________________
પિસ્તાલીસ આગમ
[ પ્રકરણ
લગભગ પાંચ વર્ષોથી ૧૧ અંગ, ૧ર ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્રને “પિસ્તાલીસ આગમ તરીકે ઓળખાવાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકણક અને ચૂલિકા એ આગમન પડાયેલા છ વર્ગનાં નામ છે.
નામ–અંગે અસલ તે બાર હતાં, પરંતુ આસરે પંદરસો વર્ષથી બારમું અંગ નાશ પામ્યું છે એટલે અત્યારે પહેલાં અગિયાર અંગે જ મળે છે અને એ પણ બધાં પૂરાં મળતાં નથી. એનાં નામ નીચે મુજબ છે –
(૧) આયાર, (૨) સૂયગડ, (૩).ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહપણુત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસગદસા, (૮) અંતગડદસા, (૯) આણુત્તરવવાઈયદસા, (૧૦) પાવાગરણ અને (૧૧) વિવાગસુય.
ઉપગે એ તે તે અંગ સાથે એક યા બીજી રીતે સંકળાયેલાં હોવાનું મનાય છે. ઉપાંગે એકદર બાર છે. એનાં નામ નીચે પ્રમાણે છેઃ
(૧) એવવાઈય, (૨) રાયપાસેણિય, (૩) જીવાભિગમ, (૪) પણવણ, (૫) સૂરપણુત્તિ, (૬) ચંદપષ્ણતિ, (૭) જ બુદ્દીવપણતિ, (૮) નિયાવલિયા, (૯) કલ્પવડિસિયા, (૧૦) પુસ્ફિયા, (૧૧) પુષ્ફચલિયા અને (૧૨) વહિદાસા.
મૂલસૂત્રે સાચી શ્રમણતાના પાયાને મજબૂત કરે છે. એની સંખ્યા ચારની ગણાવાય છે. એમાં આવસ્મય, ઉત્તરજઝયણ, અને દસયાલિય એ ત્રણને તે સ્થાન અપાયું જ છે, પરંતુ ચોથા મૂલસૂત્ર તરીકે કેટલાક હનિજજુત્તિને તે કેટલાક પિંડનિ જુત્તિને નિર્દેશ કરે છે. વળી કઈ કઈ તે પખિયસુત્તને પણ સ્વતંત્ર મૂલસૂત્ર ગણે છે. તે કોઈ કોઈ એને આવસ્મયનું પેટાસૂત્ર ગણે છે.
૧ આના પરિચય માટે જુઓ આગમનું દિગ્દર્શન (પૃ. ૧૭૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org