Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 186
________________ - ૧૭૫ આગમની બીજી વિશેષતા આ છે કે આગમ સંગમય છે, સંવેગ ભર્યા છે. આગામથી વેગ મળે છે. તીવ્ર ધર્મને રાગ, મોક્ષનો રાગ, દેવગુરુનો રાગ, ધર્મ-અનુષ્ઠાનને રાગ, તે બધા “સંવેગ છે. દા. ત. પ્રભુદર્શન કર્યા વિના મોંમા પાણીનું ટીપું ય ન નાખવું યા દેવવંદન કર્યા સિવાય પચ્ચકખાણ ને પારવું. એ દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનને રાગ છે, એને સંવેગ કહેવાય, આગમના શ્રવણથી આ સંવેગ મળે છે, એટલે આગમમાં સૂત્રને અર્થની સાથે સંવેગ વણાયેલ છે એમ કહેવાય, આ સૂચવે છે કે આગમથી સૂત્ર ને અર્થ જાણ્યા પણ સાથે સંવેગ ન લીધે, તો તે આત્માને લાભદાયી હિતકારી ન બને; કેમકે જે સંવેગ નથી તે એના તો હૈયામાં એ સંસાર-રાગ જ ઊભો રહે છે, પછી ભલે ગમે તે માટે વિદ્વાન હેય. સંવેગ-જનક અને સંવેગ-વર્ધક શ્રતનું પઠન-પાઠન હોય તો તે આત્માને લાભકારી છે. એમાં પણ સૂત્ર છે એ દોરો છે, ને અર્થ છે એ મણિઓ છે. મણિઓ દોરામાં પરોવાયેલ રહે. દોરા વિના મણિઓ વેરણ-છેરણ થઈ જાય, એમ અર્થ સૂત્ર વિના ભુલાઈ જાય. એટલે હવે કોઈ કહે, હું એકલા અર્થ કરી લઇશ, ગાથા નહિ કરું, તો તેમ કરતાં જતે દહાડે અર્થ ભૂલી જશે! ગાથાઓ કરી હોય તો એનું પુનરાવર્તન ઘુંટાતા ભૂલાય નહિ, સરળતાથી ગાથાઓ લાંબે ગાળે પણ યાદ આવે, અને એના પરથી અર્થચિંતન પણ સારી રીતે કરી શકે, ત્યારે એકલું સૂત્ર ગોખું હેય ને અર્થ ન સમજ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192