________________
પિસ્તાલીસ આગમો
[પ્રકરણ
હિંસારૂપ શસ, લૌકિક સગપણ, સુખ અને દુઃખ, સાચી શ્રદ્ધા પૂર્વકનું સદ્વર્તન, યથાર્થ શ્રમણત્વ, ભાવના, મુક્તિને માગ તેમજ મહાવીરસ્વામીની ઘોર તપશ્ચર્યા અને એમની જીવનરેખા એમ વિવિધ બાબતે આ પ્રથમ અંગમાં આલેખાઈ છે. - કર્તા–પ્રથમ શ્રુતસ્કંધના કર્તા શતવણી સુધર્મસ્વામી છે. બાકીના અંગેના કર્તા તરીકે પણ આ પાંચમા ગણધરને ઉલ્લેખ કરાય છે
ચૂલિકાઓનું નિર્યણ–પ્રથમ શ્રુતસ્કંધના ૧, ૨ અને ૫-૮ ક્રમાંકવાળાં અધ્યયનેને આધારે પહેલી ચાર ચૂલિકાઓને લગતી વિવિધ બાબતે રજૂ કરાઈ છે. આની વિસ્તૃત માહિતી આગમન દિગ્દર્શનના પૃ. ૪૧માં અપાઈ છે.
શેલી–આ આગમને માટે ભાગ ગદ્યમાં રચાયેલું છે. બાકીના લગભગ ૧૫૦ પદ્યો છે. “ઉપધાનશ્રુત નામનું નવમું અધ્યયન સર્વાશે પદ્યમાં છે.
પરિમાણ–આ આગમનું પરિમાણ ૨૫૫૪ શ્લોક જેવડું છે એમ મુદ્રિત કૃતિ જોતાં જણાય છે.
સ્થાન–આ આગમની આગમ–પુરુષના જમણ ચરણને સ્થાને ચેજના કરાય છે. આમ આ આગમ તે આગમ-પુરુષનું જમણું ચરણ છે.
વિવરણ-સાધના માર્ગનું વિશદ વર્ણન રજૂ કરનાર આ આગરા ઉપર શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીએ રચેલી મનાતી ૩૪૬ ગાથાની ૪૫૦ શ્લેક જેવડી નિયુક્તિ છે. વળી એના ઉપર કોઈકની ૮૩૦૧ શ્લેક જેવડી ચર્ણિ છે. વિશેષમાં અંગોના આદ્ય સંસ્કૃત ટીકાકર
૧ મુનિવર્ય ગંધહસ્તી એ આયાર ના પ્રથમ અધ્યયન નામે “શસ્ત્રપરિશ ઉપર અતિશય ગહન વિવરણ છે. એ સંસ્કૃતમાં હોય તે પણ આ તે અપ્રાપ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org