Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ ૧૬૫ ગૌતમ મહારાજ ભગવાન મહાવીરદેવને સમર્પિત થયા એટલે આ બધું કર્યું. પિતાની રુચિ-રસ-ઇચ્છાસ્વભાવ-દષ્ટિ બધું ભગવાનને સોંપી દીધું. હવે ભગવાનની રુચિ વગેરે પકડવાં, અર્થાત “પ્રભુ! તમારી દૃષ્ટિ એ મારી દષ્ટિ, તમારી ઇચ્છા તે મારી ઈચ્છા, તમારી રુચિ તે મારી રુચિ. આ કર્યું. સીતાએ રામને મનનું સમર્પણ કર્યું, તે ૧ર-૧૨ વર્ષ રામ સાથે વનમાં ગયાં, કશું પિતાનું ન રાખ્યું, બધું રામનું. આ છે મનનું સમર્પણ તેમ શાસ્ત્રના પદાર્થોને મનનું સમર્પણ એટલે કે સૂત્ર ભણતાં યાદ કરતાં (૧) મનનાં બધાં લફરાં હટાવી દે, (૨) મનની આપમતિ નીકળી જાય, (૩) મનની બીજી-ત્રીજી કલ્પનાઓ નીકળી જાય, બીજા-ત્રીજા વિચારો બંધ થઈ જાય, અને (૪) શાસ્ત્રના સૂત્રના પદાર્થમાં જ મનની રમણતા બની રહે, ત્યારે મનનું સમર્પણ થયું કહેવાય. ત્યારે સાચું પ્રણિધાન લાગે, પછી મન સૂત્રાર્થમાં લીન એકાકાર હેય, શાસ્ત્રના પદાર્થોને સમર્પિત. મન રહે પછી, શાસ્ત્રમાં જ્યાં ઉત્સર્ગ, રાજમાર્ગ લગાડવાને હેય, ત્યાં અપવાદ ન લગાવે, ને અપવાદ લગાડવાનું હોય ત્યાં ઉત્સર્ગ ન લગાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192