________________
આચાર્ય-પદ ગમે તે થાય ને? ન મુકું વચમાં, જંગલમાં જ મૂકી આવું.' '' તેમણે મડદું ઊંચકયું, આ પહેલા બે ત્રણ સાધુને આચાર્ય મહારાજે શીખવાડી રાખેલ, એટલે જ્યાં હજુ પિતા-મુનિ મુકામની બહાર નીકળ્યા નથી ત્યાં એક મુનિએ પીતાંબર ખેંચીને તરત બીજાએ ચલપટ્ટો એમના શરીરે વીંટી દેવા તૈયાર રાખ્યું હતું, તે પિતા મુનિને બોલવાનું તો હતું જ નહિ, એટલે “ઉં છું” કરતા રહ્યા ને એક મુનિએ પીતાંબર ખેંચી કાઢયું ને બીજા મુનિએ સાથોસાથ ચલપટ્ટો પહેરાવી દીધો. ત્રીજાએ ઉપર કંદોરે બાંધી દીધો,
મડદું નીચે મૂકવાનું તો હતું જ નહિ, એટલે હવે ચેલપટ્ટો પહેરેલા એ વૃદ્ધ મુનિ બહાર નીકળી બજાર આખી વીંધીને મડદું લઈ ગયા, જંગલમાં પરઠવીને પાછા આવ્યા,
આચાર્ય મહારાજ મુનિઓને ધમકાવી બોલ્યા “આપી દો એમને એમનું પીતાંબર.'
પિતા મુનિ કહે: “હવે આખી બજારમાંથી ચલપટ્ટો અડધી ટાંગ ઊઘાડી છતાં પસાર થઈ આવ્ય, દુનિયાની શરમ છોડી. હવે જવાદો, પીતાંબર જોઇતું નથી. આમ ચલપટ્ટો ચાલુ થઈ ગયો,
પિતા-મુનિને ગેચારી જતા શી રીતે ?
હવે એમને ગોચરી જતા કરવા હતા. વાચનામાં સાધુ-ધર્મ બતાવતાં ગોચરી જવાના લાભ બતાવ્યાં છતાં પ્રેરણ લાગતી નહતી; તેથી એકવાર એમને આહાર પૂછવાની મુનિઓને ખાનગીમાં ના કહીને આચાર્ય બાજના ગામમાં ગયા. મુનિઓના સંઘાટકોએ પોતપોતાની ગોચરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org