Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 9
________________ નિકાલ કરવાના બે ઉપાય છે - (1) કર્મો ઉદયમાં આવે ત્યારે તેમના ફળને ભોગવી લેવું. (2) કર્મો ઉદયમાં આવે એ પહેલા સાધના દ્વારા એમને ખપાવવા. નીચેના પાઈપથી પાણી નીકળતું અટકાવવું હોય તો ટાંકીનું ઉપરનું ઢાંકણું ખોલી ડોલો દ્વારા તેમાંથી પાણી ખાલી કરવું પડે. ટાઈમ બોમ્બને ફૂટતો અટકાવવો હોય તો એમાં સેટ કરેલા સમય પહેલા એને disconnect કરવો પડે. તેમ કર્મોના ઉદયને અટકાવવો હોય તો એમનો અબાધાકાળ પૂર્ણ થાય એ પહેલા સાધના દ્વારા એમનો નિકાલ કરવો પડે. કર્મોનો સંપૂર્ણપણે આત્મા ઉપરથી નિકાલ થયા વિના આત્માની મુક્તિ થવાની નથી. સત્તાધિકાર આપણને સૂચન કરે છે કે આપણા આત્મા ઉપર અનંતાનંત કર્મો લાગેલા છે. ઉદયાધિકાર આપણને સંદેશો આપે છે કે એ કનો ઉદય આપણે ભોગવવો પડશે. માટે કર્મોના ઉદય અને સત્તામાંથી સર્વથા મુક્ત થવા પ્રભુવીરની જેમ સાધના કરવી જરૂરી છે. શ્રીશિવશર્મસૂરિ મહારાજે પૂર્વોમાંથી ઉદ્ભૂત કરીને રચેલ કર્મપ્રકૃતિમાં આઠ કરણો અને ઉદયાધિકાર તથા સત્તાધિકાર આ દસ વિષયોનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે. પદાર્થપ્રકાશના ભાગ 10 થી ભાગ 13 સુધીના ચાર ભાગોમાં કર્મપ્રકૃતિના આ દસે વિષયોના પદાર્થોનું સંકલન કરાયું છે. કર્મપ્રકૃતિ મૂળ, તેની અજ્ઞાતકર્તક ચૂર્ણિ, કર્મપ્રકૃતિ મૂળની શ્રીમલયગિરિ મહારાજ કૃત ટીકા, કર્મપ્રકૃતિ મૂળની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કૃત ટીકા, કર્મપ્રકૃતિ મૂળ અને ચૂર્ણિની શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટીપ્પણ, શ્રીચન્દ્રષિમહત્તરાચાર્ય રચિત પંચસંગ્રહ, તેની સ્વોપજ્ઞ ટીકા, પંચસંગ્રહની શ્રીમલયગિરિ મહારાજ રચિત ટીકા - આ બધા ગ્રંથોના આધારે આ પદાર્થોનું સંકલન કર્યું છે. આઠ કરણોના પદાર્થો અને તેમના મૂળગાથા-શબ્દાર્થોનું સંકલનPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218