Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિકાદ્વાચિંશિકાનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિ છે. ભાગ ૧૫માં શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબહત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકામકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી અને શ્રીસમવસરણસ્તવનો પદાર્થસંગ્રહ અને મૂળગાથાઅવચૂરી છે. હાલ પદાર્થપ્રકાશ ભાગ 16 નું પ્રકાશનકાર્ય ચાલુ છે. એમાં તત્વાર્થાધિગમસૂત્રના પદાર્થો અને મૂળસૂત્ર-શબ્દાર્થોનું પૂજ્યશ્રીએ સંકલન કર્યું છે. આ પુસ્તક પણ ટૂંક સમયમાં પ્રકાશિત થઈ જશે. પદાર્થપ્રકાશ ભાગ 13 ને પ્રકાશિત કરવાનો લાભ પૂજ્યશ્રીએ અમને આપ્યો એ બદલ અમે પૂજ્યશ્રીના ઋણી છીએ. આ પુસ્તકનું સંશોધન પંડિતવર્ય પારસભાઈ ચંપકલાલ શાહે કરી આપેલ છે. આ પ્રસંગે અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ ખૂબ ખંતપૂર્વક કરેલ છે. તેમનો પણ અમે આભારી માનીએ છીએ. આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈએ તૈયાર કરેલ છે. તેમનો પણ અમે આભાર માનીએ છીએ. આજસુધીમાં પૂજ્યશ્રી દ્વારા લિખિત-સંકલિત-સંપાદિત-પ્રેરિત લગભગ 70 જેટલા પુસ્તકોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળ્યો છે. હજી આગળ પણ પૂજ્યશ્રી આવા અન્ય પુસ્તકોના લેખન, સંકલન વગેરે કરી જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓને જ્ઞાનામૃત પીરસતા રહે એવી અમારી અંતરની શુભભાવના આ પ્રસંગે અમે વ્યક્ત કરીએ છીએ. ભવિષ્યમાં પણ સુંદર શ્રુતભક્તિ કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ. પદાર્થપ્રકાશ શ્રેણિના આ પુસ્તકો. દ્વારા અભ્યાસુ આત્માઓ પદાર્થોનો સાંગોપાંગ બોધ પ્રાપ્ત કરી તેને આત્મસાત કરે એ જ એકમાત્ર શુભેચ્છા. લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218