________________
૧૩૩
ગચ્છ-સંચાલનની જવાબદારી વહન ન કરી શકે, તેથી ઉપાધ્યાય એમાં તંભની જેમ ટેકા રૂપ થાય છે. માટે કહ્યું ઉપાધ્યાય ગણી-આચાર્યને માટે સ્તંભરૂપ છે,
એમ ઉપાધ્યાય ગચ્છને માટે પણ તંભરૂપ છે કેમકે ગચ્છને ઉપાધ્યાય પાસેથી શાસ્ત્રાધ્યયન મળે તો જ એ સ્વાધ્યાય જ્ઞાન ધ્યાન કરી શકે,ભણ્યા વિના શાનો સ્વાધ્યાય અને સ્વાધ્યાય વિના સાધુ-જીવન શું? - સાધુ જીવનમાં તો સ્વાધ્યાય ન હોય તે સાધુની કિયાઓ તો બહુ અલ્પ સમયની છે, તે બાકીના સમયમાં સાધુ શું કરવાનો ! વાત ટહેલ-ટપ છાપાછૂપી ? જે ઘમના ખપી સારા શ્રાવકો એ નથી કરતા તો સાધુ એ કરતા દિવસ રાત પસાર કરે તો એમનું જીવન સારો શ્રાવકના જીવને કરતાંય અધમ જીવન થયું? જેમ સાધુ અને બેનોનો સંબંધ એમ સાધુ અને વાતચીતે એ તદ્દન અજુગતી બાબત છે, અસાધુતા છે. સ્વાધ્યાયનો ભરચક વ્યવ સાય હોય તે વાતચીત વગેરેનો સમય જ ન મળે, તેમ જીવનમાં જો સ્વાધ્યાયનું એવું જોર નથી તે માનસિક વિચારે એટલા બધા આડા અવળા ચાલશે જેમાં રાગદ્વેષ અસમાધિ-આર્તધ્યાન વગેરેનાં ખૂબ પોષણ થતા રહેવાનાં ચારિત્ર લીધેલું એળે જવાનું. એટલું જ નહિ પણ જાલિમ કર્મબંધ કરાવનારું અને દુર્ગતિઓમાં ભટકાવનારું બન વાનું ! કેવી ભયંકર દુર્દશા ! ઉપાધ્યાયે ગછને સ્વાધ્યાય આપીને આ ભયંકર દુર્દશાથી અને દુર્ગતિપતનથી બચાવે છે. માટે ગેચ્છ માટે એ એક જબરદસ્ત સ્તંભ સમાન બને છે ગચ્છન સ્તંભની જેમ સારી રીતે સાધુતામાં ધારી રાખે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org