________________
મિત્રના
માટે આજ દિન સુધીમાં કેઈ સર્વમાન્ય તે શું પણ બહુમાન્ય નિર્ણય પણ થયેલ જણાતું નથી. આ પ્રકાશનમાં આગમ-પુરુષની પ્રતિકૃતિમાં જે કમે આગમેને ઉલ્લેખ કરાયો છે તે કમ સાથે મેળ રહે એ લક્ષ્યમાં રાખી મેં આગમોની રૂપરેખા આલેખી છે.
આઠ દિવસમાં આ કાર્ય પૂરું કરવાનું હોવાથી યથેષ્ટ સાધનો નહિ મળી શકવાથી મૂળ અને એનાં વિવિધ વિવરણીનાં પરિમાણને નિર્દેશ કઈ કઈ પુસ્તકમાં જે જોવામાં આવ્યું તે પ્રમાણે અહીં કરાય છે.
પ્રાકૃતજ્ઞ સંયમારાધક જૈનાચાર્ય શ્રીવિયે કસ્તૂરસૂરિજી મારા પ્રત્યે એકધારો નેહ રાખે છે, અને મારી સાહિત્ય-પ્રવૃત્તિમાં સદા સ્વાભાવિક રસ લે છે. એથી મેં એ સૂરિજીને આ પુસ્તક સાદ્યત તપાસી જવા વિજ્ઞપ્તિ કરી હતી. પરંતુ એમને પૂરતે સમય નહિ હોવાથી એ આ પુસ્તકનું વિહંગાવલોકન પૂરતી જ કૃપા કરી શક્યા છે.
અહીંના આગમ-મંદિરમાંના આગમ-પુરુષને પરિચય મેં આ પૂર્વે આપ્યો છે તેમ આ પ્રકાશનગત “આગમ-પુરુષની પ્રતિકૃતિ વિષે પણ મારે છેડેક નિર્દેશ કરો એમ પ્રકાશક સંસ્થા તરફથી સૂચવાયું હોવાથી મેં એ કાર્ય કર્યું છે.
આ પ્રકાશનના પ્રારંભમાં જે “પંચમંગલમહાસુખધ” બ્રાહ્મી લિપિમાં રજૂ કરી છે તેથી આજથી ચૌદ વર્ષ ઉપર– વિ. સં. ૧૯૯૬માં આ લિપિને અંગે જે કાર્ય કરવાની મેં “સમયજ્ઞ જૈનાચાર્ય શ્રીવિજયવિજ્ઞાનસૂરિજીને વિજ્ઞપ્તિ કરી હતી તે અંશતક ફલિત થતી જોઈ મને આનંદ થાય છે. સાંકડી શેરી, ગોપીપુરા, સુરત
હીરાલાલ ૨ કાપડિયા વિજ્યાદશમી (તા. ૭-૧૦-૫૪) (
વિ. સં. ૨૦૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org