________________
આચાર્ય-પદ
૧૧૫ સુહ ગુરુ જેગે, તવયણ સેવણા, આભવમખેડા,
એમાં “તયણ–તવચન-શુભ ગુરુના વચનની સેવના માગી, માત્ર શુભ ગુરુની સેવા ન માગી. એ સૂચવે છે કે ગુરુ મળ્યા પછી પણ ગુર્વાષાની આરાધના અતિ જરૂરી છે. એમ જિનાજ્ઞાની આરાધના અત્યંત જરૂરી છે. પ્રભુના ચરણનું શરણ એટલે પ્રભુની વાણીનું શરણ સમજવાનું છે. તāયણુ–સેવણમાં તે સ્પષ્ટપણે ગુર વચનની આરાધના માગી જ છે. ગુરુ કર્યા પછી તેમના એકે એક વચન પર “અહંભાવ જોઈએ, જેમકે અહે અહો! ગુરૂએ મને કહ્યું ! અહો અહો! ગુરૂએ મને કહ્યું !”
પ્રશમરતિ” માં કહ્યું છે: તેમને ધન્ય છે કે જેમના ઉપર શીતલ ગુરુવચન રૂપી ચંદન રસ ઝરે છે.
અહિત આચરણની વૃત્તિ એ તાપ છે, એને શાંત કરનાર ગુરુવચન છે. ગુરુવચનરૂપી ચંદનરસ જેમના પર કરે છે, તેમની અહિત સેવવાની વૃત્તિના તાપને એ શાંત કરી દે છે. ગુરુવચનથી અહિતકારી વૃત્તિ શમી જાય છે, આ આવી જાય તે મેક્ષ હાથવેંતમાં છે, એ ન આવે તો માલ ઘણે દૂર છે.
ગુરુવચન અને નવચન તે મહાનિધાન રૂપ લાગે તો તારણહાર બને. તેના ઉપર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અભુત મોટો ગ્રન્થ ઉપદેશપદ ” લખેલ છે. તેના પર ટીકા મુનિચંદ્રસૂરિજી મહારાજે લખી છે તે વાંચતાં આત્મા ડોલે.
(૨) બીજો અર્થ: ગુરુચરણને બીજો અર્થ છે ગુરુનું આલંબન, શિષ્ય પણ અત્યંત નમ્ર થઈને ગુરુની આગળ જઘન્ય બની બેસે. ચરણ શરીરને સૌથી નીચેનો ભાગ એટલે જઘન્ય છે. શિર છે તે ઉત્તમ છે સંસ્કૃતમાં શિર માટે “ ઉત્તમાંગ શબ્દ છે. તે ચરણ એ સૌથી નીચેનું અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org