________________
પ્રકાશકીય-નિવેદન
વિદ્ધસમાજને સહર્ષ જણાવતાં અમને અતિ આનંદ થાય છે કે-અમારા શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર તરફથી પૂર્વે અનેક ગ્રન્થોનું પ્રકાશન થયેલ છે. આજે પણ એ ગ્રંથોની ભારતમાંથી અને ભારતના બહારના પ્રદેશમાંથી માંગ અાવી રહી છે.
ઈગ્લેંડ, અમેરિકા અને જાપાન વગેરેની સરકારી લાઈબ્રેરીઓની માગણી આવતાં અમારી સંસ્થા તરફથી ભેટ તરીકે અનેક પુસ્તકો મોકલાવેલ છે.
આજે આ ૨૦૧૩ માં વર્ષમાં પણ અમારા જ્ઞાનમંદિર તરફથી આ એક અનુપમ ન્યાયસમુચ્ચય નામનો ગ્રંથ પ્રકાશિત થાય છે. આ ગ્રંથમાં વિશદ સિલ્વવૃત્તિ અને તેના પર વિશાલકાય તરંગવિવરણ શાસનસમ્રા -- સૂરિચક્રચક્રવર્તિ-ભારતીય ભવ્યવિભૂતિ–દિવ્યતેજોમુર્તિ-તપગચ્છાધિપતિ- બાલબ્રહ્મચારિ– શ્રીકગિરિપ્રમુખનેક તીર્થોદ્ધારક-ભૂપાલાવલિનતપાદ% - પંચપ્રસ્થાનમયસૂરિમન્નસમારાધક –પરમપૂજ્ય-આચાર્યમહારાજાધિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમવિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર-વ્યાકરણવાચસ્પતિશાસ્ત્રવિશારદ-કવિરલ-અદ્વિતીય પ્રવચનસુધાવર્લી-સલક્ષ લોકપ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્યના સા-શાસનપ્રભાવક–બાલબ્રહ્મચારિ-પૂજયપાદ આચાર્યદેવ શ્રીમવિલાવણ્યસૂરીશ્વરજીમહારાજા છે.
આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા-વિદ્ધવર્ય-બાલબ્રહ્મચારિ પૂજ્યપાદ પજ્યાસપ્રવર શ્રીસુશીલ વિજયજી મહારાજ છે. તેઓશ્રીએ આ ગ્રંથનું સંપાદન સુંદર રીતે કરેલ છે. તદુપરાંત આ ગ્રંથનો ગૂર્જરભાષામાં સંક્ષેપાર્થ અને પુરોવચન પણ તૈયાર કરી આપેલ છે. જે આ ગ્રંથમાં મુદ્રિત કરવામાં આવેલ છે.
આ ગ્રંથની ભૂમિકા વ્યાકરણ-સાહિત્ય-વેદાન્તાચાર્ય પંડિતપ્રવર શ્રીવિશ્વેભઋાજીએ લખેલ છે.
આ ગ્રંથની પ્રેસ કોપી મેળવવામાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીવિકાશવિજ્યજીએ તથા પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીમનહરવિજયજીએ પણ સારો સહકાર આપેલ છે.
આ રીતે ઉક્ત સર્વેનો, દ્રવ્યસહાયકોનો, અને મુદ્રણકાર્યકર્તા વગેરેનો સહર્ષ આભાર અમે માનીએ છીએ.