Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 24
________________ અગિયાર અંગે પ્રકરણ ૨: અગિયાર અંગો (1) આયાર (આચાર) નામ–આ પ્રથમ અંગરૂપ આગમનાં અનેક નામ છે. તેમાંનું એક તે “વેદ” છે. અન્ય નામે તરીકે આકર, આશ્વાસ, આદર્શ, આશીર્ણ અને આમેક્ષ ગણાવવાં બસ થશે. વિભાગ–આ આગમ બે વિભાગમાં વિભક્ત છે. એ બંનેને તસ્કંધ' કહે છે. એ પ્રત્યેકના પેટાવિભાગને “અધ્યયન' કહે છે. અધ્યયનના “ઉદ્દેશક અને ઉદ્દેશકના “સૂત્ર” એમ એના પણ ભાગ છે. સૂત્ર એ નાનામાં નાનો ભાગ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ “બ્રહ્મચર્ય અને બીજાનું “આચારા છે. એ આચારાચની રચના કૃતસ્થવિરેએ કરેલી છે. પ્રથમ શ્રુતસ્કંધમાં અસલ તે નવ અધ્યયને હતાં. આજે હજારેક વર્ષોથી એનું “મહાપરિજ્ઞા” નામનું સાતમું અધ્યયન નાશ પામ્યું છે. બીજા શ્રુતસ્કંધમાં પહેલાં પાંચ ચલા હતી. કેટલાયે સૈકા થયા એ પાંચમી ચલાને પૃથક સ્થાન અપાયું છે. એ પાંચમી ચૂલા તે “નિસીહ નામનું છેદસૂત્ર છે. પહેલી ચાર ચૂલામાં અનુક્રમે ૧૭, ૭, ૧ અને ૧ એમ એકંદર સેળ અધ્યયને છે. વિષય–જૈનોનું સમગ્ર ધાર્મિક સાહિત્ય ચાર અનુગામાં વિભક્ત છેઃ (૧) દ્રવ્ય, (૨) ગણિત, (૩) ચરણકરણ અને (૪) ધર્મ(કથા). એમાં “ચરણકારણ” અનુયેગને આ આગમમાં વિશેષ સ્થાન અપાયું છે. એ દ્વારા આ આગમમાં મુનિવરેના આચાર વિષે—જૂના જમાનાના જૈન શ્રમણસંઘની જીવનચર્યા વિષે એટલે કે એમનાં આહાર, વિહાર, ભાષા, શય્યા, વસ્ત્ર, સ્થાન ઈત્યાદિ વિષે વિસ્તૃત નિરૂપણ છે. બૌદ્ધોના વિનયપિટક નામના આગમ-ધર્મગ્રંથ સાથે આ હકીકતે સરખાવવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84