________________
બને કે ન બને, પણ મારે આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જ્ય બોલે.”
આચાર્યશ્રી ખાદી પહેરતા હતા, એ હકીક્ત પણ તેઓની રાષ્ટ્રભાવનાની સાક્ષી બની રહે એવી છે. પોતાની રાષ્ટ્રીય ભાવનાને વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું કે : “આપણું દેશની આઝાદીમાં આપણે સહુનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ, મુસ્લિમ, શીખની એક્તા જરૂરી છે; આ એક્તા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તે વિશ્વશાંતિમાં આપણું દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી એટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર, તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.”
પંજાબમાં એકધારા ૧૮ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારે પરિપકવ થઈ ચૂક્યા હતા. અને હવે તે એ વિચારોને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. આ જનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતીઃ
એક તે સંધની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાથીગૃહ સ્થપાવવાં; અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનને જરૂરપૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહોની સ્થાપના કરવી.
ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંધ આ જનાનું મહત્ત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરુષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાથીગૃહો સ્થપાયાં. આ ઉપરાંત સને ૧૯૧૪-૧૫માં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓ રૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણું અને ભાવનાનું જ
2]
--
યુગદશી આચાર્ય