીક ઉપજાવી કાઢેલી (પિત છે). એને વિષય ઇન્દ્રિયનો વિજય, સંયમ, વૈરાગ્ય વગેરે છે. પ્રથમ શ્રતસ્કંધમાં નિમ્નલિખિત વ્યક્તિઓને જીવનવૃત્તાંત એ છેવત્તે અંશે આલેખાયે છે –
મેઘકુમાર (એને હાથી તરીકે પૂર્વ ભવ), ધન્ય શેઠ અને વિજય ચાર, સ્થાપત્યા પુત્ર (થાવસ્થાપત્ત), શૈલક રાજર્ષિ, દ્રૌપદી (પૂર્વ ભવ અને હરણ), સુંસુમાં, પુંડરીક અને કંડરીક, મલ્લિનાથ (૧૯મા તીર્થંકર), માર્કદીના બે પુત્રે, નંદ મણિયાર (દેડકા તરીકે ભવ) અને પ્રધાન તેટલીપુત્ર.
ઉપનયની દૃષ્ટિએ નીચે મુજબની કથાઓને અહીં સ્થાન અપાયું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org