________________
ન ધ ઘનિર્વિના –ધમ એના અનુયાયીઓમાં જ ટકી રહે છે–એ સૂત્રને ભાવ મુનિ શ્રી વલભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયો હતો. વળી, પિતાની દીર્ધ દૃષ્ટિને કારણે, તેઓ પલટાતા સમયનાં એંધાણુ પણ પારખી શક્તા હતા. વળી સંઘની શક્તિને ટકાવી રાખવા માટે અને સમાજના ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ મુદ્દાઓ નક્કી કર્યા હતા?
(૧) સમાજની ઉગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી.
(૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈન સંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રેત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું.
(૩) સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભી સમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓની સ્થાપના કરવી અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું.
તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ ?
“અત્યારે હજારે જૈન કુટુંબ પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાના બાળકને ભણાવવા માટે પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ–બહેન દુઃખની ચકકીમાં પિસાઈ રહ્યાં છે... જો મધ્યમ વર્ગ જીવતો રહેશે તો જ જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વગ લહેર કરે અને આપણા સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.”
સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાને છે. આત્મશાંતિ અને આત્મશકિ તે મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોગમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય?”
“સાધર્મિક વાત્સલ્યને અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.”
“સેવા, સંગઠન સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એને પ્રચાર–આ પાંચ બાબત ઉપર જ જૈન સમાજની ઉન્નતિનો આધાર છે.”
20 ઓજસ દીઠાં આત્મબળનાં