Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 29
________________ ૧૦ ] પિસ્તાલીસ આગમો [ પ્રકરણ ઉલ્લેખ નથી. એ ઉપરથી આ આગમની રચના-સંકલના મેડામાં મેડી ઈ. સ. ૮૦ કે ૮૩ની ગણાય. પરિમાણ–વિવિધ વ્યાવહારિક બાબત ઉપર પણ પ્રકાશ પાડનાર આ આગમ માટે ભાગે ગદ્યમાં રચાયેલો છે અને એ ૩૭૦૦ કલેક જેવો છે. સ્થાન–આ આગમ-આગમ પુરુષની જમણી જંઘા (ધૂરીથી ઘૂંટણ સુધીનો ભાગ) છે. વિવરણ–આ આગમ ઉપર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણ હોય. એમ જાણવામાં નથી. આથી નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિની ૧૪૨૫૦ શ્લોક જેવડી અને વિ. સં. ૧૧૨૦માં રચાયેલી વૃત્તિથી જ વિવરણના શ્રીગણેશ મંડાયા એમ કહેવું ઉચિત જણાય છે. ય—વિ. સં. ૧૬૯૫માં વિદ્યમાન અને ર૭ સૂત્રો (આગમ ઉપર ગુજરાતીમાં ટમ્બા-બાલાવબોધ રચનારા ધર્મસિંહે ઠાણન તેમજ વિવાહપત્તિનાં યંત્ર રચ્યાં છે. (૪) સમવાય નામ અને વિભાગ–મોટે ભાગે ગદ્યાત્મક એવા આ આગમન આ નામ પાકૃત તેમજ સંસ્કૃતમાં એકસરખું છે. આ આગમને સમાય પણ કહે છે. એમાં અધ્યયન કે ઉદ્દેશક જેવા કેઈ વિભાગે નથી. એમાં ૧૬૦ સૂત્ર છે. વિષય એકથી સે સુધીની સંખ્યાવાળા પદાર્થોના નિરૂપણી શરૂઆત કરી ૧૫૦, ૨૦૦ એમ ૫૦૦ સુધીની, પછી ૬૦૦, ૭૦ એમ ૧૧૦૦ સુધીની, ત્યાર બાદ ર૦૦૦, ૩૦૦૦ એમ ૧૦૦૦૦ સુધીની ત્યાર પછી એક લાખ, બે લાખ એમ દસ લાખ સુધીની અને પછી એક કોડની અને આખરે એક કટાકેટિ સાગરોપમની સંખ્યાવાળી પદાર્થોને અહીં ઉલ્લેખ છે. આમ ૧૩૨ સૂત્રે સુધીની રચના છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84