Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ પ્રકાશકીય પદાર્થપ્રકાશ ભાગ 13 ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ અને બૃહક્ષેત્રસમાસલઘુક્ષેત્રસમાસના પદાર્થો તથા મૂળગાથા-શબ્દાર્થોનું સંકલન પદાર્થપ્રકાશના ભાગ 1 થી ભાગ 9 રૂપે આ પૂર્વે અમે પ્રકાશિત કર્યું છે. ત્યાર પછી કર્મપ્રકૃતિના પદાર્થો અને મૂળગાથા-શબ્દાર્થોનું પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલુ સંકલન પદાર્થપ્રકાશના ભાગ 10 થી ભાગ 13 સુધીના ચાર ભાગોમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. તેમાંથી પદાર્થપ્રકાશના ભાગ 10, 11, 12 આ પૂર્વે અમે પ્રકાશિત કર્યા છે. આજે પદાર્થપ્રકાશ ભાગ 13 ને પ્રકાશિત કરીએ છીએ. પદાર્થપ્રકાશના ચાર ભાગોમાં કર્મપ્રકૃતિના પદાર્થો અને મૂળગાથાશબ્દાર્થોનું આ રીતે વિભાજન કર્યું છે - પદાર્થપ્રકાશ ભાગ 10 - કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ 11 - કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તના કરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ 12 - કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ 13 - કર્મપ્રકૃતિ ઉદયાધિકાર, સત્તાધિકારનો પદાર્થ - સંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી આ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીએ વરસો સુધી એનો પાઠ પણ કર્યો. તેથી એ પદાર્થો પૂજ્યશ્રીને રૂઢ થઈ ગયા છે. એ પદાર્થોનું અન્ય જીવોને સહેલાઈથી અને ઝડપથી સંપૂર્ણપણે જ્ઞાન થઈ શકે એ માટે પૂજ્યશ્રીએ એ પદાર્થોનું સંકલન શરૂ કર્યું અને એ પદાર્થપ્રકાશશ્રેણિ રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. પદાર્થપ્રકાશના ભાગ 14 અને ભાગ 15 પણ આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. ભાગ ૧૪મા શ્રીશુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218