________________ પ્રકૃતિસત્તાનું નિરૂપણ ભેદ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ - આ ત્રણ ધારોથી કરાયું છે. ત્યાર બાદ આઠે કર્મોના પ્રકૃતિસત્તાસ્થાનો પણ બતાવાયા છે. સ્થિતિસત્તાનું પ્રતિપાદન પણ ભેદ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ - આ ત્રણ દ્વારોથી કરાયું છે. ત્યાર બાદ સ્થિતિસ્થાનના ભેદો બતાવાયા રસસત્તાનું સ્વરૂપ રસસંક્રમ મુજબ છે. જે વિશેષતા છે તે ઉત્કૃષ્ટ રસસત્તા, જઘન્ય રસસત્તા, જઘન્ય રસસત્તાના સ્વામી અને રસસ્થાનના ભેદો વડે બતાવી છે. પ્રદેશસત્તામાં ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, સ્વામિત્વ અને પ્રદેશસત્તાસ્થાન - આ વિષયોનું વર્ણન કરાયું છે. ત્યાર પછી મૂળ પ્રકૃતિઓ, ઉત્તરપ્રકૃતિઓ અને સર્વઉત્તરપ્રકૃતિઓમાં બંધ-ઉદય-ઉદીરણા-સત્તાને આશ્રયીને ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય બતાવ્યા છે. ત્યાર પછી મૂળપ્રવૃતિઓમાં બંધનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તા સાથેનો સંવેધ, ઉદયનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તા સાથેનો સંવેધ, ઉદીરણાનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તા સાથેનો સંવેધ, સત્તાનો બંધ-ઉદયઉદીરણા-સત્તા સાથેનો સંવેધ, બંધસ્થાનકોનો બંધસ્થાનકો-ઉદયસ્થાનકોઉદીરણાસ્થાનકો-સત્તાસ્થાનકો સાથે નો સંવેધ, ઉદયસ્થાનકોનો બંધસ્થાનકો-ઉદયસ્થાનકો-ઉદીરણાસ્થાનકો-સત્તાસ્થાનકો સાથેનો સંવેધ, ઉદીરણાસ્થાનકો નો બંધસ્થાનકો-ઉદયસ્થાનકો-ઉદીરણાસ્થાનકોસત્તાસ્થાનકો સાથેનો સંવેધ અને સત્તાસ્થાનકોનો બંધસ્થાનકોઉદયસ્થાનકો-ઉદીરણાસ્થાનકો-સત્તાસ્થાનકો સાથેનો સંવેધ બતાવાયો છે. સામાન્યથી, ગુણઠાણામાં, જીવસ્થાનકમાં અને માર્ગણાસ્થાનકમાં મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનક, ઉદયસ્થાનક, સત્તાસ્થાનક અને તેમનો સંવેધ છટ્ટી કર્મગ્રંથમાંથી જાણી લેવાનું સૂચન કરાયું છે.