________________
આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયગ્રતા અને નિર્મોહવૃત્તિને ફાળે કંઈ જે તે નથી. દરેક સંસ્થા પિતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જોવા મળે છે.
આવી જ નિર્મોહવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તે તેઓને છેક વિસં. ૧લ્પ૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતિ કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજ્યજીએ વિનમ્રતાપૂર્વક એને ઈન્કાર કર્યો હતો. આ પછી છેક ચવીશ વર્ષે, વિ.સં. ૧૯૮૧માં, પંજાબ શ્રીસંઘતા આગ્રહને વશ થઈને, લાહોરમાં તેઓએ આચાર્યપદ સ્વીકાર કર્યો હતો.
વિસં. ૨૦૦૬ માં. જૈન કોન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંધની એકતાના મનોરથ સેવતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું, કે “જે આપણું સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું આચાર્યપદ છોડવા તૈયાર છું.” જૈન સંઘની એકતા માટેની આ કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઈચ્છતા હતા, કે જેના બધા ફિરકાઓમાં પણ એક્તા સ્થપાય.
એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં કલેશ છે. એમનો આત્મા કકળી ઊઠ્યો. એ વખતે જેઠ મહિને ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું, કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો.
રાજસ્થાનમાં ખિવાસુદીના સંઘમાં ઝઘડે જોઈને તેઓએ કહ્યું, કે તમારો ઝધડો દૂર ન થાય ત્યાં સુધી મારે ગોચરી બંધ. તરત જ ઝઘડો દૂર થયો.
મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડે. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગોચરી લેવા નીકળ્યા અને એ ઘરે જઈ પહોંચ્યા. માતા અને પુત્ર અને ગોચરી વરવાની વિનંતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, કલેશવાળા ઘરમાંથી હું ગેચરી નહીં લઉં. તમે બન્ને સંપીને વહેરાવે તે જ ભિક્ષા લઈશ. વર્ષો જૂને કલેશ સવર દૂર થઈ ગયો ! '
ગુજરાનવાલાના ગુરુકુળને નાણાંની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું, કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગેળ-ખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ.
' 22
ઓજસ દીઠાં આત્મબળનાં